અપકમિંગ ફીચર:ટૂંક સમયમાં WhatsApp Web માટે ઓડિયો-વીડિયો કોલિંગ ફીચર શરૂ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોઃ WABetainfo - Divya Bhaskar
ફોટોઃ WABetainfo

ઈન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ WhatsApp તેના પ્લેટફોર્મને વધુ સારું બનાવવા માટે અપડેટ્સ પર કામ કરી રહ્યું છે. વ્હોટ્સએપ વેબમાં ધીમે ધીમે કંપની મોબાઈલ વર્ઝન WhatsAppના ફીચર્સ આપી રહી છે. હવે WhatsApp Webમાં ઓડિયો અને વીડિયો કોલિંગ ફીચરનો વારો છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, વ્હોટ્સએપ હવે વેબ વર્ઝન એટલે કે ડેસ્કટોપ અને લેપટોપથી પણ વોઈસ અને વીડિયો કોલિંગ (Voice and Video Calling)શરૂ કરવા જઈ રહ્યું છે. તેના માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ નવા ફીચરને WhatsApp Web યુઝર્સ માટે લોન્ચ કરી દેવામાં આવશે.

નવું ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે છે

વ્હોટ્સએપના નવા ફીચર્સ પર ધ્યાન રાખતી વેબસાઈટ WABetainfoના એક રિપોર્ટ અનુસાર, કંપની વોઈસ અને વીડિયો કોલ્સ પર કામ કરી રહી છે. WABetainfoના એક રિપોર્ટ અનુસાર, WhatsApp beta ટેસ્ટર્સને WhatsApp Webમાં કોલિંગનું ફીચર આપવામાં આવી રહ્યું છે. એટલે કે આવનાર સમયમાં કંપની તેના અપડેટ તમામ યુઝર્સ માટે જારી કરી શકે છે.આ નવું ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ માટે છે. તેને આગમી થોડા સપ્તાહોમાં WhatsApp Web માટે વોઈસ અને વીડિયો કોલિંગ ઓપ્શન આપવામાં આવી શકે છે.

મળતી માહિતી પ્રમાણે, આ ફીચર અંતર્ગત તમે વ્હોટ્સએપ પર ઈન્કમિંગ કોલ્સ પર એક અલગ વિંડો ઓપન થશે જ્યાંથી તમે કોલ એક્સેપ્ટ અને રિજેક્ટ કરી શકો છો. વ્હોટ્સએપ વેબથી કોલ કરવા પર જે વિંડો ઓપન થશે તે રિસીવ થતી વિંડો કરતા અલગ હશે. અત્યારે તેમાં ગ્રુપ કોલ્સનું ફીચર નથી પરંતુ આવનાર સમયમાં આ ફીચર આવી શકે છે.

વ્હોટ્સએપમાં કોલિંગ દરમિયાન યુઝર્સ મેઈન વ્હોટ્સએપ ઈન્ટરફેસ પર ચેટિંગ કરી શકશે. કેમ કે કોલિંગ માટે એક અલગ પોપ અપ વિંડો ઓપન થશે. હજી સુધી સ્પષ્ટ નથી કે કંપની આ ફીચર સામાન્ય લોકો માટે ક્યારે શરૂ કરશે. જો તમે વ્હોટ્સએપ બીટા ટેસ્ટર છો તો આ ફીચર યુઝ કરી શકશો. નહી તો તમારે આ ફીચર WhatsApp વેબના ફાઈનલ બિલ્ડમાં આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.