તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફર્સ્ટ ઓપિનિયન:9999 રૂપિયાના 'ટેક્નો પોવા'માં 6.8 ઈંચની મોટી સ્ક્રીન મળશે, કિંમત અને ફીચર્સમાં 'રિયલમી C15'ને જબરદસ્ત ટક્કર આપશે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફ્લિપકાર્ટ, ટેક્નો પોવા પર 9300 રૂ.નું એક્સચેન્જ બોનસ પણ આપી રહ્યું છે
 • ફોનમાં ચાર રિઅર કેમેરા છે, 16MP લેન્સનો મેઈન કેમેરા છે

સસ્તો ફોન બનાવતી કંપની ટેક્નોએ તાજેતરમાં જ પોતાનો લો-બજેટ સ્માર્ટફોન 'ટેક્નો પોવા' લોન્ચ કર્યો છે. આ ફોન દ્વારા કંપનીએ એવા ગ્રાહકોને ટાર્ગેટ કર્યા છે, જે ઓછા બજેટમાં હેવી સ્પેસિફિકેશન ઇચ્છે છે. ફોનમાં 6000mAhની મોટી બેટરી છે, તે ઉપરાંત તેમાં ડૉટ-ઈન ડિસ્પ્લે મળશે. કંપની ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઘણા ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

ફોન ત્રણ કલર ઓપ્શનની સાથે બે કન્ફિગરેશનમાં ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે, માત્ર 10 મિનિટ ચાર્જ કરીને તેમાં 20 કલાકનો મ્યુઝિક પ્લેબેક ટાઈમ મળે છે. જાણો તેના ફર્સ્ટ ઓપિનિયનથી કે ટેક્નોના આ ફોનમાં શું નવું છે, કયા ફીચર્સ તેને ખાસ બનાવે છે અને માર્કેટમાં તેની ટક્કર કોની સાથે થશે.

ટેક્નો પોવાઃ કેટલી કિંમત છે?

 • ફોનના 4GB+64GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે જ્યારે 6GB+128GB વેરિઅન્ટની કિંમત 11999 રૂપિયા છે.
 • ફોન ડેઝલ બ્લેક, મેઝિક બ્લુ, અને સ્પીડ પર્પલ કલરમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.
 • ફોનનો પહેલો સેલ 11 ડિસેમ્બરથી શરૂ થશે, તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.
 • ફ્લિપકાર્ટ ફોન પર 9300 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે. જો કે, એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનની કન્ડિશન/મોડેલ પર આધાર રાખશે.
 • HDFC ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ફોન ખરીદવા પર 1750 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સહિત ઘણી ઓફર આપી રહી છે.

ટેક્નો પોવાઃ ફોનમાં શું ખાસ છે

પ્રથમઃ મોટી બેટરી

ફોનમાં 6000mAhની મોટી બેટરી છે, જે વૉટ ડ્યુઅલ IC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ICની તુલનામાં તે 20 ટકા ઝડપી ચાર્જ થાય છે. બોક્સમાં જ ફાસ્ટ ચાર્જર સાથે મળે છે, 10 મિનિટના ચાર્જિંગમાં 20 કલાકનું મ્યુઝિક પ્લેબેક અને 4 કલાકનો કોલિંગ ટાઈમ મળે છે.

બીજુંઃ કેમેરા સેટઅપ

 • ફોનમાં ચાર રિઅર કેમેરા છે, જેમાં 16 MP+2MP+2MP અને એક AI Lens સામેલ છે. કેમેરામાં મેક્રો મોડ, નાઈટ પોર્ટ્રેટ, વીડિયો બુકેહ, સ્લો મોશન વીડિયો, વીડિયો બ્યુટી, 8X ઝૂમ, બુકેહ ઈફેક્ટ, IE HDR, ઓટો સીન ડિટેક્શન, AI ફેસ બ્યુટી, AR ઈમોજી, શોર્ટ વીડિયો, 2k રેકોર્ડિંગ, AI બોડી શેપિંગ, ગૂગલ લેન્સ અને ડોક્યુમેન્ટ સ્કેનર જેવા મોડ મળે છે.
 • સેલ્ફી માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે. સેલ્ફી કેમેરામાં પણ AI સેલ્ફી કેમેરા, AI બ્યુટી, વાઈટ સેલ્ફી, નાઈટ પોર્ટ્રેટ, AI HDR, AR શોર્ટ, બુકેહ ઈફેક્ટ, વીડિયો બ્યુટી, વીડિયો બુકેહ, શોર્ટ વીડિયો અને ડ્યુઅલ એડજસ્ટેબલ ફ્લેશ જેવાં ફીચર્સ સામેલ છે.

ત્રીજું: ડિસ્પ્લે

ફોનમાં 6.8 ઇંચની ડોટ ઇન HD LCD ડિસ્પ્લે મળી શકે છે, જે 1640x720 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. તેમાં 480 નિટસ બ્રાઈટનેસ અને 90.4%નો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો મળે છે.

ટેક્નો પોવા: માર્કેટમાં કોની સાથે ટક્કર થશે?

 • માર્કેટમાં તેનો ક્લોઝ કોમ્પિટિટર રિયલમી C15નું 3GB+32GB વેરિઅન્ટ છે. બંનેની કિંમત 9999 રૂપિયા છે.
 • જો કે, રિયલમી C15નું 4GB+64GB વેરિઅન્ટ પણ માર્કેટમાં અવેલેબલ છે પરંતુ તેની કિંમત 10999 છે. ટેબલ કમ્પેરિઝનથી સમજીએ કે કયો ફોન વધારે સારો છે...
સ્પેસિફિકેશનટેક્નો પોવારિયલમી C15
ડિસ્પ્લે સાઈઝ6.8 ઈંચ6.52 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+,LCD ડિસ્પ્લે, 1640x720 પિક્સલHD+, LCD ડિસ્પ્લે, 1600x720 પિક્સલ
રેમ+સ્ટોરેજ4GB+64GB/6GB+128GB3GB+32GB/4GB+64GB
OSએન્ડ્રોઈડ 10એન્ડ્રોઈડ 10
પ્રોસેસરમીડિયાટેક હીલિયો G80મીડિયાટેક હીલિયો G35
રિઅર કેમેરા16MP+2MP+2MP+AI લેન્સ13MP+8MP+2MP+2MP
ફ્રંટ કેમેરા8MP8MP
બેટરી6000mAh6000mAh
કિંમત

4GB+64GB: 9999 રૂ.

6GB+128GB: 11999 રૂ.

3GB+32GB: 9999 રૂ.

4GB+64GB: 10999 રૂ.

 • ટેબલ કમ્પેરિઝનમાં જોઈ શકાય છે કે, ડિસ્પ્લે મામલે ટેક્નો પોવા 6.8 ઇંચની ડિસ્પ્લે સાથે આગળ છે જ્યારે રિયલમી C15માં માત્ર 6.52 ઇંચની ડિસ્પ્લે મળે છે. બંનેમાં HD ડિસ્પ્લે મળશે.
 • OSની વાત કરીએ તો બંને ફોન એન્ડ્રોઈડ 10 પર કામ કરે છે. જ્યારે પ્રોસેસરની બાબતમાં હીલિયો G80ની સાથે ટેક્નો પોવા આગળ છે. જ્યારે રિયલમી C15માં હીલિયો G35 મળે છે.
 • કેમેરાની વાત કરીએ તો સેલ્ફી માટે બંને ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે. બંને ફોનમાં ચાર રિઅર કેમેરા છે પરંતુ ટેક્નો પોવામાં 16MPનો પ્રાઈમરી કેમેરા છે જ્યારે રિયલમીમાં 13MPનો પ્રાઈમરી કેમેરા છે.
 • બંને ફોનમાં 6000 mAhની બેટરી છે. બંનેમાં 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.
 • બંને ફોનની બેઝ વેરિઅન્ટ કિંમત 9999 રૂપિયા છે, પરંતુ સ્પેસિફિકેશન મામલે ટેક્નો પોવા ઘણી રીતે રિયલમી C15થી આગળ છે અને લુક્સ મામલે પણ સારો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો