અપકમિંગ:આગામી અઠવાડિયે આસુસ ઝેનફોન 8 સિરીઝ લોન્ચ થશે, 'ઝેનફોન 8 ફ્લિપ'માં ઓટોમેટિક ફ્લિપ કેમેરા મળશે; જાણો ફોનની ખાસિયતો

5 મહિનો પહેલા
  • આ સિરીઝમાં કંપની આસુસ ઝેનફોન 8 અને ઝેનફોન 8 ફ્લિપ સ્માર્ટફોન લોન્ચ કરશે
  • બંને ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજને 2TB સુધી એક્સપાન્ડ કરી શકાશે
  • ઝેનફોન 8 ફ્લિપનું કેમેરા સેટઅપ 180 ડિગ્રી ફ્લિપ કરી શકશે

સ્માર્ટફોન મેકર આસુસે મોટી જાહેરાત કરી છે. કંપની ઝેનફોન 8 અને ઝેનફોન 8 ફ્લિપ મોડેલને ભારતમાં 12મેએ લોન્ચ કરશે. ફ્લિપ મોડેલમાં કેમેરા સેટઅપ એડ્જસ્ટેબલ છે. તેના કેમેરા જરૂર ના હોય ત્યારે બંધ થઈ જાય છે. તેનાથી કેમેરામાં કોઈ પણ પ્રકારના સ્ક્રેચ આવતા નથી. અર્થાત તેનું આખું કેમેરા સેટઅપ રોટેટ થઈ શકે છે.

બિગર ડિસ્પ્લે
ઝેનફોન 8નો બેક કેમેરા એવી રીતે ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે જેથી તે180 ડિગ્રી સુધી ફ્લિપ કરી શકે. ફોનમાં સેલ્ફી કેમેરા નહિ મળે. જોકે તેના ફ્લિપ કેમેરાનો ઉપયોગ સેલ્ફી માટે કરી શકાશે. ફ્રન્ટ કેમેરા ન હોવાથી ફોનમાં મોટી ડિસ્પ્લે મળશે.

આસુસ ઝેનફોન 8માં ફ્લિપ કેમેરા રેક્ટેંગ્યુલર છે. તેને ફોનની બેક સાઈડ ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે. રિઅર કેમેરા સેટઅપમાં 64MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો ટેલિફોટો લેન્સ અને 12MPનો મેક્રો લેન્સ મળે છે. મેન કેમેરા પિક્ચર ક્વોલિટી વધારશે, જ્યારે ટેલિફોટો દૂરનો ફોટો સ્પષ્ટ બતાડશે જ્યારે મેક્રો નજદીકથી સ્પષ્ટ ફોટો કેપ્ચર કરશે.

આસુસ ઝેનફોન 8 ફ્લિપની ખાસિયતો

  • લીક રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં વીડિયો અને ફોટોની શાનદાર ક્વોલિટી મળશે. તેમાં 6.67 ઈંચની ફુલ HD AMOLED ડિસ્પ્લે મળશે. તેનો રિફ્રેશ રેટ 90Hz હશે.
  • ફોનમાં 5,000mAhની બેટરી મળશે, જે 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. તેનાથી 10 મિનિટમાં ફુલ બેટરી ચાર્જ થઈ જશે.
  • ફોનમાં 8GB સુધીની રેમ મળશે. તેમાં 256GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. તેમાં તમે 30+ મૂવી, ઓનલાઈ ક્લાસના વીડિયો, 5 હજારથી વધારે ફોટોઝ સ્ટોર કરી શકશો. SD કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 2TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોનમાં 2 માઈક્રો સિમ સ્લોટ મળે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ અને બ્લુટૂથ 5.2 છે. તેનાથી હેડફોન અને સ્પીકર કનેક્ટ કરી શકાય છે. સાથે જ તેમાં 3.5mmનો ઓડિયો જેક અને એક ટાઈપ સી USB પોર્ટ મળે છે.
  • મોબાઈલનું વજન 230 ગ્રામ છે.

આસુસ ઝેનફોન 8નાં સ્પેસિફિકેશન

  • ફોનમાં ફુલ HD 5.92 ઈંચની AMOLED ડિસ્પ્લે મળશે.
  • તેમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. ફોનનું રિઅર કેમેરા સેટઅપ 8K વીડિયો સપોર્ટ કરે છે.
  • ફોનમાં 8GBની રેમ અને 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે. તેને SD કાર્ડની મદદથી 2TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોન 5000mAhની બેટરીથી સજ્જ હશે. તે 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ, બ્લુટૂથ, 3.5mm ઓડિયો જેક અને ટાઈપ સી USB પોર્ટ સહિતના ઓપ્શન મળે છે.
  • મોબાઈલનું વજન 170 ગ્રામ છે. તે એક ડિટર્જન્ટ કેક બરાબર છે.