તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોકેટ પીસી:કોઈ હથેળી કરતા પણ નાનું તો કોઈ ડોંગલ જેવું કમ્પ્યૂટર, સામાન્ય પીસીની જેમ જ કામ કરે છે આ પોકેટ પીસી; પ્રારંભિક કિંમત 1500 રૂપિયા

10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જ્યારે તમે નવું કમ્પ્યૂટર ખરીદવાનો વિચાર કરો છો તો માર્કેટમાં ઉપબલબ્ધ ડેસ્કટોપ અથવા લેપટોપમાંથી તમે પસંદગી કરતા હો છો. ડેસ્કટોપની જગ્યા ફિક્સ હોય છે તો લેપટોપ માટે બેગ લઈને ફરવું પડે છે. તેવામાં અમે તમારા માટે પોકેટ કમ્પ્યૂટરનું લિસ્ટ તૈયાર કર્યું છે. તેને તમે ગમે ત્યાં કેરી કરી શકો છો. આ પોકેટ પીસી માટે અલગથી કોઈ માઉસ કે કીબોર્ડ પણ ખરીદવાની જરૂર નથી. તો ચાલો આ પોકેટ પીસી કઈ કંપનીના છે, તેની કિંમત અને સ્પેસિફિકેશન પર એક નજર કરીએ...

1. આસુસ વીવોસ્ટિક પીસી

પોકેટ પીસીનો ડોંગલની જેમ ઉપયોગ કરી શકાય છે. ઈન્ટેલ પાવર્ડ પીસી વિન્ડોઝ 10 OS પર કામ કરે છે. પીસી સાથે HDMI એક્સટેન્શન, USB ટુ માઈક્રો USB ડેટા કેબલ, પાવર એડોપ્ટર અને એક માઉન્ટ મળે છે. તેની લંબાઈ 135mm, પહોળાઈ 36mm અને જાડાઈ 16.5mm છે. તેની કિંમત 13,450 રૂપિયા છે. વીવોસ્ટિકમાં USB 3.0 અને USB 2.0 પોર્ટ મળે છે. તેમાં 3.5mmનો ઓડિયો જેક પણ મળે છે. આ પોકેટ પીસીને ટીવી અથવા મોનિટર સાથે કનેક્ટ કરી શકાય છે.

 • તેને ટ્રાવેલિંગ દરમિયાન પ્રેઝન્ટેશન માટે ઉપયોગ કરી શકાય છે. પ્રોજેક્ટરમાં તેનો ડાયરેક્ટર એક્સેસ કરી શકાય છે.
 • તેમાં ઈન્ટેલ અટમ x5-Z8350 ક્વૉડ કોર પ્રોસેસર સાથે 2GB LPDDR3 અને 32GB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે.
 • આસુસ એક વર્ષ માટે 100GB વેબ સ્ટોરેજ સ્પેસ ફ્રી આપે છે.
 • તેમાં વાયરલેસ કનેક્ટિવિટી માટે વાઈફાઈ 802.11ac અને બ્લુટૂથ 4.1 કનેક્ટિવિટી મળે છે.
 • ડિવાઈસમાં એન્ટિવાઈરસ, રિમોટ ગો, મીડિયા સ્ટ્રીમ, ઓફિસ, બિઝનેસ મેનેજર સહિતનાં ફીચર મળે છે.

2. લિવા ક્યૂ મિની પીસી

આ પોકેટ કમ્પ્યૂટરની સાઈઝ હથેળી કરતાં પણ નાની છે. તેને પોકેટમાં રાખી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તેની કિંમત 15,500 રૂપિયા છે. તેમાં 4GBની રેમ અને 32GB eMMC મેમરી મળે છે. તેમાં ઈન્ટેલ પ્રોસેસર આપવામાં આવ્યું છે.

 • તે 4K વીડિયો સપોર્ટ કરે છે. અર્થાત તેના પર 3840x2160 પિક્સલ ક્વોલિટી વીડિયો જોઈ શકાય છે.
 • તેમાં HDMI પોર્ટ, 2 USB પોર્ટ અને માઈક્રો SD કાર્ડ સ્લોટ મળે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ અને બ્લુટૂથ મળે છે. તેમાં વિન્ડોઝ સાથે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ પણ મળે છે.

3. રાસ્પબેરી પાઈ ઝીરો ડબલ્યુ

રાસ્પબેરી પોકેટ પીસી બનાવનાર સૌથી જૂની કંપની છે. તેના પીસી ચિપ અથવા મધરબોર્ડની જેમ હોય છે. Raspberry Pi Zero Wની કિંમત આશરે 1500 રૂપિયા છે. પીસીમાં કી બોર્ડ, માઉસ, પાવર સપ્લાય અને ટીવી અથવા મોનિટર કનેક્ટ કરી કામ કરી શકાય છે. તેમાં Raspberry Pi સાથે વિન્ડો લાઈટ ઓપરેટિંગ સિસ્ટમ મળે છે.

 • પીસીમાં મેમરી કાર્ડ અટેચ કરી ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકાય છે. તેમાં માઈક્રો SD કાર્ડ સ્લોટ પણ મળે છે.
 • તમારા ફોનના 5V ચાર્જરથી પણ પીસીને પાવર આપી શકાય છે.
 • તેમાં ગૂગલ ક્રોમ પ્રિ ઈન્ટોલ્ડ મળે છે. તેના પર સર્ચિંગ કરી શકાય છે અને યુટ્યુબ પ્લે કરી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...