ન્યૂ લોન્ચ:Asusએ ગેમલવર્સ માટે 2 સ્માર્ટફોન લોન્ચ કર્યાં, ટ્રિપલ રિઅર કેમેરાથી સજ્જ આ ફોનની પ્રારંભિક કિંમત 49,999 રૂપિયા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

Asusએ ROG Phone 5s સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. ફોન 5s અને ફોન 5s પ્રો એમ બે મોડેલ લોન્ચ કરવામાં આવ્યાં છે. આ સિરીઝ ખાસ ગેમલવર્સ માટે તૈયાર કરવામાં આવી છે. તેમાં સ્નેપડ્રેગન 888+ પ્રોસેસર સાથે Adreno 660 GPU આપવામાં આવ્યું છે. ફોનમાં 6,000mAhની પાવરફુલ બેટરી પણ મળશે. ગેમિંગ એક્સપિરિયન્સ વધારવા માટે 6.78-ઇંચની ફુલ-HD+ સેમસંગ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 144Hz છે.

આ સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 18 ફેબ્રુઆરીથી શરૂ થશે
આ સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 18 ફેબ્રુઆરીથી શરૂ થશે

Asus ROG ફોન 5s, 5s પ્રોની કિંમત
આસુસ ROG ફોન 5sના 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. તેનાં 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 57,999 રૂપિયા છે. ROG Phone 5s Proની કિંમત 79,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 18 ફેબ્રુઆરીથી શરૂ થશે. તમે ફોનને ફેન્ટમ બ્લેક અને સ્ટોર્મ વ્હાઇટ કલર વેરિઅન્ટમાં ખરીદી શકશો.

ફોનમાં 6.78-ઇંચની ફુલ-HD+ સેમસંગ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે
ફોનમાં 6.78-ઇંચની ફુલ-HD+ સેમસંગ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે

Asus ROG ફોન 5s અને 5s પ્રોનાં સ્પેસિફિકેશન્સ

  • આ ફોન ડ્યુઅલ નેનો સિમને સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઇડ 11 આધારિત ROG UI ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. બંને ફોનમાં 6.78-ઇંચની ફુલ-HD+ (1,080x2,448 પિક્સલ) સેમસંગ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 144Hz છે અને ટચ સેમ્પલિંગ રેટ 360Hz છે. તે HDR10+ને સપોર્ટ કરે છે. બંને સ્માર્ટફોનમાં 2.5D કર્વ્ડ ગ્લાસ આપવામાં આવ્યો છે, જે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
  • ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 888+ પ્રોસેસર સાથે Adreno 660 GPU આપવામાં આવ્યું છે. તેમાં 12GB LPDDR5 રેમ સાથે 256GB UFS 3.1 સ્ટોરેજનો ઓપ્શન છે. કંપની પાછળથી 18GB LPDDR5 રેમ અને 512GB UFS 3.1 સ્ટોરેજ ઓપ્શન પણ આપશે.
  • બંને સ્માર્ટફોન ટ્રિપલ રિઅર કેમેરાથી સજ્જ છે. તેમાં 64-મેગાપિક્સલનો સોની IMX686 પ્રાઈમરી સેન્સર, 13-મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ અને 5-મેગાપિક્સલનો મેક્રો સેન્સર સામેલ છે. સેલ્ફી માટે 24-મેગાપિક્સલનો કેમેરા લેન્સ આપવામાં આવ્યો છે. ફોનમાં ડ્યુઅલ ફ્રંટ સ્ટીરિયો સ્પીકર્સ સાથે 3.5mm ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, Wi-Fi 6, Wi-Fi ડાયરેક્ટ, બ્લુટૂથ v5.2, NFC અને USB ટાઇપ-C પોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 6,000mAhની પાવરફુલ બેટરી પણ આપવામાં આવી છે.