ભારતમાં તાઈવાનની પ્રમુખ ટેક કંપની આસુસે 17,999 રૂપિયાથી લઈને 24,999 રૂપિયા સુધીની રેન્જના 6 નવાં લેપટોપ લોન્ચ કર્યાં છે. કોરાનાકાળને કારણે બાળકોનો અભ્યાસ ઓનલાઈન બન્યો છે. સાથે જ વર્ક ફ્રોમ હોમનું ચલણ પણ વધ્યું છે. તેવામાં આ લેપટોપ્સ તમારું કામ સરળ બનાવશે. આ લેપટોપ લૉ બજેટ હોવા છતાં સારાં ફીચર્સથી સજ્જ છે.
આસુસના 6 લેપટોપ
આસુસના નવાં લેપટોપની રેન્જમાં ક્રોમબુક ફ્લિપ C214, ક્રોમબુક C223, ક્રોમબુક C423 અને ક્રોમબુક C523 સામેલ છે. આ સિવાય અલગ ટેક્નોલોજીથી સજ્જ ક્રોમબુક C423 ટચ અને ક્રોમબુક C523 નોન ટચ વેરિઅન્ટમાં અવેલેબલ છે. કંપનીનું કહેવું છે કે, આ નવી અફોર્ડેબલ ક્રોમબુક રેન્જ સારી ડિસ્પ્લે એક્સપિરિઅન્સ માટે 80% સ્ક્રીન ટુ બોડી રેશિયો આપે છે. તમામ લેપટોપ ઈન્ટેલ સેલેરોન N સિરીઝ પ્રોસેસર પર કામ કરે છે અને ક્રોમ OS પર રન કરે છે.
C223, C523 (વિધાઉટ ટચ) અને C423ની કિંમત
આસુસ ક્રોમબુક C223 સૌથી સસ્તું મોડેલ છે. તેની કિંમત 17,999 રૂપિયા છે. આસુસ ક્રોમબુક C423 નોન ટચ વેરિઅન્ટ 19,999 રૂપિયામાં મળે છે. આસુસ ક્રોમબુક C523નું નોન ટચ મોડેલ 20,999 રૂપિયામાં ખરીદી શકાશે.
C223, C523 (વિધાઉટ ટચ) અને C423નાં સ્પેસિફિકેશન
આસુસ ક્રોમબુક C223 લેપટોપમાં 11.6 ઈંચની ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1366x768 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 16:9 છે. C523માં 15.6 ઈંચની FHD સ્ક્રીન અને 16:9નો આસ્પેક્ટ રેશિયો મળે છે. નોન ટચ વેરિઅન્ટમાં ટચસ્ક્રીન ક્ષમતા સિવાય તમામ ફીચર્સ અને સ્પેસિફિકેશન એક જેવાં છે.
C523 (ટચ), C423 (ટચ) અને C214ની કિંમત
આસુસ ક્રોમબુક C214 અને C523નાં ટચ વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા અને 24,999 રૂપિયા છે. સાથે જ આસુસ ક્રોમબુક ફ્લિપ C214 લેપટોપ 23,999 રૂપિયામાં મળે છે.
C523 (ટચ), C423 (ટચ) અને C214નાં સ્પેસિફિકેશન
ક્રોમબુક C214, C423 અને C523 64GB સ્ટોરેજ સાથે આવે છે જ્યારે C223માં 32GBનું સ્ટોરેજ મળે છે. તમામ મોડેલમાં 4GBની રેમ મળે છે. કનેક્ટિવિટી માટે તમામ લેપટોપમાં ટાઈપ A પોર્ટ, માઈક્રો SD કાર્ડ સ્લોટ અને એક ઓડિયો જેક મળે છે. C523માં 16:9 આસ્પેક્ટ રેશિયો ધરાવતી 15.6 ઈંચની FHD ટચ સ્ક્રીન મળે છે.
C214 લેપટોપ સ્ટુડન્ટ ડેડિકેટેડ
ક્રોમબુક ફ્લિપ C214 લેપટોપને ખાસ વિદ્યાર્થીઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ 360 ડિગ્રી કન્વર્ટેબલ ટચ સ્ક્રીન ડિસ્પ્લે, ડ્યુઅલ કેમેરા સાથે આવે છે. તેમાં એક ઓટોફોકસ કેમેરા છે. આ લેપટોપને ટેબ્લેટ મોડમાં પણ વાપરી શકાય છે. લેપટોપ મિલિટ્રી ગ્રેડ ડ્યુરેબિલિટી સાથે આવે છે. તેની કિંમત 23,999 રૂપિયા છે. તે 11.6 ઈંચની LED સાથે 1366x768 પિક્સલ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.