• Gujarati News
  • Utility
  • Gadgets
  • Artificial Meat And Recycled Products Can Be A Good Option To Avoid The Problem Of Climate Change And Global Warming.

યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાથી બચવા માટે આર્ટિફિશિયલ મીટ અને રિસાયકલ પ્રોડક્ટ સારા ઓપ્શન સાબિત થઈ શકે છે

અભિષેક તેલંગ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્લાઈમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગ જેવી સમસ્યા એક વૈશ્વિક સમસ્યા છે. તેની અવગણના કરવી જોઈએ નહિ. જોકે આપણે દરરોજ એવા કામ કરીએ છીએ જેના કારણે આ સમસ્યા વધી રહી છે. જો તમે આ સમસ્યા વધારવા તમારું યોગદાન આપવા માગતા નથી તો તમે આ પરિવર્તન લાવી શકો છો.

1. LED લાઈટ્સનો ઉપયોગ
પેટ્રોલ, ડીઝલ જેવા બળતણના ઉપયોગને કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તેના બદલે તમે ઈલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરી શકો છો. બને તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ કરી શકો છો.

આ સિવાય તમે ઘરમાં LED લાઈટનો ઉપયોગ કરી શકો છો. LED બલ્બ સામાન્ય બલ્બની સરખામણીએ 90% ઓછી એનર્જી કન્ઝ્યુમ કરે છે. આ સિવાય એનર્જી સેવ કરવા માટે હંમેશાં ધ્યાન રાખો કે તમારા સ્માર્ટફોન સહિત અન્ય ગેજેટ્સને ઓવરચાર્જ ન કરો તેનાથી ગેજેટ ખરાબ થાય છે અને એનર્જી પણ વેસ્ટ થાય છે.

2. આર્ટિફિશિયલ મીટ
પશુઓને મારવાથી પણ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થાય છે. તેમને મારવાથી એન્વાયર્મેન્ટ સાયકલ ડિસ્ટર્બ થાય છે. બને ત્યાં સુધી તમે પ્લાન્ટ બેઝ્ડ ફૂડ કન્ઝ્યુમ કરો. જો તમારે નોનવેજ અથવા મીટ ખાવું જ હોય તો પ્લાન્ટ બેઝ્ડ મીટ સારો ઓપ્શન છે. તમે લેબ બેઝ્ડ મીટ પણ ખાઈ શકો છો. તેનો સ્વાદ અસલ મીટ જેવો જ હોય છે.

એનિમલ સ્કિન બેઝ્ડ ક્લોધિંગને બદલે તમે સિન્થેટિક લેધરનો ઉપયોગ કરી શકો છો. એપલ, સેમસંગ અને શાઓમી સહિતની કંપની પ્લાસ્ટિક વેસ્ટથી વિવિધ ક્લોધિંગ બનાવવાના પ્રયાસ કરી રહી છે.

3. રિસાયકલ

તમે હવે જે ગેજેટ્સનો ઉપયોગ ન કરવાના હો તેને રિસાયકલિંગમાં આપો. જેથી તેના પાર્ટ્સને અન્ય પ્રોડક્ટમાં પરિવર્તિત કરી શકાય. જો ગેજેટ રિપેર કરી ફરી લોન્ચ કરી શકાય તો તે પ્રોડક્ટને રિફર્બિશ્ડ પ્રોડક્ટ તરીકે વેચવામાં આવે છે.