એપલ ઇવેન્ટ 2022:એપલની આગામી આઇફોન-14 સિરીઝ આજે લોન્ચ થશે, આ રીતે લાઇવ ઇવેન્ટ નિહાળી શકો છો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એપલની અપકમિંગ આઇફોન-14 સિરીઝ 7 સપ્ટેમ્બરે, એટલે કે આજે લોન્ચ થશે. 2020 પછી આ પહેલી ફિઝિકલ ઈવેન્ટ હશે. દર વર્ષની જેમ આ વર્ષની એપલ ઈવેન્ટ પણ કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોના એપલ પાર્કમાં થશે. કંપનીના નિમંત્રણમાં એનો સમય 10:00 am PT એટલે કે ભારતીય સમય મુજબ રાતના 10:30 વાગે થશે. આ વર્ષની એપલ ઈવેન્ટમાં આઇફોન-14, આઈફોન-14 મેક્સ, આઈફોન-14 પ્રો, આઈફોન-14 પ્રો મેક્સ અને આઈફોન-14 મિની લોન્ચ થઈ શકે છે. આ સાથે જ કંપની એપલ વોચ-8 સિરીઝને ડિસ્પ્લે અને બોડી ટેમ્પરેચર સેન્સર સહિત હેલ્થ ફીચર્સ સાથે લોન્ચ કરી શકે છે.

આઇફોન-14 લોન્ચ ઇવેન્ટને આ રીતે લાઈવ નિહાળી શકશો
એપલની કેલિફોર્નિયા સ્ટ્રીમિંગ ઇવેન્ટ 7 સપ્ટેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આ ઇવેન્ટ એપલના પેજ અને એની ઓફિશિયલ યુ-ટ્યૂબ ચેનલ પર પણ સ્ટ્રીમ કરવામાં આવશે. યુઝર્સ સ્ટ્રીમિંગની લાઇવ થવાની સૂચનાઓ માટે અગાઉથી રિમાઇન્ડર્સ પણ સેટ કરી શકે છે.

લોન્ચના 2 મહિનાની અંદર મળશે ‘મેડ ઇન ઈન્ડિયા આઇફોન-14’
આઇફોન-14 રિલીઝના બે મહિનાની અંદર એપલ એને ભારતમાં બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, કંપનીએ આ પગલું ફોન લોન્ચ કર્યા પછી પ્રોડકશનમાં 6-9 મહિનાનો જે ગેપ આવે છે એને ઘટાડવા માટે ભર્યું છે. એપલ લાંબા સમયથી ભારતમાં આઈફોન બનાવી રહ્યું છે, પણ નવા મોડલનું પ્રોડકશન અહીં ખૂબ જ મોડેથી શરૂ થાય છે. કંપની સૌથી પહેલા ચીનમાં પોતાના નવા આઈફોન બનાવવાનું શરૂ કરે છે.

આઈફોન-14 સિરીઝની અંદાજિત કિંમત
આઈફોન-14ની કિંમત 799 ડોલર (અંદાજિત 64,000 રૂપિયા)થી શરૂ થવાની આશા છે. આ ઉપરાંત આઈફોન-14 પ્રો અને આઈફોન-14 પ્રો મેક્સની કિંમત ગયા વર્ષના આઈફોન-13 પ્રો અને આઈફોન-13 પ્રો મેક્સની તુલનામાં 100 ડોલર (અંદાજે 8,000 રૂપિયા) વધી શકે છે.

આઈફોન-14 સિરીઝ ડિસ્પ્લે
આઈફોન-14 મિનીમાં 5.4 ઈંચની ડિસ્પ્લે સાઈઝ મળી શકે છે. જોકે આઈફોન-14 અને આઈફોન-14 પ્રોની ડિસ્પ્લે સાઈઝ 6.1 ઈંચ હશે અને આઈફોન-14 મેક્સ તથા આઈફોન-14 પ્રો મેક્સમાં 6.7 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. આગામી આઇફોન-14 સિરીઝના સ્ટાન્ડર્ડ મોડલ્સમાં અગાઉની સિરીઝની તુલનામાં વધુ ફેરફાર જોવા મળશે નહીં. જોકે આઇફોન-14 પ્રો મોડલમાં ડબ્બા આકારની પંચ-હોલ ડિસ્પ્લે પેનલ જોવા મળી શકે છે. વળી, આ બંને ડિવાઇસ એપલ A16 બાયોનિક ચિપસેટ સાથે આવશે. એ જ સમયે અગાઉની સિરીઝના A15 બાયોનિક ચિપસેટનો ઉપયોગ આઇફોન-14 અને આઇફોન-14 મેક્સમાં કરવામાં આવશે.

આઇફોન-14 પ્રો મેક્સમાં 4,325 mAhની બેટરી છે
આઇફોન-14 સિરીઝમાં પણ બેટરીની કેપેસિટી વધી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આઇફોન-14માં 3,279 mAhની બેટરી અને આઇફોન-14 પ્રોમાં 3,200 mAhની બેટરી હોઈ શકે છે. એ જ રીતે આઇફોન-14 મેક્સમાં 4,325 mAhની બેટરી મળશે. આ સિવાય પ્રો મોડલ્સ USB 3.0 સ્પીડ (5Gbps)ની સાથે અપગ્રેડેડ લાઇટનિંગ કનેક્ટર સાથે આવી શકે છે.

આઇફોન-14 પ્રો મેક્સમાં 48 મેગાપિક્સલનું વાઇડ-એંગલ સેન્સર
એનાલિસ્ટ મિંગ-ચી કુઓના જણાવ્યા મુજબ, આઇફોન-14 સિરીઝમાં f/1.9 અપર્ચર લેન્સ અને ઓટોફોકસ સાથે અપગ્રેડેડ ફ્રન્ટ કેમેરા મળી શકે છે. કુઓએ એવો પણ દાવો કર્યો હતો કે 14 પ્રો અને 14 પ્રો મેક્સમાં પાછળના ભાગમાં 48 મેગાપિક્સલનું વાઇડ-એંગલ સેન્સર આપવામાં આવી શકે છે.