એપલ આજે રાતે યોજાનાર ઈવેન્ટમાં આઈફોન 12 સિરીઝ પરથી સસ્પેન્સ ઉઠાવી શકે છે. આ ઈવેન્ટ ભારતીય સમયાનુસાર રાતે 10:30 વાગ્યે શરૂ થશે. કંપનીએ આ ઈવેન્ટનું નામ હાઈ સ્પીડ રાખ્યું છે. કંપની નેક્સ્ટ જનરેશન આઈફોનમાં સ્પીડ વધારી શકે છે. જોકે કંપની જે સ્પીડની વાત કરે છે તે સ્પીડને જૂના મોડેલમાં સ્લો કરવાનો કેસ સેટલ કરવા માટે 3600 કરોડ રુપિયા ચૂકવ્યા છે.
2017 પહેલાં જે આઈફોન ખરીદવામાં આવ્યા હતા, તેમાં કંપની પર જાણીજોઈને સિસ્ટમ સ્લો કરી હોવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ કંપનીએ યુઝર્સને 50 કરોડ ડોલર અર્થાત 3600 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જૂના આઈફોન સ્લો કરવા માટે એપલ પર અમેરિકાના સૈન જૌસ જિલ્લાની અદાલત પર કેસ દાખલ થયો હતો.
શું હતો સમગ્રો કેસ? એપલે વર્ષ 2017માં તેની ઓપરેટિંગ સિસ્ટમમાં નવી અપડેટ iOS 11 રિલીઝ કરી હતી. આ ઓપરેટિંગ સિસ્ટ અપડેટ કર્યાં બાદ આઈફોન SE, આઈફોન 6, આઈફોન 6 પ્લસ, આઈફોન 6s, આઈફોન 7 અને આઈફોન 7 પ્લસમાં પર્ફોર્મન્સ મેનેજમેન્ટ ફીચર આવ્યું હતું. આ ફીચરને કારણે આ મોડેલ સ્લો થયા હતા. જ્યારે કંપની પર સ્પીડ સ્લો કરવાનો આરોપ લાગ્યો તો તેણે આ વાત સ્વાકારી પણ હતી. જોકે કંપનીનું કહેવું હતું કે જૂના આઈફોનની લાઈફ વધારવા માટે કંપની આ કામ કરતી હતી.
નવા આઈફોન વેચવા માટે સિસ્ટમ સ્લો કરી હોવાનો આરોપ
આવું શા માટે કરે છે એપલ?
વિવાદો સાથે એપલનો જૂનો સંબંધ
એપલનું નામ ઘણીવાર વિવાદોમાં ફસાઈ ચૂક્યું છે. એપ્સને કારણે કંપનીને સૌથી વધુ શરમનો સામનો કરવો પડ્યો છે. એપલ સ્ટોરમાં ઘણી એવી એપ્સ હતી જેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. આ એવી એપ્સ હતી જેને કંપનીએ યુઝર્સના એન્ટરટેઈનમેન્ટ માટે iOS પર રાખી હતી. પરંતુ પાછળથી તેને કાઢી નાખવી પડી હતી. તેમાં ગર્લ અરાઉન્ડ મી, બેબી શેકર, ગેટો ટ્વિટ, મી સો હોલી, મિસ્ટર ચેકપોઇન્ટ, ડોર ઓફ હોપ, આઈ એમ રિચ જેવી ઘણી એપ્લિકેશન્સ સામેલ છે.
1. વર્ડપ્રેસ સાથે એપલનો વિવાદ
લગભગ બે મહિના પહેલા એપલ અને વર્ડપ્રેસ વચ્ચે વિવાદ થયો હતો. એપલ એપ સ્ટોર પર વર્ડપ્રેસ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. જેની પર યુઝર્સ ફ્રી વેબસાઇટ બનાવી શકશે. જ્યારે કંપનીએ એપ્લિકેશનની નવી અપડેટ બહાર પાડી ત્યારે એપલે તેની એબિલિટી ન આપી. જેને પગલે વર્ડપ્રેસના ફાઉન્ડર ડેવલપર મેટ મુલેનવેગે એપલ પર એપ્લિકેશન અપડેટ નહીં કરવાનો આરોપ લગાવ્યો. મેટે એક ટ્વીટ કરતા લખ્યું હતું કે iOS પર વર્ડપ્રેસ એપમાં થોડા સમયથી અપડેટ કેમ આપવામાં નથી આવી રહી. જો કે, પાછળથી એપલે એક નિવેદનમાં કહ્યું હતું કે અમારી અને વર્ડપ્રેસ વચ્ચે ચાલી રહેલી સમસ્યાનું હવે સમાધાન આવી ગયું છે.
2. એપિક અને એપલનો વિવાદ
આ વર્ષે જ એપલનો અમેરિકન ગેમિંગ કંપની એપિક ગેમ્સ સાથે પણ વિવાદ થયો હતો. એપલે આ કંપનીની પોપ્યુલર એક્શન ગેમ ફોર્ટનાઇટને તેના સ્ટોર પરથી રિમૂવ કરી હતી. એપલે કહ્યું કે આ ગેમ તેના સ્ટોરમાંથી એટલે રિમૂવ કરવામાં આવી છે કે કારણ કે એપિક ગેમ્સે કંપનીને બાયપાસ કરીને યુઝર્સ માટે ડાયરેક્ટ પેમેન્ટ પ્લાન લોન્ચ કર્યા છે. ગૂગલ તેના પ્લે સ્ટોર અને એપલ તેના એપ સ્ટોર પરથી આ ગેમની ખરીદદારી પર 30% આવક મેળવે છે. જો કે, તે સમયે આ ગેમને ગૂગલે પણ તેના પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી દીધી હતી.
3. સેમસંગ સાથે આઇફોન પેટન્ટ વિવાદ
એપલ અને સેમસંગ વચ્ચે 7 વર્ષનો પેટન્ટ વિવાદ જૂન 2018માં પૂરો થયો હતો. આઇફોનની ડિઝાઇન કોપી કરવા અંગે આ પેટન્ટ સામે વિરોધ વર્ષ 2011માં શરૂ થયો હતો. શરૂઆતમાં કોર્ટે એપલની તરફેણમાં ચુકાદો આપતાં સેમસંગને 1 અબજ ડોલરનો દંડ ફટકાર્યો હતો. જો કે, આ કેસ અહીં સમાપ્ત નહોતો થયો. એપલે સેમસંગ પર ટેપ ટૂ ઝૂમ, હોમ સ્ક્રીન એપ્લિકેશન ગ્રિડ અને લેઆઉટ જેવા બેઝિક ફંક્શન ચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જ્યુરીએ પણ માન્યું હતું કે સેમસંગે આવું કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.