• Gujarati News
  • Utility
  • Gadgets
  • Apple's Foldable IPhone To Come With Self Healing Screen Say Report, Minor Wear And Tear, Scratches And Dent Will Fix It By Itself

રિપોર્ટ:એપલ સેલ્ફ હીલિંગ ડિસ્પ્લેવાળો ફોલ્ડેબલ આઈફોન બનાવી રહી છે; સ્ક્રેચ અને ડેન્ટ આપમેળે રિપેર કરશે

2 વર્ષ પહેલા
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • ફોલ્ડેબલ ડિસ્પ્લે માટે એપલે સેમસંગ સાથે કરાર કર્યો
  • હાલ હુવાવે, મોટોરોલા અને સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોન અવેલેબલ છે

ટેક જાયન્ટ એપલ દમદાર આઈફોન અને તેના ફીચર્સથી ઘણી પોપ્યુલર છે. જલ્દી કંપની સેમસંગ, હુવાવે અને મોટોરોલાને ટક્કર આપવા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે એપલ એક સેલ્ફ હીલિંગ ડિસ્પ્લેવાળો ફોલ્ડેબલ આઈફોન પર કામ કરી રહી છે. આ ફોન એટલો એડવાન્સ છે કે તે નાની મોટી સ્ક્રેચને આપમેળે જ રિપેર કરી શકે છે.

એપલ ઈન્સાઈડર પ્રમાણે એપલે ‘ઈલેક્ટ્રોનિક ડિવાઈસિસ વિથ ફ્લેક્સિબલ ડિસ્પ્લે કવર લેયર્સ’ નામથી પેટન્ટ ફાઈલ કરાવી છે. જે ડેમેજને ઓછું કરી અને નુક્સાન આપમેળે રિપેર કરશે તેવી હિન્ટ આપે છે. તેથી કહી શકાય કે અપકમિંગ આઈફોન નવી ડિસ્પ્લે સેલ્ફ હીલિંગ ટેક્નોલોજીથી સજ્જ હશે.

હિન્જ ઉપર હશે ફ્લેક્સિબલ ડિસ્પ્લે
એપલની પેટન્ટ એપ્લિકેશન પ્રમાણે, આ ફોલ્ડેબલ ફોનમાં એક હિન્જ હોઈ શકે છે, જે ડિવાઈસને બેન્ડ એક્સિસથી ટર્ન લેવાની અનુમતિ આપશે. બેન્ડ એક્સિસની ઉપર પણ ડિસ્પ્લે હશે. તે કોઈ પણ ડેમેજ વગર સ્ક્રીનને ફ્લેક્સિબિલિટી આપશે.

ફર્સ્ટ જનરેશનના ફોલ્ડેબલ આઈફોનમાં આ ટેક્નોલોજી નહિ મળે
જોકે સેલ્ફ હીલિંગ ડિસ્પ્લે ફીચર ફોલ્ડેબલ આઈફોનની ફર્સ્ટ જનરેશનમાં નહિ મળે કારણ કે, એપલે સેમસંગને ડિસ્પ્લે સેમ્પલ ઉપલબ્ધ કરાવા માટે પહેલાંથી જ ઓર્ડર આપી દીધો છે. આઈસ યુનિવર્સના દાવા પ્રમાણે, એમ લાગે છે કે એપલે સેમ્પલ યુનિટનું ટેસ્ટિંગ કર્યું છે અને સેમસંગ ફોલ્ડેબલ ડિસ્પ્લેનો ઓર્ડર આપ્યો છે.

સેમસંગ ડિસ્પ્લે સપ્લાય કરે છે
રિપોર્ટ પ્રમાણે, સેમસંગ ફોલ્ડેબલ ડિસ્પ્લે સેગમેન્ટમાં આગળ છે અને બંને બ્રાન્ડના પરસ્પર સારા બિઝનેસ રિલેશન છે. તેથી ફોલ્ડેબલ ડિસ્પ્લેની આપૂર્તિ માટે સેમસંગ પર એપલ ભરોસો કરે તે વાત પચી જાય તેવી છે. સેમસંગ ડિમાન્ડને આધારે ફોલ્ડેબલ સ્ક્રીનના ઉત્પાદનને એક વર્ષમાં 10 મિલિયન યુનિટ સુધી લાવવા પર વિચાર કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...