અપકમિંગ:સપ્ટેમ્બર 2022માં એપલનો ફર્સ્ટ ફોલ્ડેબલ આઇફોન લોન્ચ થશે, અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેમસંગ ડિસ્પ્લે સપ્લાય કરશે અને બેરિંગ અનેક સપ્લાયર્સ દ્વારા બનાવવામાં આવશે
  • ન્યૂ નિક્કો મુખ્ય સપ્લાયર હશે અને હોન હાઈ કંપની હેન્ડસેટ અસેમ્બલ કરશે

એપલ તેનો ફર્સ્ટ ફોલ્ડેબલ આઇફોન ડેવલપ કરવા માટે જોરશોરથી કામ કરી રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, કંપની સપ્ટેમ્બર 2022માં તેનો પહેલો ફોલ્ડેબલ હેન્ડસેટ લોન્ચ કરવાની છે. એપલ આ માટે તાઇવાનની મટિરિયલ સપ્લાયર હોન હાઈ અને નિપ્પોન સાથે સતત સંપર્ક બનાવી રાખ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એપલ તેના પહેલા ફોલ્ડબલ આઇફોનમાં OLED અથવા માઇક્રો-LED સ્ક્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે, જે સેમસંગ દ્વારા બનાવવામાં આવશે. કંપની અત્યારે સ્ક્રીન અને બેરિંગના ટેસ્ટિંગમાં બિઝી છે.

તાઇવાની મીડિયા કંપની Money.udn.comએ સપ્લાય ચેન સોર્સને ટાંકીને જણાવ્યું કે, એપલ ખરેખર વર્ષ 2022માં તેનો પ્રથમ ફોલ્ડબલ આઇફોન લાવવા પર કામ કરી રહ્યું છે. કંપની અત્યારે ફોલ્ડેબલ આઇફોન સ્ક્રીન અને બેરિંગનું ટેસ્ટિંગ કરી રહી છે. સાઉથ કોરિયન કંપની સેમસંગ ડિસ્પ્લે સપ્લાય કરશે અને ઘણા સપ્લાયર્સ દ્વારા બેરિંગ બનાવવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ન્યૂ નિક્કો મુખ્ય સપ્લાયર હશે અને હોન હાઇ કંપની ફોલ્ડબલ હેન્ડસેટ એસેમ્બલ કરશે. હોન-હાઈને આઇફોન માટે એપલની સૌથી મોટી ફાઉન્ડ્રીમાંથી એક ગણાવવામાં આવ્યો છે.

હેન્ડસેટનું હેવી ટેસ્ટિંગ કરવામાં આવશે

  • નિપ્પોન નિપ્પોન પણ ફોલ્ડેબલ આઇફોન માટે બેરિંગની ખરીદી કરશે.
  • એપલ ફોલ્ડબલ હિન્જ્સ માટે તાઇવાની કંપની દ્વારા રિસર્ચ અને ડેવલપમેન્ટ પર બહુ આધાર રાખશે.
  • કોઈપણ ફોલ્ડબલ ફોનનો પાવર શોધવા માટે તેનું સખત ટેસ્ટિંગ કરવામાં આવે છે.
  • પાછલા ફોલ્ડબલ ફોનની ડ્યુરેબિલિટી માપવા માટે આ ફોનનું લગભગ એક લાખ વાર ટેસ્ટ કરવામાં આવ્યું.
  • ન્યૂ નિક્કો આ બેરિંગનું મોટાપાયે ઉત્પાદન કરશે.

એપલ પેટન્ટ ફાઇલ કરાવી ચૂકી છે
આ પહેલી વાર નથી જ્યારે આપણે એપલના ફોલ્ડેબલ ફોન વિશે સાંભળી રહ્યા છીએ. ફેબ્રુઆરીમાં એપલે ફોલ્ડેબલ ફોન માટે એક નવી હિન્જ ડિઝાઇનની પેટન્ટ કરવામાં આવી છે. પેટન્ટ જોઇને ખબર પડે છે કે, એપલ એક યૂનિક હિંજ ડિઝાઇન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે લચીલી સ્ક્રીન માટે બે ડિસ્પ્લે વચ્ચે પૂરતી જગ્યાને સક્ષમ કરે છે. હિંજ વચ્ચે બનાવવામાં આવેલી જગ્યા પણ ફ્રીઝ અથવા સ્ટ્રેસને રોકવા માટે એક વક્ર સ્થિતિમાં રહેવાની મંજૂરી આપે છે. તેને અચીવ કરવા માટે હિંજ મૂવેબલ ફ્લેપનો ઉપયોગ કરે છે.

ફોલ્ડબલ ફોનનું સેગમેન્ટ હજી પણ ટ્રેન્ડિંગ છે. ગયા વર્ષે સેમસંગે પહેલીવાર કમર્શિયલ ફોલ્ડેબલ ફોન શોકેસ કર્યો હતો. આ ફોલ્ડેબલ હેન્ડસેટમાં અનેક સમસ્યા સામે આવી, જેનાથી લોન્ચિંગ પોસ્ટપોન થયું. પરંતુ ત્યારબાદ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 2 લોન્ચ થયો, જે બહુ સ્મૂધ છે. એપલ તેની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને એક ફોલ્ડબલ આઇફોન લોન્ચ કરતાં પહેલાં બધી ભૂલોને કાઢવા માગે છે.