ટેક જાયન્ટ એપલ ઓનલાઈન સ્ટોર પર એન્યુઅલ એજ્યુકેશન ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા એલિજિબલ વિદ્યાર્થીઓ મેક અથવા આઈપેડની ખરીદી કરી શકશે. બેક ટુ સ્કૂલ ઓફર હેઠળ એપલ વિદ્યાર્થીઓને ફ્રી ગિફ્ટ્સ પણ આપશે. એપલનો પોતાનો ઓનલાઈન સ્ટોર પણ છે. તેના પરથી ભારતમાં સ્કૂલ જનારા વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને રજિસ્ટર્ડ સંસ્થાના શિક્ષકો લાભ ઉઠાવી શકે છે. આ ઓફરમાં અરપોડ્સ ફ્રીમાં આપવામાં આવશે.
ફ્રી એરપોડ્સ અપગ્રેડ કરી શકાશે
આ ઓફર હેઠળ જો વિદ્યાર્થીઓએ આઈપેડ પ્રો, આઈપેડ એર, મેકબુક, મેકબુક પ્રો, આઈમેક, મેક પ્રો અને મેક મિની ખરીદે છે તો તેમને એરપોડ્સ ફ્રીમાં મળશે. આ વાયર્ડ ચાર્જિંગવાળું એરપોડ મોડેલ છે. જો વિદ્યાર્થી હાયર વર્ઝન મોડેલ લેવા માગે તો વાયરલેસ ચાર્જિંગ મોડેલ માટે 4000 રૂપિયા અને અરપોડ પ્રો માટે 10,000 રૂપિયા આપવા પડશે. એરપોડ્સની કિંમત14,999 રૂપિયા, વાયરલેસ એરપોડ્સની કિંમત 18,900 રૂપિયા અને એરપોડ્સની કિંમત 24,900 રૂપિયા છે.
આ ઓફર્સ પણ મળશે
એપલ ફ્રી એરપોડ્સ સાથે કેટલીક પ્રોડક્ટ પર પણ ડિસ્કાઉન્ટ આપી રહી છે. વિદ્યાર્થીઓ મેકબુક ખરીદે છે તો તેમને એપલકેર પર 20% ડિસ્કાઉન્ટ મળશે. તો 49 રૂપિયાની એપલની મ્યુઝિકની મેમ્બરશિપ પણ લઈ શકશે. એપલ TV+ની મેમ્બરશિપ સાથે એપલ આર્કેડ મેમ્બરશિપ પણ 3 મહિના માટે ફ્રીમાં મળશે.
આ રીતે મળશે ઓફરનો ફાયદો
એપલની પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ માટે વિદ્યાર્થીઓએ કંપનીને જણાવાનું રહેશે કે તેઓ દેશની રજિસ્ટર સ્કૂલ અથવા ઓર્ગેનાઈઝેશનના વિદ્યાર્થી છે. જ્યારે વિદ્યાર્થી UNiDAYSનાં માધ્યમથી ઓફર માટે અરજી કરશે તો તેમણે પોતાની ડિટેલ સબમિટ કરવી પડશે. આઈડી, નંબર અને સ્કૂલના એડ્રેસ સહિતની વિગતો આપવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.