તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Apple WWDC 2021 Keynote Live Today Launches New IPadOS, MacOS, TvOS And WatchOS; How To Watch Livestream, What To Expect

WWDC ડેવલપર્સ કોન્ફરન્સ 2021:આજે રાતે 10:30 વાગ્યાથી શરૂ થશે ઈવેન્ટ, નવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે નવું મેકબુક લોન્ચ થવાની ચર્ચા

7 દિવસ પહેલા
  • iPadOS 15માં નવાં પ્રાઈવસી ઓરિઅન્ટેડ ફીચર ઉમેરાશે
  • watchOS 8માં નવાં હેલ્થ અને ફિટનેસ ફીચર્સ મળી શકે છે
  • નવાં મેકબુક પ્રોમાં ટચબારને બદલે ફિઝિકલ બટન મળશે

એપલની WWDC (વર્લ્ડ વાઈડ ડેવલપર કોન્ફરન્સ) 2021 આજે રાતે શરૂ થવા જઈ રહી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાને કારણે ઈવન્ટેનું આયોજન વર્ચ્યુઅલ થશે. આ ઈવેન્ટ ડેવલપર્સ પર ફોકસ્ડ હોય છે. તેમાં નવા ડિવાઈસ સાથે નવા સોફ્ટવેર લોન્ચ કરવામાં આવે છે. આ વર્ષે પણ નવી iOS, iPadOS, macOS, tvOS અને watchOS લોન્ચ થશે. ઈવેન્ટમાં નવું મેકબુક પ્રો લોન્ચ થવાના પણ સમાચારો વહેતા થયા છે.

આ રીતે જુઓ એપલની ઈવેન્ટ
એપલની આ ઈવેન્ટને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ સાથે યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે. Apple.com, એપલ ટીવી એપ, એપલ ડેવલપર એપ સાથે www.youtube.com/watch?v=0TD96VTf0Xs પર ઈવેન્ટની મજા માણી શકાશે. ઈવેન્ટ ભારતીય સમયાનુસાર આજે રાતે 10:30 વાગ્યે શરૂ થશે. ઈવેન્ટ 7 જૂનથી 11 જૂન સુધી ચાલશે.

WWDC 2021થી એક્સપેક્ટેશન
નવી ઓપરેટિંગ સિસ્ટમ

લીક રિપોર્ટ પ્રમાણે, આ ઈવેન્ટમાં iOS 15, iPadOS 15, macOS 12, WatchOS 8 લોન્ચ થઈ શકે છે. નવી ઓપરેટિંગ સિસ્ટમમાં નોટિફિકેશનમાં ફેરફાર જોવા મળશે. રાતે આવનારી નોટિફિકેશનના સાઉન્ડ આપમેળે બંધ થઈ જશે. iPadOS 15માં પણ પ્રાઈવસી ઓરિઅન્ટેડ ફીચર ઉમેરાશે. watchOS 8માં નવાં હેલ્થ અને ફિટનેસ ફીચર્સ મળી શકે છે.

નવા ડિવાઈસ લોન્ચ થશે
સામાન્ય રીતે ડેવલપર કોન્ફરન્સમાં હાર્ડવેર લોન્ચ થતાં નથી, પરંતુ આ ઈવેન્ટમાં એપલ 14 ઈંચ અને 16 ઈંચનું મેકબુક પ્રો લોન્ચ કરી શકે છે. તેમાં ટચબારને બદલે ફિઝિકલ બટન મળી શકે છે. સાથે જ મેકબુકમાં SD કાર્ડ સ્લોટ પણ મળી શકે છે. નવાં મેકબુકમાં એપલનું ઈનહાઉસ M1X પ્રોસેસર મળી શકે છે.

એપલ ગ્લાસ

છેલ્લા ઘણા વર્ષોથી એપલ AR ગ્લાસની ચર્ચા થઈ રહી છે. આ ઈવેન્ટમાં કંપની તેને લોન્ચ કે રજૂ કરી એપલ લવર્સને સરપ્રાઈઝ આપી શકે છે. એપલ એનાલિસ્ટ જોન પ્રોસેસના લીક પ્રમાણે એપલ ગ્લાસની ડિઝાઈન અન્ય સ્ટાન્ડર્ડ ગ્લાસ જેવી જ હશે પરંતુ તેના ફીચર્સમાં ઘણો તફાવત જોવા મળશે. હાલ તેમાં પ્લાસ્ટિક મિટિરિયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જોકે ફાઈનલ પ્રોડક્ટમાં મટિરિયલ બદલવામાં આવી શકે છે. તે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. તેમાં પ્લાસ્ટિકનું ચાર્જિંગ સ્ટેન્ડ પેડ મળશે. તેના પર AR ગ્લાસ ઊંધી દિશામાં મૂકી તેને ચાર્જ કરી શકાશે. AR ગ્લાસની મદદથી ફોટો, વીડિયો કેપ્ચર કરી શકાશે. સાથે જ આઈફોનની નોટિફિકેશન પણ તેમાં જોઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...