એપલ WWDC 2021:આઈફોન એરપોર્ટ પર ડિજિટલ આઈડીનું કામ કરશે, તો સિરી હવે ઈન્ટરનેટ વગર કામ કરશે; જાણો ઈવેન્ટની A TO Z ડિટેલ

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • iOS 15માં ફેસટાઈમનો ઓડિયો અને વોઈસ આઈસોલેશન અપડેટ મળશે
 • નવી અપડેટમાં એરપોડ્સ ફોનની રેન્જની બહાર જશે તેવું યુઝરને અલર્ટ મળશે
 • એપલ વોચની હેલ્થ એપ યુઝરનો બ્રિધિંગ રેટ ટ્રેક કરી તેની પેટર્ન જણાવશે

એપલે સોમવારે મોડી રાતે વર્લ્ડ વાઈડ ડેવલપર કોન્ફરન્સમાં પોતાની નવી OS અને એપ અપડેટની જાહેરાત કરી છે. કંપનીએ ડેવલપર્સ માટે iOS 15નો પ્રિવ્યૂ જાહેર કર્યો છે. ટેસ્ટિંગ થયા બાદ તેને યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે. અમેરિકાના એરપોર્ટ પર તમારો આઈફોન ડિજિટલ આઈડી તરીકે કામ કરશે. કોવિડ-19 મહામારીને કારણે આ ઈવેન્ટ વર્ચ્યુઅલી યોજાઈ છે. ઈવેન્ટ 11 જૂન સુધી ચાલશે. આવો જાણીએ ઈવેન્ટની તમામ ડિટેલ...

iOS 15નો પ્રિવ્યૂ જાહેર

 • ઈવેન્ટમાં iOS 15ના પ્રિવ્યૂની વાત પહેલાંથી જ કન્ફર્મ હતી. તેમાં ફેસટાઈમનો ઓડિયો અને વોઈસ આઈસોલેશન સાથે કેટલીક મહત્ત્વની અપડેટ કરવામાં આવી છે. બેકગ્રાઉન્ડ વોઈઝની ઈન્ટેન્સિટી ઓછી થશે.
 • ટેક્સ્ટ નોટિફિકેશન અને બિગ એપ આઈકોન પર કોન્ટેક્ટ ફોટો સાથે નોટિફિકેશન એક નવાં સ્વરૂપે જોવા મળશે. iOS 15માં નવા ફિલ્ટર મોડ મળશે. તેને અલગ અલગ ગતિવિધિ દરમિયાન કઈ સૂચનાઓ પર ફોકસ કરવા માગો છો તેને કસ્ટમાઈઝ કરી શકાશે.

ફેસટાઈમમાં નવાં ફીચર્સ

 • એપલે તેની વીડિયો અને મ્યુઝિક શેર ફેસટાઈમ એપમાં નવું કોલિંગ શેરપ્લે ફીચર અટેચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોલ પર અન્ય એપ સાથે સિન્ક કરેલા કન્ટેન્ટ જોઈ શકશે અને સાંભળી શકાશે. કોલ દરમિયાન જ એપલ ટીવી ડિવાઈસ પર કન્ટેન્ટ કાસ્ટ કરી શકાશે અથવા પિક્ચર ઈન પિક્ચરનો ઉપયોગ કરી એક જ સ્ક્રીન પર બે વસ્તુઓ જોઈ શકાશે.
 • શેરપ્લે એપલ ટીવી અને મ્યુઝિક માટે જ સીમિત નહિ રહે. આ એક API છે તેમાં ડેવલપર્સ તેમની સર્વિસિસ મર્જ કરી શકે છે. ડિઝ્ની પ્લસ, હુલુ, ટિકટોક અને અન્ય એપ્સ પહેલાંથી જ બોર્ડ પર અવેલેબલ છે. આ સુવિધા એવા યુઝર્સને પણ મળશે, જે વેબ માટે નવા ફેસટાઈમનો ઉપયોગ કરી કોલ અટેન્ડ કરશે.
 • હવે ફેસટાઈમ કોલ Spatial ઓડિયો સપોર્ટ સાથે આવશે. આ કોલ ઘણો નેચરલ અને સ્મૂધ થઈ જશે. જ્યારે સ્ક્રીન પર તમામ લોકો ભેગા થશે ત્યારે એકદમથી અવાજ સંભળાવવા લાગશે. ફેસટાઈમ વોઈસ આઈસોલેશન સાથે વધુ સારી રીતે કામ કરશે અને બેકગ્રાઉન્ડ નોઈઝ બંધ કરશે. યુઝર વોઈઝ આઈસોલેશનને બદલે વાઈડ સ્પેક્ટ્રમ ઓડિયોનો ઉપયોગ કરી શકે છે.
 • હવે તેમાં ગ્રિલ વ્યૂ અને પોટ્રેટ મોડ પણ મળશે. તે બેકગ્રાઉન્ડને ઓટોમેટિકલી બ્લર કરી દેશે. યુઝર કોલમાં સામેલ થવા માટે ફેસટાઈમ લિંક બનાવી શકે છે. તે એન્ડ્રોઈડ, વિન્ડોઝ અને વેબ પર સપોર્ટ કરશે.

એપલ એરપોડ્સ સાંભળવા અને શોધવા વધુ સરળ બન્યા

 • એપલે એરપોડ્સની ક્વોલિટી સુધારી છે. તેમાં વોઈસ કેપેસિટી વધારવામાં આવી છે સાથે જ ફાઈન્ડ માય સપોર્ટ અને નોટિફિકેશનની વિશાળ રેન્જ સામેલ કરાઈ છે.
 • કન્વર્ઝેશન બૂસ્ટ ફીચર એ લોકોની મદદ કરશે જેમને સામેવાળાની વાત સાંભળતા સમયે તકલીફ પડતી હોય.
 • એરપોડ્સ મેસેજ અને ટેક્સ્ટ રીડ કરી શકે છે. હવે તે અન્ય નોટિફિકેશન પણ સંભળાવશે. તે હવે મેક અને એપલ ટીવી પર પણ સપોર્ટ કરશે.
 • જો તમારા એરપોડ્સ ખોવાઈ જાય તો ફિકર નોટ નવાં ફીચરની મદદથી એરપોડ્સ પણ શોધી શકાશે. એરપોડ્સ જેવાં ફોનની રેન્જની બહાર જશે તેવું યુઝરને અલર્ટ મળશે.

એરપોર્ટ પર ટૂંક સમયમાં આઈફોન IDનું કામ કરશે

 • એપલે તેની વોલેટ એપમાં અપડેટ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. અપડેટ બાદ અમેરિકાના એરપોર્ટ પર યુઝર તેમના આઈફોનને ડિજિટલ આઈડી તરીકે રજૂ કરી શકે છે. નવાં ફીચરની મદદથી ડ્રાઈવિંગ લાયસન્સ સ્કેન કરી શકાશે.
 • કંપનીનું કહેવું છે કે, તે TSA સાથે કામ કરી રહી છે, જેથી આઈફોનને એરપોર્ટ સુરક્ષા કેબિન પર ઓળખાણ તરીકે ઉપયોગ કરી શકાય. તે હોટેલ્સને એપલ વોલેટનાં માધ્યમથી રૂમની ચાવીનો એક્સેસ આપવા માટે કામ કરી રહી છે. વોલેટ એપમાં હોમ કીઝ અને વર્ક કીઝની પણ જાહેરાત કરાઈ છે.

એપલે મેલ અને સફારીમાં પ્રાઈવસી ફીચર અટેચ કર્યું

 • એપલ હંમેશા યુઝરની પ્રાઈવસી સિક્યોરિટી માટે ફોકસ રહે છે. આ ઈવેન્ટમાં પણ કંપપીએ મેલ અને સફારીમાં પાવરફુલ પ્રાઈવસી ફીચર ઉમેર્યાં છે.
 • મેલમાં ટ્રેકિંગ પિક્સલ ફીચર ઉમેરાશે. તેથી મેલ ક્યારે ઓપન કરવામાં આવ્યો તે સેન્ડર જોઈ શકશે. હવે યુઝર પોતાનો IP એડ્રેસ છૂપાવી શકશે.

ઈન્ટરનેટ વગર કામ કરશે સિરી

 • એપલનું વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ સિરી હવે ડિફોલ્ટ તરીકે ઓડિયો ઓન ડિવાઈસ પ્રોસેસ કરશે. અર્થાત તે ઈન્ટરનેટ કનેક્શન વગર પણ કામ કરશે. અપગ્રેડેડ સિરી વધારે રિસ્પોન્સિવ હશે.
 • એપલનું કહેવું છે કે ઓડિયો ડિવાઈસ પર સિરીનો ઉપયોગ વધારે પ્રાઈવેટ બન્યો છે. તે ક્લાઉડ પર ડેટા સેન્ટ કરવાને બદલે ડિવાઈસ પર મશીન લર્નિંગ સુવિધાઓ લાગુ કરવા માટે કંપનીની વેલ સ્ટેબિલાઈઝ્ડ પ્રિફરન્સનું ઈમ્પ્લિમેન્ટેશન કરે છે.

નવાં હેલ્થ ફીચર્સ સાથે watchOS 8ની જાહેરાત

 • ઈવેન્ટમાં એપલે watchOS 8ની જાહેરાત કરી છે, જે એપલ વોચ માટે લેટેસ્ટ OS છે. પહેલાં તે ડેવલપર્સને મળશે. ત્યારબાદ તેને તમામ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.
 • એપલ નવી માઈન્ડફુલ એપ શરૂ કરવા જઈ રહી છે. બ્રીધ એપ યુઝરને યોગ્ય રીતે શ્વાસ લેવામાં મદદ કરશે. તે યુઝરને આરામ કરવા માટે નવાં એનિમેશન અને અન્ય ફીચર્સ સાથે આવશે.
 • ફિટનેસ એપ પર તાઈ ચી અને પાઈલેટ્સ માટે વર્કઆઉટના અનેક પ્રકાર મળી રહ્યા છે. એપલ વોચની હેલ્થ એપ યુઝરનો બ્રિધિંગ રેટ ટ્રેક કરશે અને જણાવશે કે તે સામાન્ય પેટર્ન છે કે કેમ.
અન્ય સમાચારો પણ છે...