એક સમયે મ્યુઝિક લવર્સની પસંદ રહેલા અને સ્ટેટસ સિમ્બોલ બની ચૂકેલા આઈપોડ હવે એપલ નહીં બનાવે. ટેક કંપનીએ સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે. જો કે તમે એપલ સ્ટોર્સમાં વર્તમાન સપ્યાલ પૂરો થાય ત્યાં સુધી તેને ખરીદી શકો છો. આઈપોડને 21 વર્ષ પહેલા 23 ઓક્ટોબર 2001ના રોજ લોન્ચ કરવામાં આવ્યા હતા. તે પહેલા MP3 પ્લેયર હતા જે 1,000 કરતા વધુ ગીતો અને 10 કલાકની બેટરીને સ્ટોર કરવામાં સક્ષમ હતા.
એપલના વર્લ્ડવાઈડ માર્કેટિંગના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ગ્રેગ જોસ્વિયાકે જણાવ્યું કે, એપલમાં મ્યુઝિક હંમેશાં કોરનો ભાગ રહ્યો છે. તેમણે કહ્યું કે, કંપનીની તમામ પ્રોડક્ટ્સ જે એપલ મ્યુઝિકની સાથે આવે છે, તેમાં આઈપોડ હંમેશાં જીવંત રહેશે.
આઈફોન અને અન્ય પ્રોડક્ટના કારણે લોકપ્રિયતા ઓછી થઈ
એપલે છેલ્લા થોડા વર્ષોમાં આઈપોડના ડઝનેક વર્ઝન રિલીઝ કર્યા હતા, પરંતુ આઈફોન અને અન્ય પ્રોડક્ટમાં પણ એપલ મ્યુઝિક મળવાથી તેની લોકપ્રિયતા ઓછી થવા લાગી. આ કારણે કંપનીએ 2014થી આઈપોડના મોડલ્સને તબક્કાવાર રીતે બંધ કરવાનું શરૂ કરી દીધું. 2014માં કંપનીએ આઈપોડ ક્લાકિસ બનાવવાનું બંધ કર્યું હતું. 2017માં એપલે પોતાના સૌથી નાના મ્યુઝિક પ્લેયર આઈપોડ નેનો અને આઈપોડ શફલને બંધ કરી દીધું.
2007માં લોન્ચ થયું હતું ટચ સ્ક્રીન મોડલ
આઈપોડનું એકબીજું મોડલ આઈપોડ ટચ જે ટચ સ્ક્રિન મોડલ છે તેને 2007માં લોન્ચ કરવામાં આવ્યું હતું. છેલ્લે તેને 2019માં અપડેટ કરવામાં આવ્યું હતું. તેની કિંમત 199 ડોલર છે, એટલે કે લગભગ 15,400 રૂપિયા. તેમાં યુઝર્સને ટચ સ્ક્રિન અને ઈન્ટરનેટ સપોર્ટ મળે છે. તેને ખરીદનારા મોટાભાગના તે લોકો છે, જે આઈફોન જેવો એક્સપિરિયન્સ ઈચ્છે છે, પરંતુ ફોન નહીં. સ્ટોરમાં મોડલનો સપ્લાય ઉપલબ્ધ રહે ત્યા સુધી તેને ખરીદી શકાશે.
2001-2019 સુધી 7 આઈપોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.