એપલ વૉચ સિરીઝ 7 ભારતમાં લોન્ચ:8 ઓક્ટોબરથી સેલ શરૂ થશે, તમે વર્કઆઉટ બંધ કરશો તો કાઉન્ટિંગ આપોઆપ બંધ થઈ જશે, પ્રારંભિક કિંમત 41,900 રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો ‘એપલ વૉચ સિરીઝ 7’ 15 ઓક્ટોબરથી ઓફલાઈન ખરીદી શકાશે

ફાઈનલી એપલે ભારતમાં વૉચ સિરીઝ 7 લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ સિરીઝ આઈફોન 13 સિરીઝ સાથે લોન્ચ કરી હતી, પણ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચિંગનો ખુલાસો કર્યો નહોતો. જો કે, હવે આ વૉચ ભારતીયો પણ ખરીદી શકશે. આ કંપનીની મોંઘી અને સૌથી પ્રીમિયમ વૉચ છે.

8 ઓક્ટોબરથી સેલ શરૂ થશે

  • એપલ વૉચનો સેલ 8 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. 15 ઓક્ટોબરથી ઓફલાઈન ખરીદી શકાશે. કંપનીના લિસ્ટિંગ પ્રમાણે, આ મૉડલની પ્રારંભિક કિંમત 41,900 રૂપિયા છે.
મોડલકિંમત
GPS + 41mm GPS41,900 રૂપિયા
GPS + 45mm GPS44,900 રૂપિયા
GPS + સેલ્યુલર 41 mm, એલ્યુમિનિયમ કેસ50,900 રૂપિયા
GPS+ સેલ્યુલર 45 mm, એલ્યુમિનિયમ કેસ53,900 રૂપિયા
GPS + સેલ્યુલર 41 mm, સ્ટેનલેસ સ્ટીલ કેસ69,900 રૂપિયા
GPS + સેલ્યુલર 45 mm, સ્ટેનલેસ સ્ટીલ કેસ73,900 રૂપિયા
  • એપલ વૉચ SE 29,000 રૂપિયા અને એપલ વૉચ સિરીઝ 3ને 20,900 રૂપિયા ખર્ચી ખરીદી શકશો.

એપલ વૉચ સિરીઝ 7ના સ્પેસિફિકેશન
એપલ વૉચ સિરીઝ 7માં આઉટડોર સાઇક્લિંગ માટે સારો સપોર્ટ મળશે. જો તમે સાઇક્લિંગ કરવાનું બંધ કરી દેશો તો વૉચ વર્કઆઉટ સેશન ઓટોમેટિક કાઉન્ટ કરવાનું બંધ કરી દેશે. બાઈક કે પછી કોઈ ટ્રિપ દરમિયાન દુર્ઘટના થવા પર ફોલ સપોર્ટ ફીચર ઇમર્જન્સી સર્વિસનો કોન્ટેક્ટ કરશે. ફિટનેસ પ્લસ એપ દ્વારા તમે મિત્રો સાથે વર્કઆઉટ શૅર કરી શકશો. વૉચ એલ્યુમિનિયમ વેરિફિકેશનના 5 કલર ઓપ્શન બ્લેક, ગોલ્ડ, બ્લૂ, રેડ અને ડાર્ક ગ્રીન કલરમાં ખરીદી શકશો.