ટેક ગુરુ અભિષેક તેલંગ સાથે Tech Talk:નવા યુઝર્સ માટે એપલ વોચ સિરીઝ 7 બેસ્ટ ઓપ્શન, પહેલા કરતા સારી ડિઝાઈન અને ફીચર્સ

અભિષેક તેલંગ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એપલ વોચ સિરીઝ 7 નવી છે અને પહેલા કરતા સારી છે. લેટેસ્ટ વોચ OS8 પર ચાલે છે. પરંતુ શું તે ખરીદવા લાયક છે કે નહીં? અન્ય સ્માર્ટવોચની કોમ્પિટિશન કરતા તે કેટલી સારી છે. આજે એ જાણીશું.

1. સારી સ્ક્રીન
કોઈપણ સ્માર્ટવોચની પહેલી ઈમ્પ્રેશન તેની સ્ક્રીનથી જ પડે છે. એપલ વોચ સિરીઝ 7માં આ વખતે ગયા મોડલ કરતા મોટી સ્ક્રીન છે. સ્ક્રીનની ચારેય તરફ બેઝલ્સને પાતળી કરવામાં આવી છે. જેનાથી એપલ વોચ સિરીઝ 7ની ડિસ્પ્લે આકર્ષક દેખાય છે. વધુ સ્ક્રીન રિયલ એસ્ટેટ હોવાને કારણે નવી એપલ વોચથી એક વખતમાં તમે વધારે ઈન્ફોર્મેશન એક્સેસ કરી શકશો. વધારે મોટી સ્ક્રીન હોવાથી આ વખતે એપલ વોચ સિરીઝ 7 પર ફૂલ ક્વાર્ટી કીબોર્ડ પણ આપવામાં આવ્યું છે. જેનાથી વોચ પર લાંબા મેસેજ ટાઈપ કરી શકાય છે. તેની સાથે જ એપલ વોચ સિરીઝ 7ની ડિસ્પ્લેને પહેલા કરતા વધારે બ્રાઈટ બનાવવામાં આવી છે. જેનાથી તેની સ્ક્રીનનું આઉટડોર પરફોર્મન્સ વધુ સારું થઈ ગયું છે. માત્ર સ્ક્રીનની બ્રાઈટનેસ જ નહીં પરંતુ ઓલ્વેજ ઓન ડિસ્પ્લેની બ્રાઈટનેસ પણ વધારે વધારવામાં આવી છે.

2. સારી બેટરી લાઈફ
એપલ વોચના યુઝર્સ તમને સારી રીતે જણાવી શકે છે કે, એપલ વોચની સૌથી મોટી ખામી જો કોઈ છે તો તે તેની કમજોર બેટરી લાઈફ છે. એપલે સિરીઝ 7ની સાથે આ ફરિયાદને થોડી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. મેં એક અઠવાડિયા કરતાં વધુ સમય માટે એપલ વોચ સિરીઝ 7નો ઉપયોગ કર્યો અને આ દરમિયાન એપલ વોચ સિરીઝ 7એ લગભગ 20-22 કલાક સુધી સાથ આપ્યો. જો કે, કોમ્પિટિશનમાં જ્યાં ચાઈનીઝ સ્માર્ટવોચ, એક અઠવાડિયા સુધીની બેટરી લાઈફ સાથે આવે છે, ત્યાં એપલ વોચને તમારે દરરોજ ચાર્જ કરવી પડે છે. જો કે, અગાઉની તમામ એપલ વોચની તુલના કરતા આ વખતે બેટરી સારી ચાલે છે અને હવે તે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે પણ આવે છે.

3. પહેલા કરતા સારી ડિઝાઈન અને ફીચર્સ
ડિઝાઈનની બાબતમાં એપલ વોચમાં જૂની ડિઝાઈન ફિલોસ્પી અપનાવવામાં આવી છે, તેમજ એપલ તેના દરેક વર્ઝનની સાથે વધુ પ્રેક્ટિકલ અને વધારે રફ એન્ડ ટફ બનાવી રહી છે. એપલે આ વખતે સિરીઝ 7ને વોટરની સાથે ડસ્ટ રેઝિસ્ટન્સ પણ બનાવી છે. ફોલ ડિટેક્શન જેવા ઘણા કામના ફીચર્સને વધારે સારા બનાવવામાં આવ્યા છે. TaiChi જેવા ઘણા નવા ફિટનેસ એક્ટિવિટીઝને તેમાં ઉમેરવામાં આવ્યા છે. વોચ OS8ના કારણે અગાઉના ફીચર્સ કરતા પણ વધુ સારી અને ફિટનેસ અને હેલ્થ સાથે કનેક્ટેડ ડેટાનું કેલ્ક્યુલેશન અને એનાલિસિસ પણ પહેલા કરતા સચોટ છે. પરંતુ એપલ વોચ સિરીઝ 7માં આ વખતે કોઈ નવા હેલ્થ સેન્સર નથી ઉમેરવામાં આવ્યા.

એપલ વોચ સિરીઝ 7 આ વખતે માર્કેટમાં વેચવામાં આવી રહેલી સૌથી સારી સ્માર્ટવોચ છે. જો તમે અત્યાર સુધી એપલ વોચ નથી ખરીદી અને નવી સ્માર્ટવોચ ખરીદવા માગો છો તો એપલ વોચ સિરીઝ 7 સારી છે.

અન્ય સમાચારો પણ છે...