તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોચ કમ્પેરિઝન:એપલની સૌથી સસ્તી વોચ છે સિરીઝ 3 અને નવી SE, તો પણ બંનેની કિંમતમાં 9 હજાર રૂપિયાનું અંતર; ખરીદી કરતાં પહેલાં જાણી લો બંને વોચમાં શું અંતર છે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એપલે 15 સપ્ટેમ્બરની વર્ચ્યુઅલ ઈવેન્ટમાં તેની નવી SE વોચ લોન્ચ કરી છે
  • વોચ સિરીઝ 3 અને વોચ SEની કેસ સાઈઝ અલગ અલગ છે

એપલે તેની 15 સપ્ટેમ્બરની ઈવેન્ટમાં તેની નવી SE વોચ લોન્ચ કરી છે. આ કંપનીની સસ્તી સ્માર્ટવોચમાં સામેલ છે. અત્યાર સુધી એપલની સૌથી સસ્તી વોચ એપલ વોચ સિરીઝ 3 હતી. વોચ SE સિરીઝ 3ની સરખામણીએ મોંઘી છે. જોકે તેમાં એડવાન્સ ફીચર આપવામાં આવ્યાં છે. બંને વોચની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશનમાં શું અંતર છે આવો જાણીએ...

1. કિંમતમાં કેટલો અંતર?

એપલ વોચ સિરીઝ 3 કંપનીની થર્ડ જનરેશન વોચ છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 20,900 રૂપિયા છે. તેનાં નવાં વેરિઅન્ટની કિંમત જાહેર કરવામાં આવી નથી. તેના બેઝિક વેરિઅન્ટમાં GPS ફીચર મળે છે. તો કંપનીની લેટેસ્ટ SE વોચનાં GPS વેરિઅન્ટની કિંમત 29,900 રૂપિયાથી શરૂ થાય છે. તેનાં GPS+ સેલ્યુલર વેરિઅન્ટની કિંમત 33,900 રૂપિયા છે. અર્થાત SE સિરીઝ 3 કરતાં 9 હજાર રૂપિયા મોંઘી છે.

2. કેસ સાઈઝનું અંતર

સિરીઝ 3નાં 42mm અને 38mm કેસ સાઈઝ વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તો કંપનીએ SEનાં પણ 44mm અને 40mmનાં 2 વેરિઅન્ટ લોન્ચ કર્યાં છે. બંનેના બેઝ અને ટોપ વેરિઅન્ટમાં 2mmનું અંતર છે. અર્થાત SEમાં સિરીઝ 3 કરતાં મોટી ડિસ્પ્લે મળે છે.

3. ડિસ્પ્લે સાઈઝમાં અંતર

સિરીઝ 3નાં 38mm વેરિઅન્ટનું રિઝોલ્યુશન 272x340 પિક્સલ છે અને 42mmનું રિઝોલ્યુશન 312x390 પિક્સલ છે. તો બીજી તરફ વોચ SEનાં 40mm વેરિઅન્ટનું રિઝોલ્યુશન 324x394 પિક્સલ છે અને 44mm વેરિઅન્ટનું રિઝોલ્યુશન 368x448 પિક્સલ છે. બંને વોચમાં રેટિના ડિસ્પ્લે મળે છે. બંને વોચ સ્વિમપ્રૂફ છે. કંપનીનો દાવો છે કે સિરીઝ 3ની સરખામણીએ SEમાં 30% વધારે ડિસ્પ્લે મળે છે.

4. બંને વોચનાં ફીચર

બંને વોચમાં બ્લડ ઓક્સિજન સેન્સર અને ECG નહિ મળે. વોચ SEમાં સેકન્ડ જનરેશન ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર, ઈમર્જન્સી SOS ફીચર મળશે. સિરીઝ 3માં પણ આ ફીચર મળશે.

સિરીઝ 3માં ઈન્ટરનેશલ ઈમર્જન્સી કોલિંગ ફીચર નહિ મળે જ્યારે વોચ SEમાં આ ફીચર મળશે. SEમાં કોલ ડિટેક્શન, કમ્પાસ અને ઓલવેઝ ઓન એલ્ટિમીટર મળે છે. સિરીઝ 3માં માત્ર એલ્ટિમીટર મળે છે. SEનું સ્પીકર 50% વધારે લાઉડ છે. SEનાં બંને વેરિઅન્ટ GPS અને સેલ્યુલરમાં 32GBનું સ્ટોરેજ મળે છે. સિરીઝ 3નાં GPS વેરિઅન્ટમાં 8GBનું સ્ટોરેજ મળે છે.

5. ચિપ, કનેક્ટિવિટી અને બેટરીમાં અંતર
સિરીઝ 3માં S3 ડ્યુઅલ કોર પ્રોસેસર અને W2 એપલ વાયરલેસ ચિપ મળે છે. તો વોચ SEમાં S5 64 બિટ ડ્યુઅલ કોર પ્રોસેસર અને W3 એપલ વાયરલેસ ચિપ મળે છે. બંને વોચમાં વાઈફાઈ 802.11b/g/n 2.4GHz મળે છે. જોકે SEમાં બ્લુટૂથ 5.0 અને સિરીઝમાં બ્લુટૂથ 4.2 મળે છે. બંને વોચ મેગ્નેટિક ચાર્જિંગ કેબલથી સજ્જ છે. બંને વોચનું બેટરી બેકઅપ 18 કલાકનું છે.

અન્ય સમાચારો પણ છે...