એપલ Unleashed ઈવેન્ટ:મેકબુક પ્રોનાં 14 ઈંચ અને 16 ઈંચ વેરિઅન્ટ લોન્ચ થયાં, નવાં વોઈસ પ્લાનથી તમારા અવાજે મ્યુઝિક કન્ટ્રોલ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેકબુક પ્રોનાં બંને વેરિઅન્ટમાં થન્ડરબોલ્ટ કનેક્ટિવિટી મળે છે
  • થર્ડ જનરેશન એરપોડ્સથી સતત 6 કલાકનું મ્યુઝિક બેકઅપ આપે છે

ટેક જાયન્ટ એપલે સોમવારની મોડી રાતની Unleashed ઈવેન્ટમાં મેકબુક પ્રો, થર્ડ જનરેશન એરપોડ્સ, હોમપેડ મિની સહિતની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. ઈવેન્ટમાં ઈનહાઉસ M1 મેક્સ ચિપથી સજ્જ મેકબુક પ્રોની બોલબાલા રહી છે. કંપનીનો દાવો છે કે આ મેકબુક કોઈ હાઈએન્ડ PCની સરખામણીએ 3.3ગણું વધારે ફાસ્ટ પર્ફોર્મન્સ આપે છે. તેની મેમરી બેન્ડવિથ 400GB/s છે. એપલની આ ઈવેન્ટમાં લોન્ચ થયેલી મલ્ટિપલ પ્રોડ્ક્ટસનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ જાણીએ...

14.2 ઈંચનું મેકબુક પ્રો થન્ડરબોલ્ટ કનેક્ટરથી ચાર્જ થશે

  • આ મેકબુક પ્રોમાં નોચ ડિસ્પ્લે મળે છે. તેમાં M1 પ્રો અને મેક્સ ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. થન્ડરબોલ્ટ કનેક્ટિવિટી સાથે તેમાં HDMI પોર્ટ અને SD કાર્ડ રીડર પણ મળે છે. આ એપલના મેગસેફ 3 ચાર્જિંગ સપોર્ટ કરે છે. USB ટાઈપ C પોર્ટથી ચાર્જ ન થવા પર તેને થન્ડરબોલ્ટ કનેક્ટરથી ચાર્જ કરી શકાશે.
  • આ મેકબુકમાં 120Hz પ્રો મોશન ડિસ્પ્લે મળે છે. તેમાં લિક્વિડ રેટિના પ્રો XDR સ્ક્રીન મળે છે. તેમાં જૂની જનરેશન જેવા જ બેઝલ્સ મળે છે. ડિસ્પ્લે પર FHD વેબકેમ મળે છે. જોકે તે ફેસ ID સિક્યોરિટી ફીચર સપોર્ટ કરતો નથી. ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 3024x1964 પિક્સલ છે. લોન્ચિંગ સાથે કંપનીએ તેનું પ્રી બુકિંગ પણ શરૂ કર્યું છે. તેની પ્રારંભિક કિંમત 1999 ડોલર (આશરે 1.50 લાખ રૂપિયા) છે.

16.2 ઈંચના મેકબુક પ્રોમાં 6 સ્પીકર મળશે

  • 14.2 ઈંચ વેરિઅન્ટની જેમ આ મેકબુકમાં પણ M1 પ્રો અને M1 મેક્સ ચિપ મળે છે. તેમાં FHD 1080 પિક્સલનો વેબકેમ મળે છે. કંપનીનો દાવો છે કે તે ઓછા પ્રકાશમાં સારું પર્ફોર્મન્સ આપે છે. તેનાં સિલ્વર અને સ્પેસ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
  • આ મેકબુક પ્રોના મોડેમને રીડિઝાઈન કરવામાં આવ્યું છે. તેનું વજન 2.13 કિલોગ્રામ અને થિકનેસ 16.8mm છે. તેના ટચબારને ફિઝિકલ કી સાથે રિપ્લેસ કરવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે તેમાં HDMI પોર્ટ સાથે થન્ડરબોલ્ટ 4 પોર્ટ, હેડફોન જેક અને SD કાર્ડ સ્લોટ મળે છે. તેમાં 6 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ સપોર્ટ મળે છે. તેની પ્રારંભિક કિંમત 2,499 ડોલર (આશરે 1.88 લાખ રૂપિયા) છે.

નવાં એરપોડ્સથી સતત 6 કલાક મ્યુઝિકની મજા માણી શકાશે

  • એપલે ઈવેન્ટમાં થર્ડ જનરેશન એરપોડ્સ પણ લોન્ચ કર્યાં છે. તે કંપનીના પોપ્યુલર TWS ઈયરબડ્સ છે. તેમાં હાર્ડ પ્લાસ્ટિકનો પ્રયોગ થયો છે. 2016 બાદ પ્રથમ વખત તેના ફોર્મ ફેક્ટરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
  • આ ઈયરબડ્સ સ્વૅટ અને વૉટર રેઝિસ્ટન્સ છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જ બાદ ઈયરબડ્સ 6 કલાકનું બેકઅપ આપે છે. ઈયરબડ્સમાં સ્પેટિયલ ઓડિયો અને ડોલ્બી એટમોસ મ્યુઝિક મિક્સ પર ફોક્સ કરવામાં આવ્યો છે. તે આઈફોન, આઈપેડ, મેક, એપલ વોચ, એપલ ટીવી સહિતની અન્ય એપલ પ્રોડક્ટ્સ સાથે કમ્પેટિબલ છે. તેની કિંમત 179 ડોલર (આશરે 13,500 રૂપિયા) છે.

હોમપેડ મિનીમાં નવાં કલર્સ

એપલના હોમપેડ મિની સ્પીકરમાં નવાં કલર્સ ઉમેરાયાં છે. સિરી સપોર્ટ કરતાં આ સ્પીકરમાં અગાઉના વ્હાઈટ અને સ્પેસ ગ્રે કલર સાથે હવે યલો, ઓરેન્જ અને બ્લૂ કલર ઉમેરાયાં છે. જોકે કંપનીએ તેની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેની કિંમત 99 ડોલર (આશરે 7500 રૂપિયા) છે.

નવો વોઈસ પ્લાન

આ ઈવેન્ટમાં કંપનીએ તેનો નવો વોઈસ પ્લાન પણ લોન્ચ કર્યો છે. આ મંથલી પ્લાનની કિંમત 4.99 ડોલર (આશરે 375 રૂપિયા) છે. આ પ્લાન એક્ટિવ કરાવ્યા બાદ તમે કોઈ પણ એપલ ડિવાઈસ પર એપલ મ્યુઝિક કન્ટેન્ટ માટે સિરી વોઈસ અસિસ્ટન્ટ અથવા તમારા વોઈસથી કમાન્ડ આપી શકો છો. આ પ્લાન 17 દેશમાં અવેલેબલ છે. આ પ્લાનની સીધી ટક્કર એમેઝોન મ્યુઝિક ઈકો પ્લાન સાથે થશે. તેની કિંમત 3.99 ડોલર (આશરે 300 રૂપિયા) છે. તે એલેક્સા વોઈસ અસિસ્ટન્ટની રિક્વેસ્ટ પર ઈકો અને ફાયર ટીવી ડિવાઈસ ઓપરેટ કરે છે.