રિપોર્ટ / વર્ષ 2021 સુધી એપલ 2 નવા આઈપેડ લોન્ચ કરશે, બંને મોડેલમાં 20વૉટનું પાવર અડોપ્ટર મળશે

Apple to launch two new iPad  by 2021, both models to have 20-watt power adapter
X
Apple to launch two new iPad  by 2021, both models to have 20-watt power adapter

  • એપલ વર્ષના અંત સુધીમાં 10.8 ઈંચનું અને વર્ષ 2021માં 8.5 ઈંચનું આઈપેડ લોન્ચ કરશે
  • 10.8 ઈંચનું મોડેલ હાલના 10.2 ઈંચ અથવા 10.5 ઈંચ આઈપેડ એરનું સ્થાન લેશે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 12:40 PM IST

ટેક જાયન્ટ એપલ 2 નવા આઈપેડ લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર, કંપની આ વર્ષના અંત સુધીમાં 10.8 ઈંચનું અને વર્ષ 2021માં 8.5 ઈંચનું આઈપેડ લોન્ચ કરશે.

એપલ એનાલિસ્ટ મિંગ શી કુઓના જણાવ્યા અનુસાર, 10.8 ઈંચનું મોડેલ હાલના 10.2 ઈંચ અથવા 10.5 ઈંચ આઈપેડ એરનું સ્થાન લેશે. ટેક વેબસાઈટ MacRumorsના રિપોર્ટ પ્રમાણે 8.5 ઈંચનું આઈપેડ મિની સિરીઝનું નવું મોડેલ હશે.

બંને આઈપેડમાં 20વૉટનું પાવર અડોપ્ટર મળશે
કુઓના જણાવ્યા પ્રમાણે, આઈપેડના બંને વેરિઅન્ટમાં 20 વૉટનું પાવર અડોપ્ટર મળશે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની આઈફોન 12 સિરીઝમાં પાવર અડોપ્ટર નહીં આપે. આઈફોનને ઓછી કિંમતમાં વેચવા માટે કંપની આ સ્ટ્રેટેજી અપનાવી શકે છે.

એપલ મિની LED ટેક્નોલોજી પર કામ કરી રહી છે
એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, એપલ ભવિષ્યમાં હાર્ડવેર પ્રોડક્ટ માટે મિની LED ડિસ્પ્લે ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જોકે, હાલ મહામારીને લીધે તેને વર્ષ 2021 સુધી પાછી ઠેલવી છે. એનાલિસ્ટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2021માં એપલ મિની LED પ્રોડક્ટ શિપમેન્ટમાં 300% અને વર્ષ 2022માં 225% વૃદ્ધિ થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી