હવે એપલની ડિજિટલ સ્ટ્રાઇક:ચાઇનીઝ એપ સ્ટોર પરથી 39 હજાર ગેમ્સ ઉડાવી દીધી, કહેવા છતાં નિશ્ચિત સમયમાં લાયસન્સ નહોતું દર્શાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એપલે કુલ 46,000થી વધારે એપ્સ રિમૂવ કરી, જેમાં ગેમિંગ એપ્સ પણ સામેલ છે
  • સ્ટોર પર ઉપલબ્ધ ટૉપ 1500 પેઈડ ગેમ્સમાંથી હવે માત્ર 74 જ બચી શકી

એપલે ગુરુવારે પોતાના ચાઈના સ્ટોર પર 39,000 ગેમિંગ એપ્સ હટાવી છે, જે એક દિવસમાં અત્યાર સુધીનું સૌથી મોટું રિમૂવલ છે કારણ કે કંપનીએ તમામ ગેમ પબ્લિશર્સ માટે વર્ષના અંત સુધી લાયસન્સ પ્રાપ્ત કરવાની સમય સીમા નક્કી કરી હતી. ચાઈનીઝ ઓથોરિટીના લાયસન્સ વગરની ગેમ્સ રોકવા માટે કાર્યવાહી કરી છે.

એપલે કુલ 46 હજાર એપ્સ રિમૂવ કરી

  • એપલે 39,000 ગેમ્સ સાથે પોતાના સ્ટોર પરથી કુલ 46,000થી વધારે એપ્સ રિમૂવ કરી હતી. રિસર્ચ ફર્મ Qimaiના જણાવ્યા પ્રમાણે, રિમૂવ કરવામાં આવેલી ગેમ્સમાં યુબીસોફ્ટ ટાઈટલ એશિયન્સ ક્રિડ આઈડેન્ટિટી અને NBA 2K20 જેવી ગેમ્સ સામેલ છે.
  • Qimaiના ડેટા પ્રમાણે, એપલ સ્ટોર પર અવેલેબલ ટૉપ 1500 પેઈડ ગેમ્સમાંથી હવે માત્ર 74 જ બચી છે. જોકે એપલે આ કાર્યવાહી અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી.

31 ડિસેમ્બર સુધીની ટાઈમલાઈન

  • એપલે શરૂઆતમાં ગેમ પબ્લિશર્સને સરકાર દ્વારા અપાતા લાયસન્સ નંબર રજૂ કરવા માટે જૂનના અંત સુધીનો સમય આપ્યો હતો. કંપનીએ ત્યારબાદ તેને લંબાવી પબ્લિશર્સને 31 ડિસેમ્બરનો સમય આપ્યો હતો.
  • ચીનના એન્ડ્રોઈડ એપ સ્ટોરે લાયસન્સ પર નિયમોનું પાલન કર્યું છે. જોકે આ વર્ષે એપલ કડકાઈ કેમ દર્શાવી રહી છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

કોઈ ખામી ન રહે તે માટે કાર્યવાહી

  • નિષ્ણાતોએ કહ્યું કે આ કાર્યવાહી કોઈ આશ્ચર્યની વાત નથી. એપલ ચીનના કન્ટેન્ટ રેગ્યુલેટર્સને અનુરુપ ખામી દૂર કરવા માટે આવી કાર્યવાહી કરે છે.
  • એપઈનચાઈનાના ટોડ કુહન્સનું કહેવું છે કે- આ કાર્યવાહીનો અર્થ માત્ર એ પેઈડ ગેમ્સ સ્વીકાર કરવી છે જેની પાસે ગેમિંગ લાયસન્સ છે.
અન્ય સમાચારો પણ છે...