ઓનલાઈન સ્ટોર:એપલ ભારતમાં તેનો પ્રથમ ઓનલાઈન સ્ટોર 23 સપ્ટેમ્બરે શરૂ કરશે, ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકોને ઓફર મળશે; ગ્રાહકો પ્રોડક્ટ પર તેમની સિગ્નેચર બનાવી શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં એપલ સ્ટોર શરૂ થતાં ગ્રાહકો હવે એપલથી ડાયરેક્ટ ખરીદી કરી શકશે
  • અત્યાર સુધી એપલ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ કંપનીનાં માધ્યમથી તેની પ્રોડક્ટ વેચતી હતી

આશરે 33 વર્ષ બાદ એપલ ઓનલાઈન રિટેલ સ્ટોર શરૂ કરવા જઈ રહી છે. કંપની ભારતમાં 23 સપ્ટેમ્બરે તેનો પ્રથમ ઓનલાઈન સ્ટોર ખોલશે. એપલે તેના મીડિયા બ્લોગનાં માધ્યમથી આ માહિતી આપી છે. હવે ગ્રાહકોએ એપલ પ્રોડક્ટ માટે થર્ડ પાર્ટી સ્ટોર પર નિર્ભર નહિ રહેવું પડે. અત્યાર સુધી એપલ એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ કંપનીનાં માધ્યમથી તેની પ્રોડક્ટ વેચતી હતી.

ટિમ કૂકનું ટ્વીટ
એપલના CEO ટીમ કૂકે ટ્વીટ કરી લખ્યું કે અમારા માટે ગ્રાહકોના સંપર્કમાં રહેવું મહત્ત્વનું છે. અમે 23 સપ્ટેમ્બરે અપલના ઓનલાઈન સ્ટોર સાથે ગ્રાહકો સાથે કનેક્ટ થવાની અને ભારતમાં એક્સપાન્ડ થવા માટે રાહ જોઈ શકતા નથી.

ઓનલાઈન સ્ટોરમાં કઈ પ્રોડક્ટ મળશે?
એપલના આ ઓનલાઈન સ્ટોરમાં આઈફોન, આઈપેડ, આઈપૉડ, મેકબુક, એપલ વોચ, એપલ ટીવી, આઈમેક જેવી પ્રોડક્ટ મળશે. આ તમામ પ્રોડક્ટના અલગ અલગ મોડેલ અને વેરિઅન્ટ પણ મળશે.

એક્સપર્ટ ગ્રાહકોની મદદ કરશે
એપલના ઓનલાઈન સ્ટોર પર કસ્ટમર હેલ્પનો ઓપ્શન હિન્દી અને અંગ્રેજીમાં મળશે. એપલ એક્સપર્ટ ગ્રાહકોને નવી પ્રોડક્ટ્સ વિશે માહિતી આપશે અને ગ્રાહકોના પ્રશ્નોના જવાબ આપશે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં કસ્ટમરને ટ્રેડ ઈન પ્રોગ્રામ સાથે ફાઈનાન્શિયલ વિકલ્પ પણ મળશે. ઓનલાઈન સ્ટોર પર ડિસ્કાઉન્ટ સાથે એપલકેર પ્લસ પણ ખરીદી શકાશે.

ફેસ્ટિવ સિઝનમાં ઓફર મળશે
કંપની ગ્રાહકો માટે ફેસ્ટિવ સિઝનમાં ખાસ ઓફર્સની પણ જાહેરાત કરશે. ઓક્ટોબરમાં શરૂ થનારા ફેસ્ટિવ સિઝનમાં વિદ્યાર્થીઓને મેક અને આઈપેડ પર ડિસ્કાઉન્ટ મળશે. ફેસ્ટિવ સિઝનમાં ગ્રાહકો પ્રોડક્ટ પર તેમની સિગ્નેચર પણ બનાવી શકશે. પ્રિન્ટની સુવિધી ઈમોજી સાથે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, કન્નડ, મરાઠી, તમિળ અને તેલુગુમાં ઉપલબ્ધ હશે. આ સર્વિસ આઈપેડ અને એપલ પેન્સિલ પર પણ મળશે.

અન્ય સમાચારો પણ છે...