તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ:એપલ આ વર્ષે એપ્રિલ મહિનામાં નવો આઈફોન લોન્ચ કરી શકે છે, જાણો તેનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

2 મહિનો પહેલા
 • લીક રિપોર્ટ પ્રમાણે અપકમિંગ આઈફોનમાં હોમ બટન નહિ હોય
 • નવા આઈફોનમાં એક રિયર અને એક ફ્રન્ટ કેમેરા મળશે

ટેક જાયન્ટ એપલ સામાન્ય રીતે પ્રીમિયમ સેગમેન્ટના આઈફોન્સ લોન્ચ કરે છે. જોકે ગત વર્ષે કંપનીએ બજેટ આઈફોન iPhone SE લોન્ચ કર્યો છે. હાલ તેની કિંમત 39,900 રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે એપલ iPhone SEનો સક્સેસર iPhone SE 3 અથવા iPhone SE (2021) લોન્ચ કરી શકે છે.

નવો બજેટ આઈફોન એપ્રિલ મહિનામાં લોન્ચ થઈ શકે છે. સાથે જ કંપની એરપોડ્સ પ્રો પણ લોન્ચ કરી શકે છે. તાજેતરમાં જ અપકમિંગ આઈફોનના કેટલાક રેન્ડર્સ (ગ્રાફિક્સથી બનેલી તસવીરો) લીક થયાં છે. તે મુજબ આ આઈફોનમાં હોમ બટન નહિ મળે. સાથે જ તેમાં વાઈડ નોચ પણ નહિ હોય. આ આઈફોનમાં પંચ હોલ કેમેરા સેન્ટરમાં મળશે. જો આ જ ડિઝાઈન પ્રમાણે આઈફોન લોન્ચ થશે તો તે પ્રથમ આઈફોન બનશે કે જેમાં નૉચ નહિ હોય.

એન્ડ્રોઈડ ફોન્સમાં જેમ પાવર બટનમાં જ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે આ જ ફીચર હવે એપલ તેના નેક્સ્ટ આઈફોનમાં આપી શકે છે. વર્ષ 2020માં લોન્ચ થયેલાં iPhone SE (2020) અને આ વર્ષે લોન્ચ થનારા iPhone SE (2021)માં ઘણો તફાવત જોવા મળશે. અપકમિંગ આઈફોનની ડિસ્પ્લે આઈફોન 12ની ફ્લેટ ડિસ્પ્લે જેવી જ હોઈ શકે છે. વર્ષ 2020ના મોડેલ જેમ નવાં આઈફોનમાં પણ એક રિયર અને એક ફ્રન્ટ કેમેરા મળશે.

અપકમિંગ આઈફોન SEનાં સ્પેસિફિકેશન
કેટલાક લીક્સ રિપોર્ટ પ્રમાણે આ વર્ષે લોન્ચ થનારા આઈફોન SEમાં 5.4 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. તેનું રિઝોલ્યુશન ઘણુ વધારે હશે. જોકે તેમાં પ્રીમિયમ આઈફોન મોડેલ્સ જેવાં જ સ્પેસિફિકેશન અને ફીચર્સ નહિ મળે. અપકમિંગ આઈફોન SEમાં 12MPનો રિયર કેમેરા મળી શકે છે. તેમાં આઈફોન A14 ચિપસેટ મળી શકે છે. અપકમિંગ આઈફોનમાં 4GBની રેમ અને 256GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળી શકે છે. તેનાં 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $499 (આશરે 36,400 રૂપિયા) હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો