રિપોર્ટ:2021માં જૂન મહિના સુધી એપલ એરપોડ્સ 3 લોન્ચ કરી શકે છે, તેમાં બ્લડ ઓક્સીજન લેવલ અને હાર્ટ રેટ મોનિટરિંગ પણ મળશે

એક વર્ષ પહેલા
  • નવા એરપોડ્સ સાથે કંપની એક મિની LED આઈપેડ પણ રજૂ કરી શકે છે
  • કંપની નવા એરપોડ્સમાં એમ્બિઅન્ટ લાઈટ સેન્સર્સ આપી શકે છે

ટેક જાયન્ટ એપલ તેનું પ્રોડક્ટ લાઈન અપ વધારી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે, 2021માં જૂન મહિના સુધી એરપોડ્સ 3 અને એક મિની LED આઈપેડ લોન્ચ કરી શકે છે.

એપલ એનાલિસ્ટ મિંગ શી કુઓના એક રિસર્ચ નોટ પ્રમાણે, અપકમિંગ એરપોડ્સ 3, પ્રો મોડેલ્સની સરખામણીએ સસ્તું બશે અને એક્ટિવ નોઈસ કેન્સલેશન જેવાં હાઈ એન્ડ ફીચર્સ હશે. અપકમિંગ એરપોડ્સ સિંપલ ટચ સેન્સર્સથી સજ્જ હશે.

હેલ્થ મોનિટરિંગ પણ કરશે એરપોડ્સ
આ એરપોડ્સ એટલા એડવાન્સ હશે કે તે બ્લડ ઓક્સીજન લેવલ અને હાર્ટ રેટ મોનિટરિંગ પણ કરશે. તેના માટે તેમાં એમ્બિઅન્ટ લાઈટ સેન્સર્સ અટેચ કરવામાં આવશે.

મિની LED આઈપેડ પણ લોન્ચ થઈ શકે છે

  • કુઓના નોટ પ્રમાણે, એપલ મિની LED આઈપેડ પણ લોન્ચ કરી શકે છે. જોકે તેને એરપોડ્સ સાથે લોન્ચ કરવામાં આવશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.
  • અગાઉ કુઓએ 8 મહિના પહેલા જણાવ્યું હતું કે એપલ 2021માં જૂન મહિના સુધી મિની LED પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...