તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્લોઝિંગ:2021ના બીજા ક્વાર્ટરમાં એપલ બંધ કરી શકે છે આઈફોન 12 મિનીનું પ્રોડક્શન, આ દુનિયાનો સૌથી નાનો 5G ફોન છે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગત વર્ષે લોન્ચ થયેલા આઈફોન 12 મિનીને એપલ બંધ કરવાનો વિચાર કરી રહી છે. જેપી મોર્ગન ચેઝના પ્રૂવાનુમાન પર બેઝ્ડ ઘણા રિપોર્ટ્સ પ્રમાણે, આઈફોન 12 મિનીની ઓછી ડિમાન્ડને કારણે કંપની આ વર્ષે બીજા ક્વાર્ટરમાં તેનું પ્રોડક્શન રોકી શકે છે.

જેપી મોર્ગન ચેઝના સપ્લાઈ ચેન એનાલિસ્ટ વિલિયમ યાંગે આઈફોન 12 સિરીઝ અને નેક્સ્ટ જનરેશન આઈફોન પર પોતાની વાત રાખતા સમયે તેનો ઉલ્લેખ કર્યો.

યાંગનું અનુમાન છે કે એપલ 9 કરોડ આઈફોન 13નું પ્રોડક્શન કરશે
એપલઈન્સાઈડના રિપોર્ટ અનુસાર, યાંગે આઈફોન 12 અને આઈફોન 12 મિનીના પ્રોડક્શનને ક્રમશ: 90 લાખ યુનિટ અને 1.1 કરોડ યુનિટના દરથી ઘટાડ્યું છે. તેમના અનુસાર, આ જોઈ આઈફોન 12 મિનીની માગ ઘટવા લાગી છે. સપ્લાઈ ચેન 2021ના બીજા ક્વાર્ટરમાં તેનું પ્રોડક્શન બંધ કરી શકે છે.
જોકે તેમણે આઈફોન 12 પ્રો મેક્સનું વેચાણ 1.1 કરોડ યુનિટથી વધારે થવાની વાત કહી છે, આઈફોન 12 પ્રોનું વેચાણ 20 લાખ યુનિટ કરતાં વધારે અને આઈફોન 11નું વેચાણ 80 લાખ યુનિટથી વઘારે થાય તેવું અનુમાન કર્યું છે.

યાંગે અનુમાન લગાવ્યું છે કે, એપલનું લક્ષ્ય 8થી 9 કરોડ આઈફોન 13 સિરીઝના ઉત્પાદનનો છે. જે 2020ના બીજા ક્વાર્ટરમાં આઈફોન 12 સિરીઝ માટે નક્કી કરવામાં આવેલા 7.6 કરોડથી વધારે છે. તેમના પ્રમાણે આઈફોન SEનું કોઈ નવું મોડેલ 2021માં લોન્ચ નહિ થાય.

સૌથી પાતળો અને વજનમાં હળવો 5G ફોન છે આઈફોન 12 મિની
આઈફોન 12 મિની દુનિયાનો સૌથી નાનો અને સૌથી પાતળો તેમજ વજનમાં સૌથી હળવો 5G સ્માર્ટફોન છે. આઈફોન 12ની તમામ ટેક્નોલોજીને એક કોમ્પેક્ટ સાઈઝમાં લાવવા માટે તેને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 5.4 ઈંચની ડિસ્પ્લે છે, જ્યારે સ્ટાન્ડર્ડ મોડેલમાં 6.1 ઈંચની ડિસ્પ્લે છે. આઈફોન 12ની જેમ આમાં પણ ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે. ભારતમાં આઈફોન 12 મિનીની પ્રારંભિક કિંમત 70 હજાર રૂપિયા છે.

ડિસેમ્બરમાં કંપનીએ 9.01 કરોડ ડિવાઈસ વેચ્યા

 • IDCના વર્લ્ડવાઈડ ક્વાર્ટરલી મોબાઈલ ફોન ટ્રેકરના આંકડા અનુસાર, એપલે ડિસેમ્બર ક્વાર્ટરમાં સારું પ્રદર્શન કર્યું. એપલ 9.01 કરોડ ડિવાઈસના વેચાણ સાથે ટોપ પર રહી. તેનો શ્રેય આઈફોન 12 સિરીઝને જાય છે.
 • એપલ હવે આઈફોન, આઈપેડ સહિત અન્ય ડિવાઈસના ભારત અને વિયતનામમાં પ્રોડ્કશન માટે જોર આપી રહી છે. જેથી ચીન પર નિર્ભર ન રહેવું પડે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એપલ ભારતમાં હવે નવી આઈફોન 12 સિરીઝનું એસેમ્બલિંગ શરૂ કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો