તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોકલ ફોર લોકલ:ભારતમાં ટેક પ્રોડક્ટ્સ બનાવવા માટે સરકાર લોન્ચ કરી શકે છે PLI સ્કીમ, શરૂઆત આઈપેડ અસેમ્બલિંગથી થશે

9 દિવસ પહેલા

એપલ ભારતમાં કમ્પ્યુટર પ્રોડક્ટ્સની આવકને વેગ આપવા માટે નવી સ્કીમમાં ભાગ લેવાની તૈયારી કરી રહી છે. સરકાર અને ઉદ્યોગના સૂત્રોનું કહેવું છે કે, કંપની દેશમાં આઈપેડ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

ગત વર્ષે પ્રધાનમંત્રીએ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, સ્માર્ટફોન નિકાસ અને નોકરીઓને વેગ આપવા માટે 48,630 કરોડ રૂપિયાની યોજના શરૂ કરી હતી. એપલે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનાં માધ્યમથી આ યોજનામાં ભાગ લીધો અને ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે ભારતમાં આઈફોનનું ઉત્પાદન વધાર્યું હતું.

ટેબ્લેટ, લેપટોપ અને સર્વર ભારતમાં બનશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકાર હવે ટેબ્લેટ, લેપટોપ અને સર્વર જેવી IT પ્રોડક્ટ્સનાં લોકલ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે અને ઈન્સેટિવ સ્કીમ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. નવી PIL સ્કીમ જે નિકાસ માટે નિર્માતાઓને કેશબેક આપે છે, તેનું 5 વર્ષનું બજેટ 7 હજાર કરોડ રૂપિયા હશે. આશા છે કે તે ફેબ્રુઆરીના અંત સુધી લોન્ચ થશે.

વિયરેબલ ડિવાઈસ માટે અલગ સ્કીમ લોન્ચ થશે
આ સિવાય સરકાર સ્માર્ટવોચ જેવાં વિયરેબલ ડિવાઈસનાં લોકલ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે નવી સ્કીમ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ સ્કીમમાં 5 વર્ષમાં આશરે 5 હજાર કરોડ રૂપિયા હોઈ શકે છે. આ યોજનાની જાહેરાત 2 મહિનાની અંદર થઈ શકે છે.

મેડ ઈન ઈન્ડિયા આઈપેડ ટૂંક સમયમાં લોન્ચ થશે
એપલ ચીનમાં મોટા પાયે આઈપેડ અસેમ્બલ કરે છે, પરંતુ ભારત ચીન ટ્રેડ વોર અને કોરોનાવાઈરસ સંકટના પ્રભાવને ઓછો કરવા માટે ભારત અને વિયતનામ જેવા માર્કેટમાં ઝડપથી ઉત્પાદન વધી રહ્યું છે. ભારતમાં એપલ આ વર્ષની શરૂઆત દેશમાં સપ્લાયર એક સાથે આઈપેડ અસેમ્બલ કરવાનું શરૂ કરશે.

ભારતમાં એપલના 3 કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ
સરકાર પણ એપલને પોતાના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ (નોન ચાઈનીઝ કંપનીઓ) દ્વારા અસેમ્બલ આઈપેડને ભારત લાવવા માટે કહી રહી છે. જોકે હાલ સ્પષ્ટ નથી કે ભારતમાં એપલના 3 કોન્ટ્રાક્ટર્સ (ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન)માંથી કોણ આઈપેડ અસેમ્બલ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો