એપલની વર્ચ્ય્યુઅલ કોન્ફરન્સ:એપલ તેની અપગ્રેડેડ ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે, AR ગ્લાસ પરથી સસ્પેન્સ ખુલશે

એક વર્ષ પહેલા
  • એપલ 7થી 11 જૂને વર્લ્ડ વાઈડ ડેવલપર્સ કોન્ફરન્સનું વર્ચ્યુઅલ આયોજન કરશે
  • કોન્ફરન્સનાં પહેલાં દિવસે iOS 15, iPad iOS 15, MacOS 12, Watch OS 8 અને TVOS 15 લોન્ચ થશે

એપલની સોથી મોટી ઈવેન્ટ WWDC (વર્લ્ડ વાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ) 2021 7થી 11 જૂને યોજાવાની છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઈવેન્ટ વર્ચ્યુઅલ થશે. આ કોન્ફરન્સના પહેલાં દિવસે એપલ નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ તરી શકે છે. તેમાં iOS 15, iPad iOS 15, MacOS 12, Watch OS 8 અને TVOS 15 લોન્ચ થશે. ઈવેન્ટમાં કંપની નવા હાર્ડવેર M1 ચિપ અને ન્યૂ પ્રો મેક લોન્ચ કરી શકે છે. ગત વર્ષની ઈવેન્ટમાં કંપનીએ M સિરીઝના પ્રોસેસર વિશે જણાવ્યું હતું.

મેમોજી કેરેક્ટનો ઉપયોગ
મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે વર્ચ્યુઅલ કોન્ફરન્સ 5 દિવસ યોજાશે. તેમાં એન્જિનિયર્સ ઓપરેટિંગ સિસ્ટમ દર્શાવશે. એન્જિનિયર્સ જણાવશે કે આઈફોન, મેક અને અન્ય ડિવાઈસમાં નવાં ફીચર્સ કેવી રીતે કામ કરશે. એપલનાં આ અનાઉન્સમેન્ટને એનિમેશન અને મેમોજી કેરેક્ટરનાં માધ્યમથી દર્શાવાયું છે. મેમોજી સ્નેપચેટની જેમ એપલનું ફીચર છે.

AR ગ્લાસ

એપલે છેલ્લા ઘણા વર્ષોમાં તેની હાર્ડવેર પ્રોડક્ટમાં સુધારો કર્યો છે. આ વર્ષે એપલ તેની નવી પ્રોડક્ટ તરીકે AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી) ગ્લાસ લોન્ચ કરશે. AR ગ્લાસ માટે ROS સોફ્ટવેરની જરૂર પડશે. તેના માટે ડેવલપર્સે એક એપ બનાવવી પડશે. AR ગ્લાસની મદદથી ફોટો, વીડિયો કેપ્ચર કરી શકાશે. સાથે જ આઈફોનની નોટિફિકેશન પણ તેમાં જોઈ શકાશે.

iOS 15નાં ફીચર્સ

આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં નવાં નોટિફિકેશન ફીચર્સ મળશે. ગત વર્ષે લોન્ચ થયેલી iOS 14માં હોમ સ્ક્રીન, પિક્ચર ઈન પિક્ચર વીડિયો સપોર્ટ, વિઝિટ, ન્યૂ સિરી ઈન્ટરફેસ અને એપ લાઈબ્રેરી ફીચર્સ ઉમેરાયાં હતાં.

WWDCમાં દુનિયાભરના ડેવલપર સામેલ થશે
આ ઈવેન્ટ દર વર્ષે કેલિફોર્નિયામાં આયોજીત થાય છે. તેમાં દુનિયાભરના ડેવલપર્સ ભાગ લે છે. ઈવેન્ટમાં આઈફોન સહિત અન્ય પ્રોડક્ટ લોન્ચ થાય છે. તેમાં આઈફોન માટે iOS, મેક માટે MacOS, એપલ વોચ માટે WatchOS સહિત ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થાય છે.