તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Apple Launches 'Search Suggestion' Feature In App Store, Will Automatically Suggest Categories As Users Type

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ ફીચર:એપલે એપ સ્ટોરમાં 'સર્ચ સજેશન' ફીચર લોન્ચ કર્યું, યુઝર્સના ટાઈપ કરવા પર જ આપમેળે કેટેગરી સજેસ્ટ કરશે

14 દિવસ પહેલા
  • આ ફીચરની મદદથી હવે યુઝર્સે સર્ચિંગ રિઝલ્ટમાં તેની મનપસંદ એપ માટે વધારે સ્ક્રોલ ડાઉન ન કરવું પડે
  • કંપનીએ ટ્વીટ કરી આ ફીચરની માહિતી આપી

ટેક જાયન્ટ એપલે એપ સ્ટોરમાં 'સર્ચ સજેશન' નામનું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝર્સને કેટેગરી વાઈઝ એપ શોધવામાં મદદ કરશે. સર્ચિંગ રિઝલ્ટ સ્પેસિફિક મળી રહે તે માટે કંપનીએ ફીચર લોન્ચ કર્યું છે. તેથી યુઝર્સે સર્ચિંગ રિઝલ્ટમાં તેની મનપસંદ એપ માટે વધારે સ્ક્રોલ ડાઉન ન કરવું પડે.

સર્ચિંગ બારમાં ટાઈપિંગ કરતાંની સાથે જ આ ફીચર કામ કરવા લાગશે. ધારો કે તમે કોઈ ગેમની શોધમાં છો અને તમે game ટાઈપ કરશો તો આ ફીચર કેટેગરી પ્રમાણે, પઝલ, ઓફલાઈન, કિડ્સ સહિતના ઓપ્શન જણાવશે. એપલે ટ્વીટ કરી આ ફીચર કેવી રીતે કામ કરે છે તેની માહિતી આપી છે.

જોકે આ ફીચર અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના યુઝર્સ માટે લોન્ચ થયું છે. ભારત સહિત ગ્લોબલી તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.

ગૂગલ પ્લે સ્ટોર પર પણ આવું ફીચર અવેલેબલ
એપલના આ ફીચરની જેમ ગૂગલ પ્લે સ્ટોર પર પણ આવું જ ફીચર અવેલેબલ છે. કી વર્ડ્સ સજેશનને બદલે પ્લે સસ્ટોરમાં ઉપર કેટેગરાઈઝ ઓપ્શન જોવા મળે છે. તેમાં પેઈડ, એડિટર્સ ચોઈસ, ચિલ્ડ્રન, પ્રીમિયમ સહિતના ઓપ્શન મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો