• Gujarati News
  • Utility
  • Gadgets
  • Apple Launches IPhone 13 Series, How It Differs From IPhone 12 Series IPhone 13 Series, Getting Many New Features

યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:એપલની આઈફોન 13 સિરીઝ લોન્ચ, આઈફોન 12 સિરીઝ કરતાં કેવી રીતે અલગ છે આઈફોન 13 સિરીઝ, ઘણા નવા ફીચર્સ મળી રહ્યા છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈફોન 13 સિરીઝના 4 ફોનમાં આ વખતે બેઝ મોડેલ 64 GBની જગ્યાએ 128 GBનું હશે

એપલે આઈફોન 13 સિરીઝ લોન્ચ કરી દીધો છે. આ સિરીઝમાં ગ્રાહકોને ઘણા નવા ફીચર્સ મળશે. આઈફોન 12 સિરીઝની તુલનામાં આઈફોન 13 સિરીઝમાં શું નવું છે અને શું બદલાયું છે તેની તુલના કરીશું.

નાની નોચ, વધારે સારી સ્ક્રિન
આઈફોન 13 સિરીઝના ચારેય ફોનમાં આ વખતે નોચની સાઈઝ નાની કરી દેવામાં આવી છે. જેનાથી સ્ક્રિન થોડી મોટી લાગશે. જો કે, કોમ્પિટિશનમાં સેમસંગ જેવી કંપનીઓએ પોતાના ફોનમાં સેલ્ફી કેમેરાને પણ ડિસ્પ્લેની અંદર છૂપાવ્યો છે. પરંતુ આઈફોન યુઝર્સ માટે આ ફેરફાર ખરાબ સોદો નથી.

સિનેમેટિક મોડ
આઈફોન 13 સિરીઝના ચારેય ફોનના કેમેરા એક નવા અને ક્રાંતિકારી ફીચરની સાથે આવશે. સિનેમેટિક મોડ પહેલા કોઈ આઈફોનમાં નહોતું. સિનેમેટિક મોડની મદદથી આઈફોનથી ફિલ્મ મેકિંગ કરવું સરળ થઈ જશે. સિનેમેટિક મોડમાં આઈફોનના કેમેરા સબ્જેક્ટ અને બેકગ્રાઉન્ડની વચ્ચે ફોકસ-ડીફોકસને ઓટોમેટિક મેનેજ કરી શકાશે. જેનાથી વીડિયો સિનેમા સ્ટાઈલનો લાગશે. આઈફોનથી ફિલ્મ મેકિંગ કરનારા યુઝર્સ માટે આ ફીચર ઘણું કામનું સાબિત થશે.

બેઝ મોડેલ 64 GBની જગ્યાએ 128 GBનું હશે
આઈફોન 13 સિરીઝના 4 ફોનમાં આ વખતે બેઝ મોડેલ 64 GBની જગ્યાએ 128 GBનું હશે. કેટલાક યુઝર્સ છેલ્લા કેટલાક વર્ષોથી આઈફોનમાં 64 GBના મોડેલને હટાવવાની માગ કરી રહ્યા હતા, કેમ કે, 64 GBનું સ્ટોરેજ વર્તમાન ફીચર્સ કરતાં ઘણું ઓછું હતું. પરંતુ આઈફોન 13 સિરીઝમાં હવે આ ફરિયાદ દૂર થઈ ગઈ. આઈફોન 13/13 મિનીમાં 128 GB, 256 GB અને 512 GBનું સ્ટોરેજ ઓપ્શન હશે. તેમજ આઈફોન 13 પ્રો/પ્રો મેક્સમાં 128 GB, 256 GB, 512 GBની સાથે 1TBનું મોડેલ પણ આવશે.

પ્રો મોશન ડિસ્પ્લે
આઈફોન 13 પ્રો સિરીઝનો ડિસ્પ્લે, અગાઉના વર્ઝનની તુલનામાં ઘણ સારો હશે કેમ કે આ વખતે તેમાં પ્રો મોશન ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનાથી તેની ડિસ્પ્લે, 10 Hzથી 120 Hzના રીફ્રેશ રેટની વચ્ચે ઓટોમેટિક સ્વિચ કરી શકશે. આ ફીચર અત્યારે કોમ્પિટિશનમાં જેટલા પણ ફોન છે, તેની ડિસ્પ્લે 60 Hz અને 120 Hzની વચ્ચે જ સ્વિચ કરે છે, પરંતુ આઈફોન 13ની ડિસ્પ્લેની રેન્જ 10 Hzથી 120 Hz સુધીની હશે. જેનાથી તેની ડિસ્પ્લે પર ગેમિંગથી લઈને વેબ સર્ફિંગનો અનુભવ ઘણો સારો રહેશે.