ન્યૂ લોન્ચ:એપલે 5G કનેક્ટિવિટીવાળા આઇપેડ પ્રો લોન્ચ કર્યાં, પ્રારંભિક કિંમત 71,900 રૂપિયા

એક વર્ષ પહેલા

એપલે બુધવારે (20 એપ્રિલ) મોડી રાત્રે સ્પ્રિંગ લોડ ઇવેન્ટમાં તેનું નવું આઈપેડ પ્રો લોન્ચ કરી દીધું છે. તે 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરશે. આ આઈપેડમાં એપલ M1 પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, તેનું પ્રોસેસર તેની જૂની જનરેશન આઈપેડ કરતાં 75% વધુ ઝડપી છે. નવાં આઈપેડમાં પ્રમોશન ડિસ્પ્લે સાથે એક્સબોક્સ અને PS5 કન્ટ્રોલર્સ પણ મળશે. તેમાં 2TBનું મોટું સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે.

નવા આઈપેડ પ્રોની પ્રારંભિક કિંમત (અમેરીકા)

મોડેલકિંમત
11-ઇંચ Wi-Fi799 ડોલર (લગભગ 60,300 रुपए)
11-ઇંચ Wi-Fi + સેલ્યુલર999 ડોલર (લગભગ 75,400 रुपए)
12.9-ઇંચ Wi-Fi1,099 ડોલર (લગભગ 82,900 रुपए)
12.9-ઇંચ Wi-Fi + સેલ્યુલર1,299 ડોલર (લગભગ 98,000 रुपए)

આઇપેડ પ્રોની પ્રારંભિક કિંમત (ભારત)

મોડેલકિંમત
11-ઇંચ Wi-Fi 128GB71,900 રૂપિયા
11-ઇંચ Wi-Fi + सेल्युलर 128GB85,900 રૂપિયા
12.9-ઇંચ Wi-Fi 128GB99,900 રૂપિયા
12.9-ઇંચ Wi-Fi + सेल्युलर 128GB1,13,900 રૂપિયા

તમે સિલ્વર અને સ્પેસ ગ્રે કલર વેરિઅન્ટમાં આઈપેડ પ્રો ખરીદી શકશો. તેમાં 128GB, 256GB, 512GB, 1TB અને 2TB સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યાં છે તેનું પ્રિ બુકિંગ 30 એપ્રિલથી ભારત સહિત 31 દેશોમાં શરૂ થશે. તેમજ, તેની ડિલિવરી 15 મે પછી શરૂ કરવામાં આવશે.

આઈપેડ પ્રોનાં સ્પેસિફિકેશન્સ

  • આઈપેડ પ્રોને બે સ્ક્રીન સાઇઝ 11 ઇંચ અને 12.9 ઇંચમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. 12.9 ઇંચના આ મોડેલમાં લિક્વિડ રેટિના XDR મિનિ-LED ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 2732x2048 પિક્સલ્સ છે. તે પ્રમોશન, ટ્રુ ટોન અને P3 વાઇડ કલરને સપોર્ટ કરે છે. તેમજ, 11 ઇંચના મોડેલમાં લિક્વિડ રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2388x1668 પિક્સલ છે. તે પણ પ્રમોશન, ટ્રુ ટોન અને P3 વાઇડ કલરને સપોર્ટ કરે છે. બંને મોડેલ 5G કનેક્ટિવિટી સાથે આવે છે. સેલ્યુલર મોડેલ્સ ઇ-સિમને સપોર્ટ કરશે.
  • આઈપેડ પ્રોમાં 8GB રેમ સાથે 128GB, 256GB, 512GB, 1TB અને 2TB સ્ટોરેજ ઓપ્શન્સ હશે. તેમાં USB ટાઇપ-C પોર્ટ થંડરબોલ્ટ અને USB 4 પોર્ટ્સ આપવામાં આવ્યા છે. કંપનીનું કહેવું છે કે, તે વાયર્ડ કનેક્શન્સ કરતાં 4 ગણી ફાસ્ટ સ્પીડ આપશે. નવું આઈપેડ પ્રો હાઈ રીઝોલ્યુશન ડિસ્પ્લે XDR પર 6K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. તેમાં Wi-Fi 6 (802.11ax) અને બ્લૂટૂથ V5 કનેક્ટિવિટી પણ મળશે.
  • નવા આઈપેડ પ્રોના ફ્રંટમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે, જે 122-ડિગ્રી ફીલ્ડને કવર કરે છે. તેમજ, તેની બેકમાં 12 + 10 મેગાપિક્સલનો ડ્યુઅલ રિઅર કેમેરો મળશે. ત્યાં 12 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. તેમજ, ત્યાં 10 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ છે, જે 125-ડિગ્રી એરિયા કવર કરે છે. કેમેરા લેન્સ LiDAR સ્કેનર સાથે આવે છે. તેમજ, 2X ઝૂમને સપોર્ટ કરે છે. આઈપેડ પ્રો મેજિક કી-બોર્ડ અને સેકન્ડ જનરેશન એપલ પેન્સિલને પણ સપોર્ટ કરે છે.
  • 11 ઇંચનું આઇપેડ પ્રોનું વજન મોડેલ પ્રમાણે 470 ગ્રામ સુધી છે. તેમજ, તેનું ડાયમેન્શન 247.6 x 178.5 x 5.9mm છે. બીજીબાજુ, 12.9 ઇંચના આ મોડેલનું વજન 685 ગ્રામ છે. તેનું ડાયમેન્શન 280.6 x 214.9 x 6.4mm છે. બંને 20W USB ટાઇપ-C પાવર એડપ્ટર્સને સપોર્ટ કરે છે. સંગીત પ્રેમીઓ માટે તેમાં 4 સ્પીકર્સ અને 5 સ્ટુડિયો ક્વોલિટી માઇક્રોફોન્સ આપવામાં આવ્યા છે.