• Gujarati News
  • Utility
  • Gadgets
  • Apple Launched The MacBook Pro, MacBook Air And Mac Mini With Its Homemade Processors; Bookings Can Be Made From Today

એપલ 'વન મોર થિંગ' ઈવેન્ટ:એપલે તેના હોમમેડ પ્રોસેસરની સાથે મેકબુક પ્રો, MacBook Air અને મેક મિની લોન્ચ કર્યું; આજથી બુકિંગ કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તેમાં Apple M1 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એપલે મંગળવારે તેની વર્ચ્યુઅલ ઈવેન્ટ 'વન મોર થિંગ'માં Silicon બેઝ્ડ MacBookની જાહેરાત કરી છે. કંપનીએ તેની ઈવેન્ટમાં MacBook Airના લોન્ચિંગની જાહેરાત કરી છે. તે સાથે જ એપલે તેના હોમમેડ પ્રોસેસરની સાથે મેકબુક પ્રો, MacBook Air અને મેક મિનીને લોન્ચ કર્યું છે. આ તમામને Appleના નવા M1 પ્રોસેસરની સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.

આજથી બુકિંગ કરી શકાશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, યુએસ કસ્ટમર્સ મેકબુક પ્રો, MacBook Air અને મેક મિનીનું બુકિંગ આજથી કરી શકે છે. તે આવતા અઠવાડિયાથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. એપલની તરફથી પહેલી વખત પોતાના પ્રોસેસર બેઝ્ડ Mac કમ્પ્યુટરને લોન્ચ કરવામાં આવ્યા છે.

એપલની 'વન મોર થિંગ' ઈવેન્ટ મંગળવારે રાતે ભારતીય સમય પ્રમાણે 11.30 વાગ્યે શરૂ થઈ હતી. એપલની આ ચોથી ઈવેન્ટ હતી. અગાઉ એપલે સપ્ટેમ્બરની ઈવેન્ટમાં આઈપેડ અને વૉચ લોન્ચ કરી હતી. તેમજ ઓક્ટોબરની ઈવેન્ટમાં આઈફોન 12 સિરીઝ લોન્ચ કર્યો હતો.

જાણો કિંમત વિશે?

  • 13 ઈંચના નવા મેકબુક પ્રોની કિંમત 1,299 અમેરિકાના ડૉલરથી શરૂ થાય છે
  • MacBook Airની પ્રારંભિક કિંમત 999 ડૉલર છે.
  • Mac mini લેપટોપની પ્રારંભિક કિંમત 699 ડૉલર છે.

3D અને શાનદાર ગેમિંગ એક્સપિરિયન્સ
કંપનીના જણાવ્યા પ્રમાણે, M1 ચિપસેટના સપોર્ટની સાથે iPhone અને iPad Appને ડાયરેક્ટ Apple M1 અને macOS Big Sur બેઝ્ડ Mac પર એક્સસ કરી શકાશે. M1 ચિપસેટમાં 3D અને શાનદાર ગેમિંગ એક્સપિરિયન્સ મળશે. Apple તેની 'વન મોર થિંગ' ઈવેન્ટમાં કહ્યું હતું કે, M1માં વિશ્વના ચાર સૌથી ઝડપી CPU કોર છે. તે ઉપરાંત આ ચિપમાં 16 બિલિયન ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Macકમ્પ્યુટર ઘણી રીતે ખાસ છે. કંપનીના જણાવ્યા મુજબ, તે બાકીના કમ્પ્યુટર કરતા વધુ ફાસ્ટ, સારું પરફોર્મન્સ આપશે. એપલે તેના નિવેદનમાં કહ્યું કે, MacBook Airમાં 18 કલાક સુધી વીડિયો પ્લેબેક મળશે. જે પહેલાની સરખામણીએ 6 કલાક વધારે છે.

ઈન્ટેલ બેસ્ડ Macs સપોર્ટ ચાલુ રહેશે
Mac કમ્પ્યુટર ઇન્ટેલ ચિપસેટ સાથે આવતું હતું. જો કે, હવે પોતાની ચિપસેટ આવ્યા બાદ Appleની તરફથી ઈન્ટેલ ચિપ સાથે સંપૂર્ણ રીતે અંતર નથી બનાવ્યું. જૂના ઈન્ટેલ બેઝ્ડ Macsનો સપોર્ટ ચાલુ રહેશે. Appleએ આ વર્ષે જૂનમાં જ જાહેરાત કરી હતી કે કંપની Mac કમ્પ્યુટરને તેની ચિપસેટ સાથે લોન્ચ કરી રહી છે. Apple લાંબા સમયથી તેના iPhone, iPads અને Apple Watch માટે પ્રોસેસર ડિઝાઈન કરે છે.

અન્ય સમાચારો પણ છે...