એપલની નવી સમસ્યા:હવે ટેક્સ્ટ અને વ્હોટ્સએપ નોટિફિકેશન ન મળવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે iOS 14 યુઝર્સ, સોશિયલ મીડિયા પર ફરિયાદોનો ઢગલો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યા મેસેજ ડિલિવરીને અસર નથી કરી રહી, માત્ર નોટિફિકેશનમાં જ તકલીફ
  • એપલ નવી iOS 14.3 અપડેટ સાથે આ સમસ્યા સોલ્વ કરી શકે છે

એપલ યુઝર્સે આજકાલ નવી નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ, iOS 14 અથવા અન્ય આઈફોન યુઝર્સને ટેક્સ્ટ, iMessages અને વ્હોટ્સએપ મેસેજની નોટિફિકેશન નથી મળી રહી. આ સમસ્યા કોઈ એક એપ અથવા વિશેષ જનરેશનના આઈફોન મોડેલથી જોડાયેલી લાગતી નથી. એપલ કમ્યુનિટી ફોરમ સહિત ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રભાવિત યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ફરિયાદો મુજબ નોટિફિકેશનની સમસ્યા iOS 14 સાથે કમ્પેટિબલ તમામ આઈફોન મોડેલને અસર કરી રહી છે.

ઘણા યુઝર્સે એપલ કમ્યુનિટી પ્લેટફોર્મ પર ફરિયાદ કરી છે કે, iOS અપડેટ બાદ તેમના આઈફોનમાં નોટિફિકેશન ન મળવાની સમસ્યા થઈ રહી છે. આ સમસ્યા નવા મેસેજની ડિલિવરી અસર નથી કરી રહી બલકે નોટિફિકેશન સુધી જ તે સીમિત છે. ધ વર્જના રિપોર્ટ પ્રમાણે, પોપ અપ નોટિફિકેશન અને રેડ બેઝ બંને અનરીડ મેસેજની ગણતરી જાળવી રાખે છે.

માત્ર નોટિફિકેશનમાં જ આ સમસ્યા થઈ રહી છે
આ ટેક્નિકલ ગ્લિચ માત્ર ટેક્સ્ટ મેસેજ અથવા આઈમેસેજ સુધી સીમિત નથી કારણ કે કેટલાક યુઝર્સને વ્હોટ્સઅપ અને સિગ્નલ સહિત થર્ડ પાર્ટી એપ્સ માટે નોટિફિકેશન પણ નથી મળી રહ્યા. કેટલાક મામલામાં આ વોઈસ કોલ અલર્ટને પણ અસર કરે છે. એપલ કમ્યુનિટી ફોરમ પર પ્રભાવિત યુઝર્સમાં લખ્યું કે, હવે મને અન્ય એપથી પણ કોલ અને નોટિફિકેશન નથી મળી રહ્યા.

ફરિયાદો વધી રહી છે

  • નોટિફિકેશન સમસ્યાઓ પર થ્રેડ માત્ર સપ્ટેમ્બરમાં શરૂ થયો અને હવે તે 43 પેજ પર શરૂ થયો છે. કેટલાક યુઝર્સે વર્ક અરાઉન્ડ પણ આપ્યા, જેમ કે કનેક્ટેડ મેક પર મેસેજ બંધ કરવો અથવા મેસેજ એપને બંધ કરવા માટે મજબૂર કરવું.
  • જોકે, એવું લાગી રહ્યું છે કે વર્ક અરાઉન્ડ ઘણા પ્રભાવિત યુઝર્સ માટે ઉપયોગી નથી. એપલ કમ્યુનિટી પ્લેટફોર્મ પર ફરિયાદો સિવાય કેટલાક યુઝર્સે એપલની સમસ્યા વિશે જણાવવા માટે ટ્વિટરનો સહારો લઈ રહ્યા છે.

આઈફોન 12 સિરીઝ સુધી સીમિત નથી સમસ્યા

  • MacRumorsએ ગયા મહિને આઈફોન 12 મિની, આઈફોન 12, આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સને પ્રભાવિત કરનારા આ નોટિફિકેશન ગ્લિચ વિશે જણાવ્યું હતું.
  • જોકે, અલગ અલગ પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે. તેથી કહી શકાય કે, આ સમસ્યા આઈફોન 12 સિરીઝ સુધી સીમિત નથી લાગતી.

કેટલાક દિવસ પહેલાં બેટરી ડ્રેનની સમસ્યા પણ સામે આવી હતી

  • એપલે ગયા મહિને આઈફોન 12 સિરીઝ માટે iOS 14.2 અને iOS 14.2.1 અપડેટ રિલીઝ કરી હતી. પરંતુ તે દરમયિાન નોટિફિકેશન ગ્લિચને સોલ્વ કરવામાં આવી નથી.
  • iOS અપડેટ કેટલાક આઈફોન યુઝર્સ માટે બટરી ડ્રેનની સમસ્યાનું કારણ બન્યું.
  • એપલ iOS 14.3 સાથે આ સમસ્યા સોલ્વ કરી શકે છે. તેને ટૂંક સમયમાં રોલઆઉટ કરવામાં આવી શકે છે.