યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:2022માં એપલ કઈ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે? AR ગ્લાસથી લઈને આઈફોન 14 સિરીઝની ખાસિયતો જાણો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેક જાયન્ટ એપલે 2021માં ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ કરી. જોકે ગયા વર્ષે કંપનીની કેટલીક પ્રોડક્ટ્સની લોન્ચિંગ ડેટ પાછી ઠેલાવાને કારણે તેને આ વર્ષે લોન્ચ કરવામાં આવશે. આ વર્ષે એપલ કઈ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે તેને પર નજર કરીએ...

1. આઈફોન SE 3
આ વર્ષે એપલ 'આઈફોન SE 3' લોન્ચ કરી શકે છે. આ અફોર્ડેબલ ફોનમાં આઈફોન 11 અને આઈફોન 12 જેવાં ફીચર્સ મળી શકે છે. આઈફોન SE 3માં 4.7 ઈંચની LCD ડિસ્પ્લે મળી શકે છે. આઈફોન SEના જૂના ફોનમાં ટચ આઈડી ફીચર હતું અપકમિંગ આઈફોનમાં ફેસ આઈડી ફીચર મળી શકે છે. આ આઈફોન 5G કનેક્ટિવિટીથી સજ્જ હોઈ શકે છે. તેમાં A15 બાયોનિક ચિપસેટ મળી શકે છે.

આ આઈફોન સિરીઝ અફોર્ડેબલ હશે. તેમાં આઈફોન 11 અને આઈફોન 12 જેવાં ફીચર હોઈ શકે છે. આઈફોન SE 3 માર્ચથી એપ્રિલ મહિનામાં લોન્ચ થઈ શકે છે.

2. એપલ ગ્લાસ
એપલ AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી ) અને VR (વર્ચ્યુઅલ રિયાલિટી) પર ઘણાં વર્ષોથી કામ કરી રહી છે. કંપનીએ તેની પેટન્ટ પણ ફાઈલ કરાવી છે. 2022ની ઈવેન્ટમાં એપલ VR ગ્લાસ લોન્ચ કરી શકે છે. જોકે આ વર્ષે AR ગ્લાસ લોન્ચ થાય તેની ઓછી સંભાવના છે.

એપલ AR ગ્લાસ વજનમાં એકદમ હળવા હશે. તે અલગ અલગ જેશ્ચર કન્ટ્રોલ સપોર્ટ કરશે. AR ગ્લાસથી ફોટો ક્લિક, મ્યુઝિક પ્લે અને કોલ પિક કરી શકાશે.

3. આઈફોન 14 સિરીઝ
આ વર્ષે આઈફોન 14 સિરીઝ લોન્ચ થશે. આઈફોન 13 કરતાં અપકમિંગ સિરીઝમાં કેમેરા અપડેટેડ મળશે. આઈફોન 14માં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા, પેરિસ્કોપિક ઝૂમ લેન્સ અને ફ્રન્ટમાં પિલ શેપ કેમેરા મોડ્યુલ મળી શકે છે.

ગેમિંગ લવર્સને ધ્યાનમાં રાખી કંપની તેમાં વેપર ચેમ્બર આપશે, જે ફોનને જલ્દી ગરમ થવા નહિ દે. આઈફોન 14માં 3nm અથવા 4nmનું A16 બાયોનિક ચિપસેટ મળી શકે છે. આ વખતની એપલ સિરીઝમાં ફિઝિકલ સિમ સ્લોટ નહિ મળે. કંપની આ વખતે ઈ સિમ ટેક્નોલોજી આપશે. જોકે ભારતમાં આ ટેક્નોલોજી મળશે કે કેમ તેના પર હજુ સસ્પેન્સ છે.