• Gujarati News
  • Utility
  • Gadgets
  • Apple IPhone Parts Suppliers China | What Company Makes Component For Apple Iphone? India UK Taiwan United States

આઈફોનમાં એપલનો અલ્પ ભાગ:એપલ નથી બનાવતી આઈફોનના હાર્ડવેર, 8 દેશની 23 કંપની બનાવે છે 34 પાર્ટ્સ; અમેરિકામાં માત્ર 14 પાર્ટ્સ બને છે

આશીષ કુશવાહા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપલ માત્ર આઈફોનની ડિઝાઈન અને બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે

આજે રાતે લોન્ચ થનારી આઈફોન 13 સિરીઝમાં એપલ 1TBનું સ્ટોરેજ આપી શકે છે. તેમાં સેટેલાઈટ કનેક્ટિવિટી પણ મળી શકે છે. આ લેટેસ્ટ ફોન દમદાર હાર્ડવેરથી સજ્જ હોઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે એપલ કંપની ઈનહાઉસ હાર્ડવેર તૈયાર કરતી નથી બલકે તે 8 દેશોની 23 કંપનીઓ પાસેથી 34 પાર્ટ્સ તૈયાર કરાવે છે.

ટેક એક્સપર્ટ અભિષેક તેલંગના જણાવ્યા પ્રમાણે એપલ માત્ર આઈફોનની ડિઝાઈન અને બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે. તેને તૈયાર કરવા માટે કંપની વિવિધ OEM (ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર) સાથે પાર્ટનરશિપ કરે છે. એપલ આ કંપનીઓ પાસેથી ડિઝાઈન જેવું આબેહૂબ હાર્ડવેર તૈયાર કરાવે છે. એપલ આ કામ અમેરિકા સાથે ચીન, જર્મની, નેધરલેન્ડ જેવા દેશો પાસેથી કરાવે છે.

આઈફોનની ડિસ્પ્લે સેમસંગ તૈયાર કરે છે તો તેના કેમેરા સોની કંપની બનાવે છે. જોકે એવું જરૂરી નથી કે દરેક આઈફોન માટે આ જ કંપનીઓ તેના પાર્ટ્સ તૈયાર કરે. તેમાં ફેરફાર આવી શકે છે. એપલ આ કંપનીઓ જોડે એગ્રીમેન્ટ કરે છે. જો આ કંપની એપલની ડિઝાઈન કે બ્લૂપ્રિન્ટ લીક કરે તો તેમને કરોડોનું નુક્સાન ભોગવવાનો વારો આવી શકે છે.

એપલ આઈફોનના કયા પાર્ટ્સ કયા દેશમાં તૈયાર કરાવે છે તેને આઈફોન 6sના ઉદાહરણથી સમજીએ...

આઈફોનમાં કુલ 34 અલગ અલગ પાર્ટ્સ હોય છે. જર્મનીમાં એક્સેલેરોમીટર અને જાપાનમાં કંપનીનું કેમેરા મોડ્યુલ તૈયાર થાય છે. અમેરિકા, ચીન, તાઈવાન, સાઉથ કોરિયા, જાપાન, જર્મની, નેધરલેન્ડ અને યુકે એમ 8 દેશ આઈફોનના પાર્ટ્સ બનાવે છે.