આઈફોન પર એક્સપરિમેન્ટ:આઈફોન 12 પર ધગધગતા લાવા, 1 કિલોની હથોડીનો વાર અને 328 ફૂટ ઊંચેથી ફેંકવાની શી અસર થઈ? જાણો અનોખા એક્સપરિમેન્ટમાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈફોન કેમેરા લેન્સ પર ચાકુ અને અન્ય અણીદાર વસ્તુથી સ્ક્રેચ કરવા પર તેની કોઈ અસર જોવા મળી નહિ
  • 328 ફૂટની ઊંચાઈએથી પટકાયા બાદ આઈફોન 12 પ્રો સિંગલ પીસ રહ્યો

એપલ આઈફોન 13 સિરીઝના બેઝિક વેરિઅન્ટની ભારતમાં કિંમત 69,990 રૂપિયા છે તો ટોપ એન્ડ વેરિઅન્ટની કિંમત 1,79,900 રૂપિયા છે. ભારતીય ગ્રાહક 15થી 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન પસંદ કરતા હોય છે. નવી આઈફોન સિરીઝ લોન્ચ થતાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર આઈફોન 12 સિરીઝ પર બમ્પર ડિસ્કાઉન્ટની જાહેરાત થઈ છે. જો તમને આઈફોન 13 સિરીઝના આઈફોનની કિંમત તમારા બજેટની બહાર લાગતી હોય અને તમે હાલ આઈફોન 12ની ખરીદી કરવા માગતા હો તો આ ફોન કેટલો મજબૂત છે તે જાણી લેવું જરૂરી છે. ફોન પર યુટ્યુબર આઈફોન 12 સાથે એક્સપરિમેન્ટ કરી રહ્યા છે. લાખ રૂપિયાના ફોન પર ચાકુ મારવા પર, હથોડી મારવા પર, પાણીમાં ફેંકવામાં આવે તો શું થાય છે આવો જાણીએ...

એક્સપરિમેન્ટ નંબર 1
સિરામિક શિલ્ડની મજબૂતીનો ટેસ્ટ

આઈફોન 12 પ્રો પર સિરામિક શિલ્ડની મજબૂતીનો ટેસ્ટ યુટ્યુબર JerryRigEverythingએ કર્યો. કંપનીનો દાવો છે કે સિરામિક શિલ્ડથી ફોનને એક્સ્ટ્રા મજબૂતી બને છે અને તેમાં સ્ક્રેચ નથી પડતી. યુટ્યુબરે ફોનની ડિસ્પ્લે પર ચાકુ માર્યું અને અણીદાર વસ્તુથી ખોતરી. આમ કરવા પર સ્ક્રીનની ઉપર કેટલાક નિશાન જોવા મળ્યા.

ફોનની બોડી ચોતરફે ખોતરવામાં આવી. આઈફોનની ફ્રેમ પર નિશાન જોવા મળ્યા. ફોનની બેક સાઈડ પર સ્ક્રેચ કરવામાં આવ્યા જોકે હાથ વડે સાફ કરવા પર તે ગાયબ થઈ ગયા. આઈફોન કેમેરા લેન્સ પર ચાકુ અને અન્ય અણીદાર વસ્તુથી સ્ક્રેચ કરવામાં આવ્યા જોકે તેની કોઈ અસર જોવા મળી નથી. ફોનની સ્ક્રીન પર લાઈટરની લાઈટ 30 સેકન્ડ સુધી પાડવામાં આવી પરંતુ તેની પણ કોઈ અસર જોવા મળી નહિ.

એક્સપરિમેન્ટ નંબર 2
આઈફોન 12 પ્રોની સ્ક્રીનની મજબૂતી હથોડીથી ટેસ્ટ કરાઈ

આઈફોન સાથે યુટ્યુબર TechRaxએ એક્સપરિમેન્ટ કર્યો. ફોનની મજબૂતી પારખવા માટે તેના પર હથોડી અને ચાકુ મારવામાં આવ્યાં. પહેલાં ચાકુ મારી સ્ક્રીનની પેનલ પર થતી અસર પારખવામાં આવી જોકે તેની કોઈ અસર ન થઈ. સ્ક્રીન પર 1 કિલોના વજનની હથોડી મારવામાં આવી. સ્ક્રીન પર ઘણી વખત હથોડી મારવામાં આવી. તેનાથી સ્ક્રીન અને બેક પેનલ પર ક્રેક આવી. પૂરી તાકાત સાથે હથોડી મારવા પર ફોનના રામ રમી ગયા અને સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયો.

એક્સપરિમેન્ટ નંબર 3
આઈફોન 12 પ્રો મેક્સનો વૉટર ટેસ્ટ

એપલનો દાવો છે કે આઈફોન 12 સિરીઝના આઈફોન 6 મીટર ઊંડા પાણીમાં 30 મિનિટ સુધી ડુબેલા રહે તો પણ કામ કરે છે. આ ટેસ્ટ પારખવા માટે યુટ્યુબર Ramesh Bakotraએ વૉટર ટેસ્ટ કર્યો. યુટ્યુબરે અલગ અલગ પાણીવાળા પ્લેટફોર્મ પર આઈફોન 12 પ્રો મેક્સને ડુબાડી ટેસ્ટ કર્યો.

સૌ પ્રથમ આઈફોનને તળાવમાં કેટલીક સેકન્ડ સુધી ડુબાડવામાં આવ્યો ત્યારબાદ નળના પાણી નીચે તેને પલાળવામાં આવ્યો. ફોનમાં વીડિયો પ્લે કરી ગ્લાસની અંદર 15 મિનિટ સુધી રાખવામાં આવ્યો. આમ કર્યા બાદ ફોનના ટચમાં થોડી ખામી જોવા મળી. પાણી દૂર કર્યા બાદ ડિસ્પ્લે ફરી ટકાટક બની ગઈ.

એક્સપરિમેન્ટ નંબર 4

આઈફોન 12 પ્રોને ડ્રોનથી નીચે પટકાવી મજબૂતી ટેસ્ટયુટ્યુબર Versusએ ડ્રોનથી આઈફોન 12 પ્રોનો ટેસ્ટ કર્યો છે. ટેસ્ટ માટે આઈફોન 12 પ્રોને ડ્રોન સાથે બાંધી જમીનથી 100 મીટર (આશરે 328 ફૂટ)ની ઊંચાઈએ લઈ જવામાં આવ્યો. આ ઊંચાઈ પરથી ફોન ફેંકવામાં આવ્યો હોવા છતાં ફોન સિંગલ પીસ જ રહ્યો. જોકે ફોનની બેક પેનલ અને સ્ક્રીન ડેમેજ થઈ. નવાઈની વાત એ છે કે આટલી ઊંચાઈએથી પટકાયા બાદ પણ ફોનનું ટચ કામ કરી રહ્યું હતું. જોકે સ્ક્રીનનો કેટલોક એરિયા બ્લેક બન્યો હતો. ફોનનો રિઅર કેમેરા કામ નહોતો કરતો પરંતુ ફ્રન્ટ કેમેરા વર્કિંગ કન્ડિશનમાં હતો.

એક્સપરિમેન્ટ નંબર-5
આઈફોન પ્રો મેક્સ પર લાવા ટેસ્ટ

ધગધગતો લાવા કોઈ પણ વસ્તુ ખાખ કરી શકે છે. આઈફોન પર તેની અસર પારખવા માટે યુટ્યુબર Superkotએ ટેસ્ટ કર્યો. યુટ્યુબરે સૌથી પહેલાં નોકિયાના ફીચર ફોન પર લાવા ટેસ્ટ કર્યો. ગણતરીની સેકન્ડમાં ફોનમાં આગ લાગી ગઈ અને ફોન ખાક થઈ ગયો. આઈફોન 12 પ્રો મેક્સ પર લાવા રેડવામાં આવ્યો. લાવા પડતાં જ ફોનની સ્ક્રીન બર્ન થઈ ગઈ અને ફોનમાં બ્લાસ્ટ થયો. થોડી જ સેકન્ડમાં આઈફોન ખાક થઈ ગયો.