• Gujarati News
  • Utility
  • Gadgets
  • Apple IPhone Complete Journey From First IPhone 1st Generation To IPhone 11, A Journey Of Evolutions And Battles With Android

જર્ની ઓફ આઈફોન:13 વર્ષમાં આઈફોનના 25 મોડેલ લોન્ચ થયાં, સેલ્ફી કેમેરામાં 4 વર્ષ તો ડ્યુઅલ રિઅર કેમેરા આવવામાં 10 વર્ષ લાગ્યા; તસવીરોમાં જુઓ કેવી રીતે આઈફોન અપગ્રેડ થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ આઈફોન 13 વર્ષ પહેલાં 9 જૂન 2007ના રોજ સ્ટીવ જોબ્સે લોન્ચ કર્યો હતો
  • કંપની આજે રાતે યોજાનાર ઈવેન્ટમાં આઈફોન 12 સિરીઝ લોન્ચ કરી શકે છે

આજથી 13 વર્ષ પહેલાં સ્ટીવ જોબ્સે પ્રથમ આઈફોન લોન્ચ કર્યો હતો. તે સમયે સ્ટીવને પણ અંદાજો નહિ હોય કે તે ફોન દુનિયામાં માઈલસ્ટોન સાબિત થશે. આઈફોને 13 વર્ષમાં તેના 1st જનરેશનથી 11th જનરેશનન સુધીની સફર કરી છે. હવે મંગળવારે રાતે યોજાનાર એપલની ઈવેન્ટમાં કંપની આઈફોન 12 સિરીઝ લોન્ચ કરી શકે છે.

એન્ડ્રોઈડ સ્માર્ટફોનના અનેક ઓપ્શન અવેલેબલ છે. તો સામે આઈફોનના વર્ષમાં 2થી 3 મોડેલ લોન્ચ થાય છે. 13 વર્ષમાં કંપનીએ કુલ 25 મોડેલ લોન્ચ કર્યા છે. તો પણ આઈફોન તેની આગવી ઓળખ જ ધરાવે છે. આઈફોનનું સોફ્ટવેર એન્ડ્રોઈડ કરતાં અલગ હોય છે. આઈફોનના હાર્ડવેરમાં ઓછી રેમ અને સ્ટોરેજ હોવા છતાં દરેક વ્યક્તિ તેને ખરીદવા માગે છે. આઈફોન 13 વર્ષની સફરમાં કેટલો અપગ્રેડ થયો તેના પર એક નજર કરીએ....

1.આઈફોન(1st જનરેશન)
અનાઉન્સ ડેટ: 9 જૂન, 2007 અને રિલીઝ ડેટ: 29 જૂન, 2007
કિંમત: 499 ડોલર આશરે 35,000 રૂપિયાથી શરુ

પ્રથમ આઈફોનમાં કંપનીએ 3.5 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે આપી હતી. તેમાં 2 મેગાપિક્સલનો કેમેરા પણ હતો. ફોનને 4GB અને 8GB સ્ટોરેજના બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યો હતો. તેમાં એપ્સને બેક અને ક્લોઝ કરવા માટે હોમનું બટન આપ્યું છે, જે સમય જતા આઈફોનનું આઇકોનિક બટન પણ બની ગયું.

2. આઈફોન 3G
અનાઉન્સ ડેટ: 9 જૂન, 2008 અને રિલીઝ ડેટ: 11 જુલાઈ, 2008
કિંમત: 499 ડોલર આશરે 35,000 રૂપિયાથી શરુ

આઈફોન 3Gમાં કંપનીએ તે જ જૂના ફીચર્સ આપ્યા હતા, પરંતુ આ ફોન 3G નેટવર્ક સપોર્ટ કરતું હતું, તેમાં GPSનું ફીચર પણ આપ્યું હતું. કંપનીએ તેમાં સ્ટોરેજ વધારીને 18GB કરી દીધું હતું.

3.આઈફોન 3GS
અનાઉન્સ ડેટ: 8 જૂન, 2009 અને રિલીઝ ડેટ: 19 જૂન, 2009
કિંમત: 99 ડોલર આશરે 7,000 રૂપિયાથી શરુ

આ સ્માર્ટફોનમાં સ્ટોરેજ વધારીને 32GB સુધી કરી દીધું હતું, તેમાં રિઅર કેમેરા 3 મેગાપિક્સલનો આપ્યો હતો. જો કે, હજુ સુધી કંપનીએ ડિસ્પ્લેની સાઈઝમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.

4. આઈફોન 4
અનાઉન્સ ડેટ: 7 જૂન, 2010 અને રિલીઝ ડેટ: 24 જૂન, 2010
કિંમત: 199 ડોલર આશરે 14,500 રૂપિયાથી શરુ

આઈફોન 4માં ઘણા ફીચર્સ જોવા મળ્યા. તે પ્રથમ ફેસ ચેટ એટલે કે વીડિયો કોલિંગવાળો આઈફોન પણ હતો. કંપનીએ તેના ફ્રન્ટમાં VGA અને રિઅરમાં 5 મેગાપિક્સલનો કેમેરા આપ્યો હતો.

5. આઈફોન 4S
અનાઉન્સ ડેટ: 4 ઓક્ટોબર, 2011 અને રિલીઝ ડેટ: 14 ઓક્ટોબર, 2011
કિંમત: 199 ડોલર આશરે 14,500 રૂપિયાથી શરુ

કંપનીએ પ્રથમવાર 4S મોડલમાં ડ્યુઅલ-કોર પ્રોસેસરનો ઉપયોગ કર્યો હતો. જો કે, ફોનમાં આ એક જ નવી વાત હતી. પરંતુ આ પ્રોસેસરથી ફોનની વર્કિંગ સ્પીડ ઘણી ઝડપી થઇ ગઈ હતી.

6. આઇફોન 5
અનાઉન્સ ડેટઃ 12 સપ્ટેમ્બર, 2012 અને રિલીઝ ડેટઃ 21 સપ્ટેમ્બર, 2012
કિંમતઃ 199 ડોલર આશરે 14,500 રૂપિયાથી શરૂ

6 વર્ષ પછી આઇફોનની સ્ક્રીનની સાઇઝમાં ફેરફાર થયો હતો. આ સાથે જ કંપનીએ તેનો ફ્રન્ટ અને રિઅર કેમેરા પણ બદલી નાખ્યો. તેમજ, હવે 64GB સ્ટોરેજ સાથે પણ તેને ખરીદી શકાતો હતો.

7. આઇફોન 5s
અનાઉન્સ ડેટ: 10 સપ્ટેમ્બર, 2013 અને રિલીઝ ડેટ: 20 સપ્ટેમ્બર, 2012
કિંમત (5c): 99 ડોલર આશર 7,000 રૂપિયાથી શરૂ
કિંમત (5s): 199 ડોલર આશરે 14,500 રૂપિયાથી શરૂ

આઇફોન 5sને ફાસ્ટ બનાવવા માટે કંપનીએ તેમાં 1GB રેમ આપી. જો કે, સ્ક્રીન કેમેરા, સ્ટોરેજ વગેરે જેવાં ફીચર્સ જૂનાં આઇફોન જેવાં જ હતાં. ફોનનું મોડેલ લગભગ આઇફોન 5 જેવું જ હતું.

8. આઇફોન 6 અને 6 પ્લસ
અનાઉન્સ ડેટઃ 9 સપ્ટેમ્બર, 2014 અને રિલીઝ ડેટ: 12 સપ્ટેમ્બર, 2014
કિંમત (6): 649 ડોલર આશરે 47,500 રૂપિયાથી શરૂ
કિંમત (6 પ્લસ): 749 ડોલર આશરે 55,000 રૂપિયાથી શરૂ

આ વખતે કંપનીએ આઇફોનને બે અલગ ડિસ્પ્લે સાઇઝ સાથે લોન્ચ કર્યો હતો. જેમાં પહેલો 4.7-ઇંચ અને બીજો 5.5-ઇંચ સ્ક્રીનનો હતો. તેમજ, તેમાં સ્ટોરેજ વધારીને 128GB સુધી કરી દેવામાં આવ્યું હતું. પહેલીવાર કંપનીએ નિયર ફીલ્ડ કમ્યુનિકેશન (NFC) સાથે એપલ પે ટેક્નોલોજી પણ લોન્ચ કરી હતી.

9. આઇફોન 6s અને 6s પ્લસ
અનાઉન્ટ ડેટ: 9 સપ્ટેમ્બર, 2015 અને રિલીઝ ડેટ: 25 સપ્ટેમ્બર, 2015
કિંમત (6): 649 ડોલર આશરે 47,500 રૂપિયાથી શરૂ
કિંમત (6s પ્લસ): 749 ડોલર આશરે 55,000 રૂપિયાથી શરૂ

કંપનીએ આઇફોન 6ને નવા નામ સાથે લોન્ચ કર્યો. તેમાં 12 મેગાપિક્સલનો રિઅર અને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપ્યો. તેમજ, 2GB રેમ પણ આપવામાં આવી. જો કે, સ્ક્રીન સાઇઝ આઇફોન 6 જેવી જ હતી.

10. આઇફોન SE (1st જનરેશન)
અનાઉન્સ ડેટ: 21 માર્ચ, 2016 અને રિલીઝ ડેટ: 31 માર્ચ, 2016
કિંમત: 399 ડોલર આશરે 30,000 રૂપિયાથી શરૂ

કંપની આ આઇફોન એ યુઝર્સ માટે લાવી હતી જે મોંઘો આઇફોન અફોર્ડ નહોતા કરી શકતા. ફોનને 6GB/32GB/64GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.

11. આઈફોન 7 અને 7 પ્લસ
અનાઉન્સ ડેટઃ 7 સપ્ટેમ્બર 2017 અને રિલીઝ ડેટઃ 16 સપ્ટેમ્બર, 2016
કિંમત (7): 649 ડોલર આશરે 47,500 રૂપિયાથી શરૂ
કિંમત (7 પ્લસ): 769 ડોલર આશરે 56,500 રૂપિયાથી શરૂ

આઈફોન 7માં જે મોટો ફેરફાર જોવા મળ્યો હતો એ હતો તેમાં આવેલો ડ્યુઅલ રિઅર કેમેરા. કંપનીએ 10 વર્ષમાં પહેલી વખત 12+12 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા આપ્યા હતા. તેમાં 3GB રેમની સાથે 256GB સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

12. આઈફોન 8 અને 8 પ્લસ
અનાઉન્સ ડેટઃ 12 સપ્ટેમ્બર 2017 અને રિલીઝ ડેટઃ 22 સપ્ટેમ્બર 2017
કિંમત (8): 699 ડોલર આશરે 51,000 રૂપિયાથી શરૂ
કિંમત (8 પ્લસ): 799 ડોલર આશરે રૂપિયાથી શરૂ

આઈફોન 8 અને 8 પ્લસમાં નવી A11 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફોનના બીજા ફીચર્સ અને સ્પેસિફિકેશન લગભગ આઈફોન 7 અને 7 પ્લસ જેવા જ હતા.

13. આઈફોન X
અનાઉન્સ ડેટઃ 12 સપ્ટેમ્બર, 2017 અને રિલીઝ ડેટઃ 3 નવેમ્બર 2017
કિંમત (8): 999 ડોલર આશરે 75,000 રૂપિયાથી શરૂ

આઈફોન Xમાં પહેલી વખત સ્ક્રીન સાઈઝ વધારીને 5.8 ઈંચ સુધી કરવામાં આવી હતી. તે ઉપરાંત ફોનની ડિઝાઈનને પહેલી વખત સંપૂર્ણપણે બદલવામાં આવી હતી. તેમાં ફૂલ વ્યુ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં બેઝલ એકદમ પાતળી હતી.

14. આઈફોન XS, XS મેક્સ અને XR
અનાઉન્સ ડેટ: 21 સપ્ટેમ્બર, 2018 અને રિલીઝ ડેટ: 21 સપ્ટેમ્બર, 2018
કિંમત (XS): 999 ડોલર આશરે 75,000 રૂપિયાથી શરૂ
કિંમત (XS મેક્સ): 1,099 ડોલર આશરે 80,500 રૂપિયાથી શરૂ
કિંમત (XR): 749 ડોલર આશરે 55,000 થી શરૂ

આઈફોન XS મેક્સમાં સ્ક્રીન સાઈઝને વધારીને 6.5 ઈંચ સુધી કરવામાં આવી હતી. તે ઉપરાંત તેમાં 512GB સુધી સ્ટોરેજનો ઓપ્શન પણ હતો. તેમાં 4GB રેમ અને નવી A12 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે જૂના આઈફોનની સરખામણીએ ઘણો અલગ હતો.

15. આઈફોન 11, 11 પ્રો અને 11 પ્રો મેક્સ
અનાઉન્સ ડેટ: 10 સપ્ટેમ્બર, 2019 અને રિલીઝ ડેટ: 21 સપ્ટેમ્બર, 2019
કિંમત (11): 699 ડોલર આશરે 51,000 રૂપિયાથી શરૂ
કિંમત (11 પ્રો): 999 ડોલર આશરે 75,000 રૂપિયાથી શરૂ
કિંમત (11 પ્રો મેક્સ): 1,149 ડોલર આશરે 84,500 રૂપિયાથી શરૂ

તે કંપનીનો સૌથી એડવાન્સ આઈફોન છે. તેમાં ટ્રિપલ રિઅર કેમેરાની સાથે 4GB રેમ અને નવી A13 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફીને ધ્યાનમાં રાખીને ફોનને ડિઝાઈન કરવામાં આવ્યો છે. તે ઉપરાંત તેમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી સંબંધિત ઘણા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

16. આઈફોન SE (2nd જનરેશન)
અનાઉન્સ ડેટ: 2020 અને રિલીઝ ડેટ: 24 એપ્રિલ, 2020
કિંમત : 399 ડોલર આશરે 30,000 રૂપિયાથી શરૂ

કંપની આ આઈફોનને તે યુઝર્સ માટે લાવી હતી જે મોંઘો આઈફોન અફોર્ડ નથીં કરી શકતા. આ SE સિરીઝનો બીજો સ્માર્ટફોન હતો. જો કે, ભારતમાં તેની કિંમત 42,500 રૂપિયાથી શરૂ થાય છે. ફોનને 64/128/256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...