iOS હિડન ફીચર:ફોનને રોટેટ કરતાં જ એક્ટિવેટ થઈ થશે સાયન્ટિફિક કેલક્યુલેટર, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આઈફોન કેલક્યુલેટર એપ સાયન્ટિફિક કેલક્યુલેટરની સુવિધા પણ આપે છે
  • આ કોઈ નવું ફીચર નથી, તે 2008થી એક્ટિવ છે

આઈફોન પર એપલ iOS યુઝર્સને કેટલાક બેઝિક સ્માર્ટફોન ફીચર્સ જેમ કે રિમાઈન્ડર્સ, નોટ્સ અને ઈવેન્ટ કેલેન્ડરની સુવિધા આપે છે. તો એપ સ્ટોર પર તેની થર્ડ પાર્ટી એપ પણ અવેલેબલ હોય છે. જોકે ઘણા આઈફોન યુઝર્સ આ એપ્સના હિડન ફીચર્સ શોધી શકતા નથી.

આઈફોન કેલક્યુલેટર એક એવી એપ છે, જે બેઝિક કેલક્યુલેટરની સુવિધા આપે છે. જોકે ખૂબ ઓછા લોકોને ખબર હશે કે આ એપમાં સાયન્ટિફિક કેલક્યુલેટર મોડ ફીચર પણ છે.

જી હા, આઈફોન એક સાયન્ટિફિક કેલક્યુલેટરની પણ સુવિધા આપે છે. તેને એક્ટિવ કરવા માટે તમારે કેલક્યુલેટર એપમાં જઈને સાયન્ટિફિક કેલક્યુલેટર મોડ એક્ટિવ કરવાનો રહેશે.

કેવી રીતે સાયન્ટિફિક કેલક્યુલેટર એક્ટિવ કરશો?

  • એક વખત તમારી પાસે આ ઓપ્શન આવી જશે તો તમારા ફોનને હોરિઝોન્ટલી રોટેટ કરવાની આવશ્યકતા રહેશે, જે સ્ક્રીનને સાયન્ટિફિક મોડમાં પરિવર્તિત કરશે. જો આઈફોન પર ટિલ્ટ ફીચર એક્ટિવ નહિ હોય, તો તમે આ રીતે એક્ટિવ કરી શકશો.
  • તમારા આઈફોનની ડિસ્પ્લે ઉપરથી નીચેની તરફ સ્વાઈપ કરો અને કન્ટ્રોલ સેન્ટર ઓપન કરો.
  • ઓપ્શન બંધ કરવા માટે ‘પોટ્રેટ ઓરિઅન્ટેશન લોક’ પર ટેપ કરો.

અનેક સુવિધા આપે છે સાયન્ટિફિક કેલક્યુલેટર

  • જ્યારે તમે વર્ટિકલ ઓરિઅન્ટેશનમાં હશો અને ફોન હોરિઝોન્ટલી રોટેટ કરશો તો સાયન્ટિફિક કેલક્યુલેટર ઓપન થશે.
  • તેમાં મેમરી, એક્સપોર્ટરમાં સંખ્યા એડ કરવી અને એક્ચ્યુઅલ સાયન્ટિફિક કેલક્યુલેટરમાં મળતી તમામ સુવિધાઓ મળે છે.

2008થી આ ફીચર એક્ટિવ છે

  • જોકે આ ફીચર કોઈ નવું નથી. તે 2008માં iOS 2.0થી એક્ટિવ છે.
  • એપ સ્ટોપ પર ફીચરના સ્ક્રીનશૉટ અટેચ હોવા છતાં આઈફોન યુઝર્સ ઘણી વખત આ ફીચર વિશે જાણી શકતા નથી.
  • આઈફોન પર કેલક્યુલેટર એપ પહેલાંથી ઈન્સ્ટોલ્ડ હોય છે. તેથી કોઈ યુઝર એપ સ્ટોપ પર જઈને તેના યુનિક ફીચર્સ એક્સપ્લોર કરી શકતા નથી.