ફ્લિપકાર્ટ ટુગુડ (2gud) આઈફોન પર ધમાકેદાર ઓફર આપી રહી છે. અહીં રિફર્બિશ્ડ આઈફોન 7ની ખરીદી 20 હજાર રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં કરી શકાય છે. તેનાં 32GB અને 128GB સ્ટોરેજની ખરીદી કરી શકાય છે. આઈફોન 7ના મોડેલની કિંમત 52,999 રૂપિયા છે, પરંતુ તેના રિફર્બિશ્ડ મોડેલની ખરીદી માત્ર 18,999 રૂપિયામાં કરી શકાશે. અર્થાત ગ્રાહકોને 34,000 રૂપિયાનો ફાયદો થશે.
શું હોય છે રિફર્બિશ્ડ આઈફોન ઈ કોમર્સ કંપનીઓ એક્સચેન્જ ઓફર હેઠળ ગ્રાહકો પાસેથી સ્માર્ટફોન ખરીદે છે. ત્યારબાદ આ સ્માર્ટફોનમાં જો કોઈ ટેક્નિકલ ખામી હોય તો તેને સુધારવામાં આવે છે. ફોનની બોડીને નવો લુક આપવા માટે ચેન્જ કરવામાં આવે છે. આવા ફોનને Gadgetwood વોરન્ટી કાર્ડ પણ આપવામાં આવે છે. આ વોરન્ટી 6 મહિના અથવા તેનાથી વધારાની હોઈ શકે છે. આવા સ્માર્ટફોનને રિફર્બિશ્ડ સ્માર્ટફોન કહેવાય છે. કંપની તેને ફરી ડિસ્કાઉન્ટ સાથે વેચે છે. ફ્લિપકાર્ટે રિફર્બિશ્ડ આઈટેમ્સ માટે 2gud નામનું પ્લેટફોર્મ પણ બનાવ્યું છે.
રિફર્બિશ્ડ આઈફોન 7 પર ઓફર
વેરિઅન્ટ | MRP (રૂપિયામાં) | કિંમત (રૂપિયામાં) |
Apple iPhone 7 (Silver, 128 GB) | 52,999 | 18,999 |
Apple iPhone 7 (Rose Gold, 128 GB) | 52,999 | 18,989 |
Apple iPhone 7 (Black, 128 GB) | 42,999 | 16,999 |
Apple iPhone 7 (Rose Gold, 32 GB) | 42,999 | 16,989 |
Apple iPhone 7 (Black, 32 GB) | 42,999 | 16,999 |
નોંધ: રિફર્બિશ્ડ સ્માર્ટફોનની કિંમત અલગ અલગ વેબસાઈટ પર અલગ અલગ હોઈ શકે છે. ફેસ્ટિવ સિઝન અથવા અન્ય સેલ દરમિયાન વધુ સારી ડીલમાં આ સ્માર્ટફોન ખરીદી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.