તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપોર્ટ:એપલ આઈપેડ પ્રો મોડેલ ટૂંક સમયમાં OLED સ્ક્રીનની સાથે આવશે, સેમસંગ-LG ડિસ્પ્લે પેનલ તૈયાર કરી રહી છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, OLED પહેલા આવી શકે છે મિની-LED ડિસ્પ્લે મોડેલ
  • હાલના મોડેલમાં LCD પેનલ મળે છે, જેને કંપની લિક્વિડ રેટિના ડિસ્પ્લે કહે છે

એપલ તેના આઈપેડ લાઈનઅપની સ્ક્રીન ક્વોલિટીને વધુ સારી કરવાનો પ્રયાસ કરી રહી છે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, કંપની 2021માં OLED સ્ક્રીનની સાથે એક નવું આઈપેડ પ્રો લાઈનઅપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની નવી લાઈનઅપ, નેક્સ્ટ જનરેશન આઈપેડ મોડેલ પછી તરત લોન્ચ કરી શકે છે, જે મિની-LED ડિસ્પ્લેની સાથે આવી શકે છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે OLED પેનલથી આઈપેડ પ્રો મોડેલમાં હાઈ બ્રાઈટનેસ મળશે, તેમજ બર્ન-ઈન ઈશ્યુની શક્યતા પણ ઓછી થશે. એપલ એનાલિસ્ટ મિંગ-ચી કૂએ તાજેતરમાં જણાવ્યું હતું કે, આઈપેડ ફેમિલી 2021ના પહેલા છ મહિનામાં મિની-LED ડિસ્પ્લે પર જવાનું શરૂ કરશે. આઈપેડ પ્રો મોડેલને પહેલા નવી ટ્રિટમેન્ટ પ્રાપ્ત થવાની સંભાવના છે, જો કે, તે ધીમે ધીમે અન્ય આઈપેડ વર્ઝનમાં પણ મળવાનું શરૂ થશે.

સપ્ટેમ્બર 2022માં એપલનો ફર્સ્ટ ફોલ્ડેબલ આઇફોન લોન્ચ થશે, અત્યારે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે

સેમસંગ-LG તૈયાર કરી રહી છે ડિસ્પ્લે

  • ધ લેક (TheElec)ના રિપોર્ટ અનુસાર, સેમસંગ ડિસ્પ્લે અને LG ડિસ્પ્લે વર્તમાનમાં એક નવી OLED પેનલ વિકસિત કરી રહી છે જેને 2021ના બીજા છઠ્ઠા મહિનામાં નવા આઈપેડ પ્રો મેડેલમાં લગાવામાં આવશે. હાલના આઈપેડ પ્રો લાઈનઅપમાં LCD પેનલનો ઉપયોગ કરવામાં આવે છે જેને એપલ "લિક્વિડ રેટિના" ડિસ્પ્લે કહેવામાં આવે છે.
  • સેમસંગ ડિસ્પ્લેએ આઈપેડ માટે નવી OLED સ્ક્રીનનું પ્રોડક્શન કરવા માટે તેના પ્રોડક્શન લાઈનને નવું રૂપ આપ્યું હોવાના અહેવાલ છે. કંપની લાલ, લીલા અને વાદળી કલરને જમા કરાવવા માટે ઓરિજનલ મટિરિયલ ડિપોઝિશન ચેમ્બરમાં એક ડિસ્ટ્રિબ્યુશન ચેમ્બરમાં પણ જોડી રહી હતી. રિપોર્ટના અનુસાર, આ ફર્મને RGBનું એક લેયર જમા કરવાની મંજૂરી આપશે, સબ્સટ્રેટના ઉત્પાદન લાઈનની આગળ મૂકવામાં આવશે, જે તેની ઉપર એક એમિટિંગ પરતને જોડશે.

અંડર ડિસ્પ્લે કેમેરા સાથે આવશે ગેલેક્સી Z ફોલ્ડ 3, તો સસ્તાં ગેલેક્સી Z ફ્લિપ લાઈટ પર પણ કામ કરી રહી છે સેમસંગ

OLED ડિસ્પ્લેમાં સારી લાઈફ મળશે

  • નવી OLED સ્ટ્રક્ચરથી અપેક્ષા છે કે ડિસ્પ્લે પેનલની લાંબી ઉંમર વધારવા માટે બેથી ત્રણ એમિટિંગ લેયર્સને જોડવામાં આવી શકે છે.
  • સેમસંગ ડિસ્પ્લેની જેમ, LG ડિસ્પ્લે પણ કથિત રીતે નેક્સ્ટ જનરેશન આઈપેડ પ્રો લાઈનઅપ માટે તેની નવી OLED પેનલ તૈયાર કરવામાં વ્યસ્ત છે.

OLEDથી પહેલા આવી શકે છે મિની-LED ડિસ્પ્લે

  • OLED પર સ્વિચ કરતા પહેલા, એપલ તેની આઈપેડ ફેમિલી માટે મિની-LED ડિસ્પ્લે લાવી શકે છે. ઘણા રિપોર્ટ્સે ભૂતકાળમાં સૂચવ્યું હતું કે, મિની-LED આઈપેડ મોડેલ આવનાર મહિનામાં મોટા પ્રમાણમાં પ્રોડક્શનમાં જઈ શકે છે. જો કે, આઈપેડ પ્રો લાઈનઅપ પહેલી વખત મિની-LED ડિસ્પ્લેમાં શિફ્ટ થઈ શકે છે. કુએ રોકાણકારોને તેમના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, નવી ટેક્નિક નવા આઈપેડ મિની મોડેલનો પણ હિસ્સો હશે.
  • ધ લેકના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, એપલના આઈપેડ પ્રો લાઈનઅપ માટે OLEDને અપનાવવામાં વિંલબ થઈ શકે છે- તે મિની-LED ડિસ્પ્લેના "એડોપ્શનના ધોરણ" પર આધાર રાખે છે. તેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મિની-LED પ્રો 2021ના પ્રથમ છ મહિના સુધી પહોંચી શકે છે.