ટેક અપડેટ:એપલે પાસવર્ડ બદલવા માટે નવો સેફ્ટી ઓપ્શન લોન્ચ કર્યો, રિપોર્ટમાં ખુલાસો થયો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એપલ પોતાના ડિવાઈસની સુરક્ષાને અપગ્રેડ કરવા માટે પાસવર્ડને બાયોમેટ્રિક સાઇન-ઇન સિસ્ટમ ‘Passkeys’ સાથે બદલવાની યોજના બનાવી રહ્યું છે. એક અહેવાલ મુજબ નવી ઓથેન્ટિકેશન પદ્ધતિ ‘Passkeys’ 7 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ફાર આઉટ ઇવેન્ટમાં iOS-16 અપડેટ સાથે લોન્ચ થવાની સંભાવના છે.

એપલ ડિવાઈસીઝની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની જાહેરાત આ વર્ષે એપલની વાર્ષિક વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. ક્યુપરટિનો જાયન્ટે જણાવ્યું હતું કે, એપલ ડિવાઈસીસમાં પાસવર્ડ્સ હેક થવાની સંભાવના ઓછી થઈ જશે, કારણ કે ‘Passkeys’ પદ્ધતિ એ પાસવર્ડ્સની જરૂરિયાતને દૂર કરશે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, macOS Ventura, iOS 16 અને iPadOS એ ‘Passkeys’સિસ્ટમ મેળવનારી પહેલી ઓપરેટિંગ સિસ્ટમ હશે.

પાસવર્ડો કરતાં સલામત
નવી લોગિન મિકેનિઝમ મુજબ યુઝર્સે વેબસાઇટ્સ અને એપ્લિકેશનોને એક્સેસ કરવા માટે પાસવર્ડને બદલે ‘Passkeys’ની જરૂર છે. તે ડિજિટલ કી હોવાથી તમારે તેના પર નજર રાખવાની જરૂર નથી. લોગ-ઇન કરતા પહેલાં તમારી ઓળખની ખરાઈ કરવા માટે તમારે તમારા આઇફોન અથવા મેક પર ટચ આઇડી અથવા ફેસ આઇડીનો ઉપયોગ કરવો આવશ્યક છે. પાસવર્ડની જેમ જ યુઝર્સ ‘Passkeys’ સાથે ઝડપથી લોગ-ઇન કરી શકશે. તેનો મોટો ફાયદો એ છે કે, તે લીક નહીં થાય જેનાથી તે હેકર-પ્રૂફ બની જશે. તે યુઝરના ડિવાઈસ પર સાચવવામાં આવશે અને એપલની આઇક્લાઉડ તેને તમામ ડિવાઈસ પર સિંક્રોનાઇઝ્ડ રાખશે. આ ‘Passkeys’ એપલથી પણ છુપાયેલી રહે છે અને તે તેને એક્સેસ કરી શકતી નથી. આ નવા સુરક્ષા ફીચરનું iOS-16 પબ્લિક બીટામાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને આશા છે કે તે ટૂંક સમયમાં જ રિલીઝ કરવામાં આવશે.