એપલ ડેઝ સેલ:ફ્લિપકાર્ટ પર 'આઈફોન 12' અને 'આઈફોન 12 પ્રો' પર ₹6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, આઈફોન SEની ખરીદી 30,999 રૂપિયામાં કરી શકાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્લિપકાર્ટ પર 10મેથી 14મે સુધી એપલ પ્રોડક્ટ્સની ખરીદી ભારે ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે
  • ડિસ્કાઉન્ટ સાથે 'આઈફોન XR'ની ખરીદી 36,999 રૂપિયામાં કરી શકાશે

જો તમે આઈફોન લવર છો તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર એપલ ડેઝ સેલ શરૂ થયો છે. આ સેલ આજથી 14 મે સુધી યોજાશે. સેલમાં આઈફોન SEથી લઈને આઈફોન 12 પ્રો મેક્સ સુધીના આઈફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. જો તમે પણ આઈફોન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો અમે ડિસ્કાઉન્ટ ઓફર સાથે મળી રહેલા આઈફોન્સનું લિસ્ટ તૈયાર કર્યું છે. આવો તેના પર એક નજર કરીએ...

આઈફોન 12

એપલ ડેઝ સેલમાં આઈફોન 12 લોએસ્ટ પ્રાઈઝ 77,990 રૂપિયામાં મળી રહ્યો છે. HDFCના કાર્ડથી ખરીદી કરવા પર તેના પર એડિશનલ 6000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે ફોનની ખરીદી 71,900 રૂપિયામાં કરી શકાશે. આ ફોનમાં 12MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ અને 12MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોનની ડિસ્પ્લે 6.1 ઈંચની છે. આઈફોનમાં લેટેસ્ટ A14 બાયોનિક ચિપસેટ મળે છે.

આઈફોન 12 મિની

HDFC બેંકનાં ₹6000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે આ આઈફોન 61,900 રૂપિયામાં અવેલેબલ છે. આઈફોન 12 મિનીમાં 5.4 ઈંચની ડિસ્પ્લે મળે છે. આઈફોન 12ની જેમ આમાં પણ 12MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ અને 12MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.

આઈફોન 12 પ્રો

આઈફોન 12 પ્રો આ સેલમાં 1,15,900 રૂપિયામાં મળી રહ્યો છે. HDFC કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકને એડિશનલ ₹5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ કિંમત તેનાં 128GB સ્ટોરેજ વેરિઅન્ટની છે. પ્રો મોડેલમાં 12MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.

આઈફોન 12 પ્રો મેક્સ

આઈફોન 12નું હાઈ એન્ડ વેરિઅન્ટ સેલમાં 1,25,900 રૂપિયામાં મળી રહ્યું છે. જોકે HDFCનાં 5000 રપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે ફોનની ખરીદી 1,20,900 રૂપિયામાં કરી શકાય છે. આ કિંમત તેના 128GB વેરિઅન્ટની છે.

આઈફોન SE (2020)

64GB સ્ટોરેજનાં SEની ખરીદી ફ્લિપકાર્ટના સેલમાં 30,999 રૂપિયામાં કરી શકાશે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ સાથે ખરીદી કરવા પર ગ્રાહકોને 5%નું કેશબેક મળશે. આઈફોન SEમાં 4.7 ઈંચની HD રેટિના ડિસ્પ્લે છે. તેમાં 12MPનો રિઅર કેમેરા અને 7MPનો ફ્રન્ટ કેમેરા છે.

આ સિવાય એપલ ડેઝ સેલમાં આઈફોન 11 48,999 રૂપિયામાં, આઈફોન XR 36,999 રૂપિયામાં, આઈફોન 11 પ્રો 74,999 રૂપિયામાં મળી રહ્યો છે. આઈફોન સાથે સેલમાં આઈમેક, આઈપેડ, એપલ વોચ અને એરપોડ્સ સહિતની પ્રોડક્સ પર ડિસ્કાઉન્ટ મળશે.