તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Apple Can Offer 1TB Of Storage In IPhone 13, Find Out How Many Photos And Videos Can Be Saved In This Storage

સ્માર્ટફોન અથવા હાર્ડ ડિસ્ક:એપલ આઈફોન 13માં 1TB સ્ટોરેજ આપી શકે છે, જાણો આટલા સ્ટોરેજમાં કેટલા ફોટો અને વીડિયો સેવ કરી શકાશે

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સમાં 4 સ્ટોરેજ ઓપ્શન મળી શકે છે
  • આઈફોન 12 સિરીઝના પ્રો અને પ્રો મેક્સ મોડેલમાં 12 મેગાપિક્સલનો ટ્રિપલ રિઅર કેમેરા છે

એપલ આજે રાત્રે 10:30 વાગે પોતાનો આઈફોન 13 સિરીઝ લોન્ચ કરશે. આ એક વર્ચ્યુઅલ ઈવેન્ટ હશે, જેને કંપનીએ કેલિફોર્નિયા સ્ટ્રીમિંગ નામ આપ્યું છે. આઈફોન 13 સાથે સંબંધિત કેટલાક ફીચર્સ સામે આવ્યા છે. તેને જોઈને લાગી રહ્યું છે કે આઈફોન 13 ઘણો પાવરફૂલ સ્માર્ટફોન હશે. માનવામાં આવી રહ્યું છે કે ફોનમાં 1TB (1024GB)સ્ટોરેજનો ઓપ્શન મળી શકે છે. આટલા સ્ટોરેજવાળો આ પહેલો સ્માર્ટફોર્મ પણ બની શકે છે. એટલે કે તે કોઈ હાર્ડ ડિસ્ક જેવો હશે.

આઈફોન 13 પ્રો મોડેલમાં 1TB સ્ટોરેજ મળશે
એપલ આઈફોન એનાલિસ્ટ મિંગ-ચી કુઓના અનુસાર, આઈફોન 13 પ્રો અને આઈફોન 13 પ્રો મેક્સમાં 4 સ્ટોરેજ ઓપ્શન મળશે. જેમાં 128GB, 256GB, 512GB અને 1TB સામેલ છે. આ પહેલી વખત હશે જ્યારે આઈફોનમાં આટલું વધારે સ્ટોરેજ મળશે. તેમજ આઈફોન 13 અને આઈફોન 13 મિનીમાં 128GB, 256GB અને 512GB સ્ટોરેજનો ઓપ્શન મળશે. આઈફોનમાં જો 1TB સ્ટોરેજ મળે છે તો યુઝરને ઘણી રાહત મળશે.

ધારો કે, આઈફોન 13માં 1TB સ્ટોરેજનો ઓપ્શન મળે છે તો આટલા સ્ટોરેજમાં યુઝર શું-શું કરી શકશે? એટલે કે આટલા સ્ટોરેજમાં કેટલા ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ સ્ટોર કરી શકાય છે. આવો જાણીએ...

1TBમાં કેટલા ફોટો અને વીડિયો સેવ થશે
આઈફોનમાં મળનારો લેટેસ્ટ કેમેરા 12 મેગાપિક્સલનો છે. આઈફોન 12 સિરીઝના પ્રો અને પ્રો મેક્સ મોડેલમાં 12 મેગાપિક્સલનો ટ્રિપલ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. તેમજ 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. તેમજ આઈફોન 12 અને મિની મોડેલમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિઅર કેમેરા અને 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

અમેરિકન ક્લાઉડ સ્ટોરેજ કંપની ડ્રોપબોક્સની જાણકારીના અનુસાર, 1TB સ્ટોરેજમાં 12 મેગાપિક્સલ કેમેરા સાથે લેવામાં આવેલા 250,000 ફોટા સેવ કરી શકાય છે. તેવી જ રીતે 12 મેગાપિક્સલથી શૂટ કરવામાં આવેલો 500 કલાકનો વીડિયો અથવા 250 મૂવી 1TB સ્ટોરેજમાં રાખી શકાય છે. આવી સ્થિતિમાં 1TB સ્ટોરેજમાં 6.5 મિલિયન (65 લાખ) ડોક્યુમેન્ટ્સ સેવ કરી શકાય છે. તેમાં ઓફિસ ફાઈલ, PDFs,પ્રેજેન્ટેશન સામેલ થઈ શકે છે.