લીક / એપલ AR ગ્લાસનાં સ્પેસિફિકેશન અને કિંમત લીક થઈ, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 37,700

X

 • ટેક ટિપ્સટર જોન પ્રોસેરના લીક્સ અનુસાર એપલનાં અપકમિંગ AR ગ્લાસનું નામ ‘એપલ ગ્લાસ’ છે
 • તેનું લોન્ચિંગ માર્ચ 2021માં થઈ શકે છે
 • ગ્લાસ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. એપલ ગ્લાસને આઈફોન સાથે કનેક્ટ કરી કન્ટ્રોલ કરી શકાશે.

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 04:00 PM IST

ટેક જાયન્ટ એપલ AR (ઓગમેન્ટેડ રિયાલિટી) ગ્લાસ લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં તેનાં સ્પેસિફિકેશન અને કિંમત લીક થઈ છે. ટેક ટિપ્સટર જોન પ્રોસેરે વીડિયો દ્વારા લીક્સ શેર કર્યાં છે. આ લીક અનુસાર તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત $499 (આશરે 37,700 રૂપિયા) હોઈ શકે છે.

લોન્ચિંગ

જોને કરેલાં લીક્સ અનુસાર એપલનાં અપકમિંગ AR ગ્લાસનું નામ ‘એપલ ગ્લાસ’ છે. આ પ્રોડક્ટનાં વિવિધ વેરિઅન્ટ લોન્ચ થશે.  તેનું વેચાણ વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકગાળાથી વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં લોન્ચ થઈ શકે છે. તેનું અનાઉસમેન્ટ વર્ષ 2021ના માર્ચ મહિનામાં થઈ શકે છે.

એપલ ગ્લાસનાં સ્પેસિફિકેશન

 • લીક અનુસાર આ AR ગ્લાસનો લુક નોર્મલ ગ્લાસ જેવો જ છે. તેમાં પ્લાસ્ટિક મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે.

 • આ ગ્લાસ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. કંપની પ્રોડક્ટ સાથે ચાર્જિંગ સ્ટેન્ડ પણ લોન્ચ કરશે.
 • આ એપલ ગ્લાસને આઈફોન સાથે કનેક્ટ કરી કન્ટ્રોલ કરી શકાશે.
 • તેમાં LiDAR સેન્સર મળશે.આ ગ્લાસમાં ઈન્ફોર્મેશન ડિસ્પ્લે મળશે.
 • આ ગ્લાસમાં ‘સ્ટારબોર્ડ’નામના યુઝર ઈન્ટરફેઝનો ઉપયોગ થશે.
 • આ ગ્લાસ યુઝરના ઈશારાઓથી પણ કન્ટ્રોલ થશે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી