વન મોર થિંગ ઈવેન્ટ:એપલ તેના હોમમેડ પ્રોસેસર સાથે લોન્ચ કરી શકે છે પ્રથમ લેપટોપ, યુઝરને પહેલાં કરતા વધુ સારો એક્સપિરિઅન્સ મળશે

એક વર્ષ પહેલા
  • આ વર્ચ્યુઅલ ઈવેન્ટને ઓફિશિયલ વેબસાઈટ apple.com પર જોઈ શકાશે
  • ઈવેન્ટમાં નવું મેકબુક પ્રો અને મેકબુક એર લોન્ચ થશે

ટેક જાયન્ટ એપલ તેની સરપ્રાઈઝ ઈવેન્ટ ‘વન મોર થિંગ’ની તૈયારી કરી ચૂકી છે. આ ઈવેન્ટ 10 નવેમ્બરે ભારતીય સમયાનુસાર રાતે 11:30 વાગ્યે યોજાશે. આ ઈવેન્ટની ખાસ વાત એ છે કે કંપની પોતાની કમ્પ્યૂટર ચિપવાળા મેક પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. માનવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના હોમમેડ પ્રોસેસરથી સજ્જ પ્રથમ લેપટોપ લોન્ચ કરશે.

એપલની આ વર્ચ્યુઅલ ઈવેન્ટ એપલ પાર્કથી યોજાશે. તેને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ apple.com પર જોઈ શકાશે. કંપનીએ ટીઝરમાં લોગો સાથે કલરફુલ બેકગ્રાઉન્ડનો ઉપયોગ કર્યો છે.

યુઝર એક્સપિરિઅન્સ બદલાઈ જશે

એપલ તેના હોમમેડ પ્રોસેસરથી મેક કમ્પ્યૂટર સાથે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રોસેસરથી એપલના લેપટોપ અને ડેસ્કટોપને સારો કન્ટ્રોલ મળશે. તેનાથી આઈફોન, આઈપેડ પર મેકનો એક્સપિરિઅન્સ બદલાઈ જશે કારણ કે આ તમામ એક જેવાં જ આર્કિટેક્ચર પર કામ કરશે. એપલ સિલિકોન ચિપ આઈફોન 12 લાઈનઅપ સાથે અટેટ A14 બાયોનિક પ્રોસેસર પર બેઝ્ડ છે.

ફર્સ્ટ ઓપિનિયન:મ્યુઝિક લવર્સની ડિમાન્ડ પૂરી કરે છે સ્વદેશી U&iના ઈયરબડ્સ, 80 ગ્રામ વજન અને 8 કલાકનું બેકઅપ મળે છે; કિંમત 999 રૂપિયા

એપલ હાર્ડવેર ટેક્નોલોજીના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ, જોર્ની સૂર્જીએ જૂન મહિનામાં કહ્યું હતું કે, એપલ સિલિકોનથી મેક કમ્પ્યૂટરના પર્ફોર્મન્સમાં ફેરફાર થશે. કંપનીએ પોતાની વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે કેવી રીતે તેના હોમમેડ પ્રોસેસરથી અડોબ ફોટોશોપ અને ફાઈલ કટ પ્રો એપ્લિકેશન વધુ સારી રીતે કામ કરે છે.

નવાં મેકબુક પ્રો અને મેકબુક એર લોન્ચ થશે
કંપની આ ઈવેન્ટમાં એપલ પ્રોસેસર સાથે 13 ઈંચ અને 16 ઈંચનું મેકબુક પ્રો અને 13 ઈંચનું મેકબુક એર લોન્ચ કરી શકે છે. ફોક્સકોન જેને હોન હાઈ પ્રિસિજન ઈન્ડસ્ટ્રી કંપની તરીકે ઓળખવામાં આવે છે, તે 2 નાના લેપટોપ એસેમ્બલ કરી રહી છે. જ્યારે ક્વાન્ટા કમ્પ્યૂટર ઈન્ક મોટા મેકબુક પ્રોનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. નાના મોડેલ પ્રોડક્શનમાં આગળ છે.

યુનિક ડિઝાઈનવાળો ફોન:લેનેવો લીઝન સ્માર્ટફોનમાં સાઈડમાં સેલ્ફી કેમેરા મળશે, રિઅર કેમેરા પણ સેન્ટરમાં મળશે

એપલે તેની છેલ્લી 2 ઈવેન્ટમાં એપલ વોચ SE, વોચ સિરીઝ 6 અને આઈપેડ એર લોન્ચ કર્યું છે. ત્યારબાદ આઈફોન 12 સિરીઝમાં આઈફોન મિની, આઈફોન 12, આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોન્ચ કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...