તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Apple Announced Reducing Its App Store Commission From 30% To 15%; The New Changes Will Come Into Effect From 1 January 2021

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપલનું એલાન:Appleએ તેના એપ સ્ટોરના કમિશનને 30%થી ઘટાડી 15% કર્યું, નવો ફેરફાર 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટેક જાયન્ટ કંપની એપલએ પોતાના ડેવલપર પ્રોગ્રામ હેઠળ એપલ સ્ટોરના કમિશનને 15% ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એપલે બુધવારે કહ્યું કે, એપ સ્ટોરના કમિશનને 1 જાન્યુઆરીથી 30%ને બદલે 15% કરવામાં આવશે.

કંપનીના જણાવ્યા પ્રમાણે, તેનાથી મોટા ભાગના ડેવલપર્સને ફાયદો થશે. જોકે, કંપનીએ આ નવી યોજનામાં કેટલા ડેવપર્સ આવશે તેના વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

એપલની આ નવી યોજના એપ સ્ટોર સ્મોલ બિઝનેસ પ્રોગ્રામના નામે ઓળખાય છે. તે એ ડેવલપર્સ પર લાગુ થશે, જે એપથી વાર્ષિક 7.41 કરોડની કમાણી કરે છે.

સેન્સર ટાવરના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2020ના બીજા 6 માસિકગાળામાં એપલ સ્ટોરથી વાર્ષિક રીતે ગ્લોબલી 2,43,300 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ કમાણી એપ પર્ચેસ, સબસ્ક્રિપ્શન અને પેઈડ એપ તેમજ ગેમથી થઈ છે. વર્ષ 2019માં તે 1,95,100 કરોડ રૂપિયા હતી.

ભારતમાં પણ એપલ ગ્રોથ કરી રહી છે. બિઝનેસ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ ટોફલરના જણાવ્યા પ્રમાણે, નાણાકીય વર્ષ 2020માં એપલ ઈન્ડિયાની રેવેન્યૂ 29% વધી 13,755.8 કરોડ રૂપિયા પહોંચી છે.

નાણાકીય વર્ષ 2019માં એપલ ઈન્ડિયાની રેવેન્યૂ 10,673.7 કરોડ રૂપિયા હતી. ટોફલરના જણાવ્યા પ્રમાણે, ફાયદો 4 ગણો વધ્યો છે. 1 વર્ષ પહેલા આ સમયગાળામાં 262.27 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો.

એપલના CEO ટિમ કુકે કહ્યું હતું કે, સપ્ટેમ્બર ત્રિમાહીમાં કંપનીએ ભારતમાં રેકોર્ડ બનાવ્યો છે અને તેનો શ્રેય ભારતમાં એપલના ઓનલાઈન સ્ટોરને જાય છે. એપલે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં પ્રથમ ઓનલાઈન સ્ટોર લોન્ચ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો