તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈફોનમાં બગ:ફોનના વાઈફાઈને ઓટોમેટિક બંધ કરી રહ્યો છે આ બગ, તેનાથી બચવા આ ટિપ્સ અપનાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્યોરિટી રિસર્ચર કાર્લ શાઉએ આ નવો બગ શોધી કાઢ્યો
  • બગને લીધે ઓટોમેટિક આઈફોનનું વાઈફાઈ બંધ થઈ જાય છે
  • કંપની આ બગ રીસ્ટોર કરવાનું કામ કરી રહી છે

સામાન્ય રીતે એપલની સિક્યોરિટી પ્રો લેવલની અનબિટેબલ ગણાય છે, પરંતુ સિક્યોરિટી રિસર્ચર કાર્લ શાઉએ એપલની સિસ્ટમમાં બગ શોધી કાઢ્યો છે. જો વાઈફાઈમાં કોઈ પ્રકારનો બગ હોય તો આઈફોન વાઈફાઈ ડિસેબલ કરે છે. રિસર્ચર કાર્લ શાઉએ ટ્વીટ કરીને લખ્યું છે કે, જો આઈફોન ‘%secretclub% પાવર’ નામના નેટવર્કમાં આવે છે તો, ડિવાઈસમાં વાઈફાઈ અથવા તે સંબંધિત અન્ય ફીચરનો ઉપયોગ કરી શકાતો નથી.

% સિમ્બોલમાં બગ દેખાય છે
આ બગ કેટલાક વાઈફાઈ નેટવર્કમાં '%' સિમ્બોલની ઓળખ કરી લે છે. જો આઈફોન પર વાઈફાઈથી % એક વાર આઈફોન જ્યારે '%p%s%s%s%s%n' નામથી જોઈન કરે છે તો ડિવાઈસમાં વાઈફાઈ કનેક્ટ થતું નથી અને ડિવાઈસ Reboot કર્યા બાદ પણ વાઈફાઈ ડિસેબલ રહે છે. આ સિસ્ટમ AirDrop નેટવર્કિંગ ફીચર્સનો ઉપયોગ કરે છે. આ બગ % સિમ્બોલ પ્રોગ્રામિંગ ભાષામાં ઉપયોગ કરવામાં આવે છે. જે વેરિએબલ્સ આઉટપુટ સ્ટ્રિંગમાં પરિવર્તિત કરે છે.

સ્ટ્રિંગ ફોર્મેટમાં કામ કરે છે

Cમાં ‘%n'નો અર્થ સ્ટ્રિંગ ફોર્મેટમાં આપવામાં આવેલા વર્ડને સેવ કરવાનું છે. વાઈફાઈ સબ સિસ્ટમમાં આશરે Wi-Fi નેટવર્ક નામ SSIDને ઈન્ટર્નલ લાઈબ્રેરીમાં મોકલે છે, જે સ્ટ્રિંગ ફોર્મેટમાં કામ કરે છે. તે મનમરજી મેમરી લખવા અને બફર ઓવરફ્લોનું કારણ બને છે.

તેનાથી મેમરી ખરાબ થઈ જાય છે અને iOS વોચડોગ પ્રોસેસ થતું નથી. તેથી યુઝર્સ માટે વાઈફાઈ ડિસેબલ થઈ જાય છે. એપલ આ બગ ફિક્સ કરવાનું કામ કરી રહી છે.

બગથી બચવા માટે સેટિંગ્સ ફોલો કરો
આ બગની સમસ્યા દૂર કરવા માટે તમે પોતાનાં iOS નેટવર્ક સેટિંગ્સ રીસેટ કરી લો. રાઉટરનું સેટિંગ્સ બદલો અને પાસવર્ડ સિક્યોર રાખો.