ટ્વિટર રેડ એલર્ટ !:યુઝર્સને વેરિફાઈડ એકાઉન્ટ્સના સ્પામ મેસેજીસથી સાવચેત રહેવા કરી અપીલ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્વિટર પર કેટલાક વેરિફાઇડ યુઝર્સે આ પ્લેટફોર્મ પરથી ડાયરેક્ટ મેસેજ મળ્યા હોવાની અહેવાલમાં માહિતી આપી છે, આ મેસેજીસમાં તેમની પાસેથી વ્યક્તિગત માહિતી માગવામાં આવી છે.

ટ્વિટરે યુઝર્સને ચેતવણી આપી છે કે, તે લોગ-ઈનની વિગતો અને અન્ય વ્યક્તિગત માહિતી મેળવવા માટે ટ્વિટર કર્મચારી તરીકે રજૂ કરતાં સ્કેમર્સથી વાકેફ રહે. પત્રકારો સહિત પ્લેટફોર્મ પર સંખ્યાબંધ વેરિફાઇડ યુઝર્સે ડાયરેક્ટ મેસેજ મળ્યા હોવાના અહેવાલ આવ્યા પછી આ વાત સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના વેરિફાઈડ એકાઉન્ટને "સ્પામ" તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તેમણે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ મેસેજીસ ટ્વિટર સપોર્ટમાંથી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને યુઝર્સને સાઇટ પર 'બ્લુ બેજ' માટે ફરીથી અરજી કરવા માટે ફોર્મ ભરવા માટે મેસેજમાં એક લિંક આપી અને તેના પર ક્લિક કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ સ્પામ મેસેજીસમાં એવું કહેવામાં આવ્યું છે કે, 'અમારી ટ્વિટર ટીમ દ્વારા તમારા બ્લુ બેજ ટ્વિટર એકાઉન્ટની સ્પામ તરીકે સમીક્ષા કરવામાં આવી છે.' તેમાં યુઝર્સને મેસેજમાં એક લિંક મોકલવામાં આવે છે અને આ લિંક પર ક્લિક કરીને ઓનલાઇન ફોર્મનો ઉપયોગ કરીને આ નિર્ણયની "અપીલ" કરવા જણાવ્યું હતું, જેમાં તેમણે ચેતવણી આપી હતી કે, જે આ નહીં કરે તેમનો બ્લુ બેજ 'ડિલીટ' થઈ જશે. તેના જવાબમાં ટ્વિટરે કહ્યું હતું કે, તે કોઇનો સંપર્ક કરતી વખતે ક્યારેય યુઝરનો પાસવર્ડ નથી માંગતા. કંપનીએ જણાવ્યું હતું કે, "અમે સાંભળ્યું છે કે કેટલાંક એકાઉન્ટ્સ ટ્વિટરના કર્મચારીના નામ પર યુઝર્સને આ પ્રકારના મેસેજીસ અને ઈ-મેઇલ્સ મોકલવામાં આવી રહ્યા છે. જો અમે તમારો સંપર્ક કરીશું તો પણ અમે ક્યારેય તમારો પાસવર્ડ માંગીશું નહીં અને અમારા ઇમેઇલ્સ ફક્ત @twitter.com અથવા @e.twitter.com પરથી જ મોકલવામાં આવશે.

કંપનીના ઓનલાઇન હેલ્પ સેન્ટરના એક સપોર્ટ પેજમાં ઉમેરવામાં આવ્યું છે કે, 'કેટલાક લોકોને બનાવટી અથવા શંકાસ્પદ ઈ-મેઇલ્સ મળી શકે છે કે, જેના પરથી આપણને એવું લાગે છે કે તે ટ્વિટર દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ ઈ-મેઈલ્સમાં મેલેશિયસ કન્ટેન્ટ કે સ્પામ કે પછી ફિશિંગ વેબસાઇટ્સની લિંક્સનો સમાવેશ થઈ શકે છે. જો તમને ખ્યાલ નહિ હોય તો જણાવી દઈએ કે, ટ્વિટર ક્યારેય કોઈ લિંક સાથે ઈ-મેઇલ્સ મોકલશે નહીં અથવા ઈ-મેઇલ દ્વારા તમારા ટ્વિટર પાસવર્ડની માગણી કરશે નહીં. યુકેનું નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર (NCSC) લોકોને સલાહ આપે છે કે, તે કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલાં કાળજીપૂર્વક વિચારણા કરે, જે કોઈ સંસ્થા દ્વારા આ પ્રકારના મેઈલ મોકલવામાં આવે તો જરાપણ ઉતાવળ કર્યા વગર શાંતિથી પહેલાં તેને વાંચો, તેને સમજો અને જરાપણ શંકાસ્પદ દેખાય તો તેની સંપૂણ તપાસ કર્યા બાદ જ તેને ઓપન કરો.