નવી પોલિસી એગ્રી કરવા માટે યુઝર્સ પર દબાણ નાખવાનું વ્હોટ્સએપને ભારે પડી રહ્યું છે. સ્પષ્ટતા આપી હોવા છતાં યુઝર્સ ઝડપથી બીજા પ્લેટફોર્મમાં શિફ્ટ થઈ રહ્યા છે. તેની પુષ્ટિ બે આંકડાથી થાય છે. 6 જાન્યુઆરીએ નવી પોલિસીની જાહેરાત બાદ ભારતમાં 40 લાખથી વધારે મોબાઈલ પર સિગ્નલ (24 લાખ) અને ટેલિગ્રામ (16 લાખ) એપ ડાઉનલોડ થઈ છે. ટેલિગ્રામે બુધવારે જાહેરાત પણ કરી છે કે તેને વિશ્વભરમાં 50 કરોડ ડાઉનલોડનો આંકડો પાર કરી લીધો છે.
છેલ્લા 72 કલાકમાં દુનિયામાં અઢી કરોડ નવા યુઝરે ટેલિગ્રામ ડાઉનલોડ કર્યું છે. ટેલિગ્રામને ભારતમાં કેટલા લોકોએ ડાઉનલોડ કરી, તેના આંકડા કંપનીએ હજી જણાવ્યા નથી, પરંતુ CEOના જણાવ્યા પ્રમાણે, સૌથી વધારે એશિયામાં 38% યુઝર વધ્યા છે.
ઘણા મોટા દિગ્ગજોએ વ્હોટ્સએપને અલવિદા કહ્યું
ગ્રામીણ વિસ્તારના યુઝર્સ પણ ટેલિગ્રામને અપનાવી રહ્યા છે
યુઝર્સ ડેટા સેલિંગ વ્હોટ્સએપની આવકનો મોટો સ્રોત
સાયબર લૉ એક્સપર્ટ પવન દુગ્ગલના જણાવ્યા પ્રમાણે, વ્હોટ્સએપને તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. તેની આવકનો સૌથી મોટો સ્રોત યુઝર્સ ડેટા સેલિંગ છે. હવે તેના યુઝર બેઝ જ ઘટવા લાગશે તો તેની આવકને અસર થશે અને બ્રાન્ડને પણ. મોબાઈલ ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ એપ એનીના અનુસાર, એન્ડ્રોઈડ અને ios ડિવાઈસ પર વ્હોટ્સએપના કુલ 45.9 કરોડ એક્ટિવ યુઝર છે.
દેશમાં વ્હોટ્સએપના 100 ટકા યુઝર એક્ટિવ
એપ એનીના રિપોર્ટ અનુસાર, ભારતમાં ભલે હવે વ્હોટ્સએપની ડાઉનલોડની ગતિ ધીમી થઈ ગઈ હોય, પરંતુ તેના જૂના યુઝર્સનો વિશ્વાસ તેના પર હજી પણ છે. ભારતમાં તેના 95 ટકાથી વધારે મંથલી એક્ટિવ યુઝર છે જે દરરોજ વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં વ્હોટ્સએપના 100 ટકા યુઝર સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત તેનો ઉપયોગ કરે છે. તેમજ ભારતમાં યુટ્યૂબના કુલ યુઝર્સમાંથી ત્રણ ચતુર્થાંશ એવા લોકો છે જેઓ દરરોજ તેનો ઉપયોગ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.