વ્હોટ્સએપની મુશ્કેલી વધી:7 દિવસમાં એપ ડાઉનલોડમાં 35%નો ઘટાડો નોંધાયો, 40 લાખથી વધારે મોબાઈલ પર સિગ્નલ અને ટેલિગ્રામ ડાઉનલોડ થઈ

2 વર્ષ પહેલા

નવી પોલિસી એગ્રી કરવા માટે યુઝર્સ પર દબાણ નાખવાનું વ્હોટ્સએપને ભારે પડી રહ્યું છે. સ્પષ્ટતા આપી હોવા છતાં યુઝર્સ ઝડપથી બીજા પ્લેટફોર્મમાં શિફ્ટ થઈ રહ્યા છે. તેની પુષ્ટિ બે આંકડાથી થાય છે. 6 જાન્યુઆરીએ નવી પોલિસીની જાહેરાત બાદ ભારતમાં 40 લાખથી વધારે મોબાઈલ પર સિગ્નલ (24 લાખ) અને ટેલિગ્રામ (16 લાખ) એપ ડાઉનલોડ થઈ છે. ટેલિગ્રામે બુધવારે જાહેરાત પણ કરી છે કે તેને વિશ્વભરમાં 50 કરોડ ડાઉનલોડનો આંકડો પાર કરી લીધો છે.

છેલ્લા 72 કલાકમાં દુનિયામાં અઢી કરોડ નવા યુઝરે ટેલિગ્રામ ડાઉનલોડ કર્યું છે. ટેલિગ્રામને ભારતમાં કેટલા લોકોએ ડાઉનલોડ કરી, તેના આંકડા કંપનીએ હજી જણાવ્યા નથી, પરંતુ CEOના જણાવ્યા પ્રમાણે, સૌથી વધારે એશિયામાં 38% યુઝર વધ્યા છે.

ઘણા મોટા દિગ્ગજોએ વ્હોટ્સએપને અલવિદા કહ્યું

  • ડેટા એનાલિટિક્સ એજન્સી સેંસર ટાવરના અનુસાર, વ્હોટ્સએપની જાહેરાતના પહેલા સપ્તાહમાં 2.5 લાખ સિગ્નલ એપ ડાઉનલોડ થઈ. પોલિસીની જાહેરાત બાદના સપ્તાહમાં 88 લાખ યુઝર્સે સિગ્નલ પર સાઈન-ઈન કર્યું છે.
  • સેંસર ટાવર અને એપટોપિયા જેવી એજન્સીઓના અનુસાર, વ્હોટ્સએપના ડાઉનલોડમાં આ દરમિયાન 35%નો ઘટાડો આવ્યો છે. મહિન્દ્રા કંપની સમૂહ અને ટાટાગ્રુપના ચેરમેન સહિત ટોપ એક્ઝિક્યુટિવ, પેટીએમ અને ફોનપે જેવી કંપનીઓના CEO અને સ્ટાફે વ્હોટ્સએપને અલવિદા કહી દીધું છે. મોટી કંપનીઓના ચેરમેન અથવા CEO જ નહીં સામાન્ય લોકો પણ નવા વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

ગ્રામીણ વિસ્તારના યુઝર્સ પણ ટેલિગ્રામને અપનાવી રહ્યા છે

  • ઈન્ટરનેટ ગવર્નેસ એક્સપર્ટ હરીશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, તમામ નાના ગામડાઓમાંથી સમાચાર મળી રહ્યા છે કે સ્માર્ટફોન યુઝર ટેલિગ્રામ પર શિફ્ટ થઈ રહ્યા છે. જોખમને જોઈને હિન્દી આધારિત ઉપભોક્તા વ્હોટ્સએપ છોડી રહ્યા છે. વ્હોટ્સએપ પર બે પુસ્તક લખી ચૂકાલે સાયબર લૉ એક્સપર્ટ પવન દુગ્ગલનું કહેવું છે વ્હોટ્સએપમાં હલચલ મચી છે. તેને આંતરિક રીતે ક્રાઈસિસ કહેવામાં આવે છે. તેને ડેમેજ કંટ્રોલ માટે સોશિયલ અને અન્ય મીડિયા પર રિસોર્સ ખર્ચ કર્યા છે
  • નવી પોલિસીનો સમય ધ્યાન આપનાર છે. કેન્દ્ર બજેટ સત્રમાં ડેટા પ્રોટેક્શન બિલ લાવવાની છે, જેમાં ડેટા પ્રાઈવસીના સંરક્ષણમાં કડક જોગવાઈઓ હશે. સંભવત: આ આશંકામાં તે બદલાયેલી પોલિસી લઈને આવ્યું.

યુઝર્સ ડેટા સેલિંગ વ્હોટ્સએપની આવકનો મોટો સ્રોત
સાયબર લૉ એક્સપર્ટ પવન દુગ્ગલના જણાવ્યા પ્રમાણે, વ્હોટ્સએપને તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. તેની આવકનો સૌથી મોટો સ્રોત યુઝર્સ ડેટા સેલિંગ છે. હવે તેના યુઝર બેઝ જ ઘટવા લાગશે તો તેની આવકને અસર થશે અને બ્રાન્ડને પણ. મોબાઈલ ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ એપ એનીના અનુસાર, એન્ડ્રોઈડ અને ios ડિવાઈસ પર વ્હોટ્સએપના કુલ 45.9 કરોડ એક્ટિવ યુઝર છે.

દેશમાં વ્હોટ્સએપના 100 ટકા યુઝર એક્ટિવ
એપ એનીના રિપોર્ટ અનુસાર, ભારતમાં ભલે હવે વ્હોટ્સએપની ડાઉનલોડની ગતિ ધીમી થઈ ગઈ હોય, પરંતુ તેના જૂના યુઝર્સનો વિશ્વાસ તેના પર હજી પણ છે. ભારતમાં તેના 95 ટકાથી વધારે મંથલી એક્ટિવ યુઝર છે જે દરરોજ વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. એટલું જ નહીં વ્હોટ્સએપના 100 ટકા યુઝર સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત તેનો ઉપયોગ કરે છે. તેમજ ભારતમાં યુટ્યૂબના કુલ યુઝર્સમાંથી ત્રણ ચતુર્થાંશ એવા લોકો છે જેઓ દરરોજ તેનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...