એપલનાં મ્યુઝિક બગથી ઘણાં એપલ યુઝર્સ હેરાન-પરેશાન થઇ ગયા છે. એક રિપોર્ટ અનુસાર, જયારે iOS એપ પરથી એપલ મ્યુઝિક ડાઉનલોડ કરવામાં આવે છે ત્યારે તે હોમસ્ક્રીનમાં ઇન્સ્ટોલ થવાને બદલે આઈફોન ડોકમાં ઇન્સ્ટૉલ થાય છે.
એપલ મ્યુઝિક ડાઉનલોડ કર્યા બાદ યુઝર્સે જે એપ પહેલા ડોક પર સેટ કરીને રાખી હોય તે પણ હટાવી દેવામાં આવી છે. તો બગને કારણે એપલ મ્યુઝિકને ડિકોલ્ટ મ્યુઝિક તરીકે સેટ કરી દીધું છે.
આ બગનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ ડોક વાળી તકલીફ જુના અને નવા iOS 15ના ઘણા વર્ઝનમાં જોવા મળી રહી છે.
Spotify એપને ઓટોમેટિક હટાવી દીધી
એપલ મ્યુઝિકમાં જે મુશ્કેલી થઇ રહી છે તેની ઓળખ સૌથી પહેલા iOS ડેવલપર કેવિન આર્ચરે કરી હતી. આ બાદ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે, કઈ રીતે પહેલાથી જ ડોક પર રહેલી Spotify એપને હટાવીને એપલ મ્યુઝિકને લગાવી દીધી હતી.
કેવિન આર્ચરે કહ્યું હતું કે, એપલ મ્યુઝિકને રિપ્લેસ કરીને બધી જ એપ્લિકેશન જોઈ હતી. જેમાં કેમેરા અને ટ્વિટર પણ સામેલ છે. બીજા ડેવલપરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, એપલ મ્યુઝિકે એપલ સફારી સુધી રિપ્લેસ કર્યું છે.
subscriber વધારવા માટે એપલની ચાલ
ઘણાયુઝર્સ કહે છે કે, એપલ મ્યુઝિક સર્વિસના વધારે subscriber માટે કરી રહ્યું છે. યુઝર્સની ઈચ્છા વિરુદ્ધ એપલ તેના હિસાબથી એપ્લિકેશનને અરેન્જ કરી રહ્યું છે. બીજી તરફ યુઝર્સના આરોપ ફગાવતા જણાવ્યું છે કે, કંપની બગ ફિક્સ કરવા પર કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.